Not Set/ વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

વેરાવળ, ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં  શુક્રવારે સાંજે પ્રખ્યાત રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ સહિત ૨૦ થી વધુ સ્થળ પર  ફુડ એન્ડ  ડ્રગ્સ વિભાગ અને  નગરપાલીકાના હેલ્થ ઇન્સપેકટર દ્વારા દરોડા પાડવામાં  આવ્યા હતા. આ દરોડામાં બગડી ગયેલી પંજાબી શાકની ગ્રેવી, વાસી મીઠાઈ,બગડી ગયેલી ચીકી અને અખાદ્ય ફરસાણ મળી આવ્યા હતા. આ વસ્તુઓ આરોગ્યને હાનિ […]

Gujarat
Untitled 3 1 વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

વેરાવળ,

ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં  શુક્રવારે સાંજે પ્રખ્યાત રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ સહિત ૨૦ થી વધુ સ્થળ પર  ફુડ એન્ડ  ડ્રગ્સ વિભાગ અને  નગરપાલીકાના હેલ્થ ઇન્સપેકટર દ્વારા દરોડા પાડવામાં  આવ્યા હતા. આ દરોડામાં બગડી ગયેલી પંજાબી શાકની ગ્રેવી, વાસી મીઠાઈ,બગડી ગયેલી ચીકી અને અખાદ્ય ફરસાણ મળી આવ્યા હતા. આ વસ્તુઓ આરોગ્યને હાનિ પહોચાડે તેવી હતી. કુલ મળીને  ૨૨૦૦ કિલો જેટલા અખાદ્ય વસ્તુનો નાશ કરાયો હતો.

Untitled 5 1 વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

આ  દરમ્યાન 10 સબસીડી વાળા ગેસના સિલિન્ડર પણ ગેરકાયદે વપરાશમાં મળી આવ્યા હતા. જે કબ્જે કરવામાં આવ્યા.
તેમજ ત્રણ રેસ્ટોરન્ટ માં ફૂડ અને ગુમાસ્તધારા  લાયસન્સ એક્સપાઈર મળ્યા હતા તો 2 રેસ્ટોરન્ટ એવા પણ હતા જેમાં કોઈ જાતના લાયસન્સ જ ન હતા.
આ તમામ ને સીલ કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Untitled 2 1 વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !

ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં  શુક્રવારે  સાંજે  જીલ્લા કલેકટર ઓમપ્રકાશની સીઘી સુચના હેઠળ  આઈ.એ.એસ. આલોક શર્મા અને ડેપ્યુટી  કલેકટર પ્રદીપસિંહ રાઠોડની ટીમે શહેરમાં તંત્રના મોટા કાફલા સાથે નામાંકીત રેસ્ટોરન્ટ અને ડેરીફાર્મ પર દરોડા પાડ્યા હતા.
દરોડા ની કાર્યવાહી અંગેની  માહીતી આપતા ડેપ્યુટી  કલેકટર પ્રદીપસિંહ રાઠોડે જણાવ્યુ હતું કે  લોકોની સુખાકારી અને ખાસ કરીને  આરોગ્ય જોખમાવતા ખાદ્ય  સ્થળો પર ચેકીંગ માટે  ઓચીંતા દરોડા ની કાર્યવાહી હાથ ઘરાયી હતી. જેમાં ફુડ એન્ડ  ડ્રગ્સ વિભાગ અને  નગરપાલીકાના હેલ્થ ઇન્સપેકટર સહીત ની ટીમ ને સાથે રાખવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં નામાંકિત રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ સહિત 20 થી વધુ સ્થળો પર ઓચિંતા દરોડા પડાયા હતા જેમાં અંદાજે ૨૨૦૦ કિલો જેટલા અખાદ્ય વસ્તુ ઓનો નાશ કરાયો હતો.

vera વેરાવળવાસીઓના પેટમાં અખાદ્ય ચીકી જતા બચી ગઈ, જાણો કઈ રીતે !
વેરાવળ માં હાથ ઘરાયેલ દરોડા ની કાર્યવાહીની જાણ થતાં મોટાભાગના ફરસાણ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ દુકાનો બંધ કરી દીધી હતી જોકે આ કાર્યવાહી આગામી સમયમાં પણ હાથ ઘરવામાં આવશે તેમ ડેપ્યુટી  કલેકટર રાઠોડે અંતમાં જણવ્યું હતું.
પ્રથમ વાર વેરાવળ શહેરમાં મેગા ઓપરેશન ને કારણે કાર્યવાહી જોવા લોકો ના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ ને બોલાવવાની ફરજ પડી હતી.