Not Set/ બેંગ્લુરુ : ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવતા ઘટનાસ્થળ પર ૯ વ્યક્તિના મોત

બેંગ્લુરુ, કર્ણાટકમાં હાસનના કરેકેરે નજીક એક માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની એક બસ રોડના કિનારે આવેલ તળાવમાં ખાબકતા ૯ લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. કર્ણાટક રાજ્ય પરિવહન નિગમના અધિકારીના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના શુક્રવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે […]

Uncategorized
accident બેંગ્લુરુ : ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવતા ઘટનાસ્થળ પર ૯ વ્યક્તિના મોત

બેંગ્લુરુ,

કર્ણાટકમાં હાસનના કરેકેરે નજીક એક માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની એક બસ રોડના કિનારે આવેલ તળાવમાં ખાબકતા ૯ લોકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

કર્ણાટક રાજ્ય પરિવહન નિગમના અધિકારીના જણાવ્યા મુજબ, આ દુર્ઘટના શુક્રવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે સર્જાઈ હતી. જેમાં બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બસ નીચે આવેલ તળાવમાં ખાબકી હતી. જેના કારણે બસ ડ્રાઈવર શિવપ્પા ચેલાવડી અને કંડક્ટર લક્ષ્મણ સહિત ૯ લોકોના મોત થયા છે.

જ્યારે એક ડઝન જેટલા લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. કર્ણાટક રાજ્ય પરિવહન નિગમની આ વોલવો બસ  ધાર્મિક યાત્રા પર જઈ રહી હતી. બસમાં કુલ ૪૩ મુસાફરો સવાર હતા. બસ બેંગ્લુરુથી રાત્રે ૧૧:૪૫ કલાકે ઉપડી હતી. ત્યારે હાસન વિસ્તારના કરેકેરે નજીક રાત્રે ૩:૩૦ કલાકે દુર્ઘટનાનો ભોગ બની હતી. બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ કેમ ગુમાવ્યો તેના કારણો હજી સુધી સામે આવ્યા નથી. તેમજ દુર્ઘટનાની માહિતી સામે આવતા જ તમામ ટોચના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં મોટાભાગના મુસાફરોને બચાવી લેવામાં સફળતા મળી છે. જાકે ૯ લોકોના મોત થયા છે, જેમાંથી ૫ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે ૪ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા દુર્ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. જોકે, દુર્ઘટનામાં ડ્રાઈવરનુ પણ મોત થયુ હોવાથી તપાસ મુશ્કેલ બનશે.