Not Set/ યુ.કે.ના આસ્ટન કાઉન્સીલરની ચૂંટણીમાં વિજેતા થનાર વિમલ ચોકસી પહેલા ભારતીય

ભરૂચ યુ.કે.ના માન્ચેસ્ટર પાસે આવેલ આસ્ટન શહેરની ચૂંટણીમાં મૂળ ભરૂચના વિમલ પ્રવિણભાઇ ચોકસીએ તેના હરીફ ઉમેદવારો સામે બે ગણા મતોથી વિજેતા થયા છે. આસ્ટન શહેર કાઉન્સીલની ચૂંટણીના 40 વર્ષના ઇતિહાસમાં પહેલા ભારતીય તરીકે ચૂંટાવાનું બહુમાન મેળવી વિમલ પ્રવિણભાઇ ચોકસીએ ભરૂચને પણ ગૌરવ અપાવ્યું છે. વિમલ ચોકસી મૂળ આમોદ તાલુકાના અને છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચમાં સ્થાયી […]

Gujarat
IMG 20180505 174852 e1525601375222 યુ.કે.ના આસ્ટન કાઉન્સીલરની ચૂંટણીમાં વિજેતા થનાર વિમલ ચોકસી પહેલા ભારતીય

ભરૂચ

યુ.કે.ના માન્ચેસ્ટર પાસે આવેલ આસ્ટન શહેરની ચૂંટણીમાં મૂળ ભરૂચના વિમલ પ્રવિણભાઇ ચોકસીએ તેના હરીફ ઉમેદવારો સામે બે ગણા મતોથી વિજેતા થયા છે. આસ્ટન શહેર કાઉન્સીલની ચૂંટણીના 40 વર્ષના ઇતિહાસમાં પહેલા ભારતીય તરીકે ચૂંટાવાનું બહુમાન મેળવી વિમલ પ્રવિણભાઇ ચોકસીએ ભરૂચને પણ ગૌરવ અપાવ્યું છે.

વિમલ ચોકસી મૂળ આમોદ તાલુકાના અને છેલ્લા કેટલાક વર્ષોથી ભરૂચમાં સ્થાયી થયેલ વરિષ્ઠ પત્રકાર પ્રવિણભાઇ ચોકસીના પુત્ર છે. ભારતમાં એમ.એસ.સી. આઇ.ટી.નો અભ્યાસ કરનાર વિમલ ચોકસી 2004માં અભ્યાસ માટે યુ.કે. ગયા હતા. જ્યાં તેમને ઇન્ટરનેશનલ બિઝનેશ મેનેજમેન્ટની ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ઓલ્ડહામ કાઉન્સીલમાં  ફરજ બજાવતા હતા. સાથે-સાથે તેઓ સામાજિક પ્રવૃત્તીઓમાં પણ સક્રિય હતા આ ઉપરાંત આસ્ટન શહેરમાં વસતા ભારતીયોના ‘ઇન્ડીયન એસોસીએશન’માં સેક્રેટરી તરીકે ફરજ અદા કરતા હતા.

યુ કે ના આસ્ટન કાઉન્સીલરની ચૂંટણીમાં વિજેતા થનાર વિમલ ચોકસી પહેલા ભારતીય photo યુ.કે.ના આસ્ટન કાઉન્સીલરની ચૂંટણીમાં વિજેતા થનાર વિમલ ચોકસી પહેલા ભારતીય

યુ.કે.ની લેબર પાર્ટીમાં પણ તઓ સક્રિય હતા. તાજેતરમાંયોજાયેલ આસટન શહેરની ચૂંટણીમાં લેબર પાર્ટીના એક્ટિવ મેમ્બરોમાં મતદાન થતા કાઉન્સીલની ચૂંટણીમાં ઉભા રહેવાની તક વિમલ પ્રવિણભાઇ ચોકસીને મળી હતી. જેમાં તેમણે તેમની હરીફ એવી કંજરવેટીવ પાર્ટીના ઉમેદવારને બે ગણા મતોથી હરાવી ઝળહળતો વિજય પ્રાપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આસ્ટન શહેર કાઉન્સીલમાં છેલ્લા 40 વર્ષના ઈતિહાસમાં કાઉન્સીલર તરીકે પહેલી વખત એક ભારતીય તરીકે વિમલ પ્રવિણભાઇ ચોકસી વિજેતા થયાનું બહુમાન લઇ જાય છે.વિમલ ચોકસીએ આસ્ટન શહેર કાઉન્સીલની ચૂંટણીમાં વિજેતા થઇ પહેલા ભારતીય તરીકે વિજેતા થવાનું બહુમાન મેળવી ભરૂચને ગૌરવ અપાવતા લોકોએ તેમના પરિવાર પર અભિનંદનની વર્ષા વરસાવી હતી