Not Set/ રાજકોટના ચકચારી મર્ડર કેસ માં આરોપીના ગુજરાત હાઇ કોર્ટ દ્વારા જામીન મંજૂર 

રાજકોટમાં ગયા વર્ષે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી અરજદાર અનિલ પરમારએ પોતાના વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાતા કોર્ટે બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ અને કેસની પરિસ્થિતિને જોતા આરોપીના જામીન અરજીને મંજુર કરી હતી. રાજકોટ ખાતેના આજી ડેમ પાસે આવેલા માડા ડુંગર વિસ્તારમાં ગત […]

Ahmedabad Gujarat

રાજકોટમાં ગયા વર્ષે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી અરજદાર અનિલ પરમારએ પોતાના વકીલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે અરજી ઉપર હાઇકોર્ટમાં સુનવણી હાથ ધરાતા કોર્ટે બચાવ પક્ષની દલીલો સાંભળ્યા બાદ અને કેસની પરિસ્થિતિને જોતા આરોપીના જામીન અરજીને મંજુર કરી હતી.

રાજકોટ ખાતેના આજી ડેમ પાસે આવેલા માડા ડુંગર વિસ્તારમાં ગત વર્ષની તારીખ 23 માર્ચ 2020ના રોજ ભરત નાથા મકવાણા નામની વ્યક્તિની હત્યા થઇ હતી. જેમાં ત્રણ થી ચાર ઈસમોએ ભેગા મળીને જૂની કોઈ અદાવતને ધ્યાને રાખીને ભરતભાઈની હત્યા કરાઈ હતી. જે મામલે આરોપી અરજદાર અનિલ પરમાર ના સિનિયર વકીલ પ્રશાંત ચાવડા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે મામલે હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ઉપર સુનવણી હાથ ધરાતા હાઇકોર્ટે બચાવ પક્ષ અને ફરિયાદ પક્ષ તેમજ સરકાર પક્ષને સાંભળ્યા બાદ આરોપી અનિલ પરમાર ના રેગ્યુલર જામીન અરજીને મંજુર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.