Crime/ ગુજરાત હાઇકોર્ટના વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એહાજી બિલ્ડિંગમાં રહેતા ફરહીન બાનું સૈયદએ શાહપુર પોલીસ મથકમાં પરવીન હઠીલા અને દીલનવાઝ સૈયદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીએ મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલે મહિલાને પોલીસ ફરિયાદ કરવાની જરૂર ઉભી થઇ હતી. કેસની વિગત એવી છે કે , ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલ ફરહીન […]

Ahmedabad Gujarat
crime ગુજરાત હાઇકોર્ટના વકીલને મળી જાનથી મારી નાખવાની ધમકી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં એહાજી બિલ્ડિંગમાં રહેતા ફરહીન બાનું સૈયદએ શાહપુર પોલીસ મથકમાં પરવીન હઠીલા અને દીલનવાઝ સૈયદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બંને આરોપીએ મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલે મહિલાને પોલીસ ફરિયાદ કરવાની જરૂર ઉભી થઇ હતી.

કેસની વિગત એવી છે કે , ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતી મહિલા વકીલ ફરહીન બાનું સૈયદને મિલકતના મામલે પરવીન હઠીલા અને દિલ નવાઝ સૈયદની સાથે વિવાદ ચાલતો હતો.આ વિવાદની અદાવત રાખીને બંને આરોપીઓએ ગઈ કાલે મહિલાને જાહેરમાં ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી મહિલાએ 100 નંબર ઉપર ફોન કરીને પોલીસની ગાડી બોલાવીને બંને ઈસમો સામે જાનથી મારી નાખવાની ધમકી આપતી ફરિયાદ નોંધાવી હતી. શાહપુર પોલીસે મહિલા વકીલની ફરિયાદ નોંધીને બંને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે , અમદાવાદમાં વકીલોની સાથે છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા કિસ્સા છેલ્લા ઘણા સમયથી વધતા જઈ રહ્યા છે. એક દિવસ પહેલા પણ અમદાવાદના કૃષ્ણ નગર માં રહેતા મહિલા વકીલ યોગેશ્વરી બેનની સાથે સરકારી નોકરી અપાવાની બાબતે 3 લાખનીઠગાઈ થઇ હતી. જેની શાહી હજી સુખાઈ પણ નથીને ત્યાં આજે એક મહિલા વકીલને જાનથી મારી નાખવાની ધમકી મળતા સમગ્ર વકીલ આલમમાં તેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે.