Not Set/ અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : સીસીટીવીમાં કેદ થઇ ઘટના

અમદાવાદના સાયન્સ સીટી રોડ પર વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે આગળ પસાર થઈ રહેલા બાઈક ચાલક ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સીસીટીવીમાં […]

Top Stories Gujarat
hit and run ahd અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : સીસીટીવીમાં કેદ થઇ ઘટના

અમદાવાદના સાયન્સ સીટી રોડ પર વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે આગળ પસાર થઈ રહેલા બાઈક ચાલક ને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

hit and run ahd 2 e1537958137194 અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : સીસીટીવીમાં કેદ થઇ ઘટના

જ્યારે અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ કારના નંબર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો મુજબ કાર ફૂલ સ્પીડમાં હતી અને અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે.

hit and run ahd 4 e1537958167519 અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : સીસીટીવીમાં કેદ થઇ ઘટના

મળતી માહિતી પ્રમાણે વહેલી સવારે 4.30 વાગ્યાના અરસામાં સાયન્સ સીટી રોડ પર આવેલા જેબીઆર કોમ્પલેક્ષ પાસે ફૂલ સ્પીડમાં આવેલી કારે આગળ પસાર થઇ રહેલા બાઇક ચાલકને અડફેટે લીધો હતો.

hit and run ahd 3 e1537958199920 અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન : સીસીટીવીમાં કેદ થઇ ઘટના

અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતમાં બાઇક ચાલક વજુભાઇ લક્ષ્મણભાઇનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. વહેલી સવારનો સમય હોવાથી કારનો ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.