Ahmedabad News: દાહોદ(Dahod)ના સંજેલી ગામમાં લગભગ 15 લોકોના ટોળાએ એક મહિલાને અર્ધ નગ્ન હાલતમાં બાઇક પાછળ સાંકળોથી બાંધીને ગામમાં ફેરવી હતી, આ શરમજનક તેમજ સંવેદનશીલ ઘટનાને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) આ મામલામાં સ્વતઃ નોંધ (સુઓ મોટો) લીધી છે. રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને દાહોદ ડીએસપી આ ઘટના અંગે કાર્યવાહીનો અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શું પગલાં લેવામાં આવશે તે અંગે તેઓ જવાબ આપશે.
હાઈકોર્ટે આ ઘટનાનું સુઓ મોટો (Suo moto) લીધો હતો અને કહ્યું કે એક અમેરિકન ગર્ભપાત નિષ્ણાતના મતે, પુરુષે હંમેશા મહિલાનો ઉપયોગ જ કર્યો હતો. હંમેશા તેને ગુલામ તરીકે રાખવાની વૃત્તિ તેનામાં રહી છે. તેણે ક્યારેય તે સ્ત્રીને આગળ આવવા દીધી નહીં. દાહોદના સંજેલીમાં એક લાચાર મહિલાના અપમાનની નિંદનીય ઘટના સમાચાર માધ્યમોમાં પ્રકાશમાં આવી છે. કમનસીબે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો હતો. આ ઘટનાથી રાજ્યની મહિલાઓના માનસ પર નકારાત્મક અસર પડી છે.

રાજ્યના ગૃહ વિભાગ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ અને દાહોદ DSP આ ઘટના અંગે કાર્યવાહીનો અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરશે. ભવિષ્યમાં રાજ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શું પગલાં લેવામાં આવશે તે અંગે તેઓ જવાબ આપશે. રાજ્ય સરકાર આ ઘટનાનો ભોગ બનેલી મહિલા સહિત આવી ઘટનાઓમાં અસરગ્રસ્ત મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય, તબીબી સારવાર અને સલામતી માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે તેનો જવાબ આપશે. સરકાર 12 ફેબ્રુઆરીએ મુખ્ય ન્યાયાધીશની બેન્ચ સમક્ષ આ અરજી પર પોતાનો જવાબ રજૂ કરશે.
આ પણ વાંચો:સંજેલીમાં મહિલાને મળી તાલિબાની સજા, પોલીસ હરકતમાં આવી
આ પણ વાંચો:દાહોદના સંજેલીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા,વરસાદના પગલે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત
આ પણ વાંચો:દાહોદના સિંગવડનગરમાં તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર, 4 મકાનના તોડ્યાં તાળાં
