Not Set/ નર્મદા ડેમમાં સિંચાઈ માટે બે ટકા જ પાણી બચ્યું, જળસંકટની સ્થિતિ સર્જાય તેવી ભીતિ  

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થવાના કારણે હાલમાં સિંચાઈ માટે માત્ર બે ટકા જેટલું પાણી બચ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો જળસંકટની પરિસ્થિતિ ઉદભવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાની પધરામણી ક્યાંક સારી થઇ છે, તો ક્યાંક ઓછી માત્રામાં […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others Trending Politics
Insufficiency of water in Sardar Sarovar Narmada Dam

અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થવાના કારણે હાલમાં સિંચાઈ માટે માત્ર બે ટકા જેટલું પાણી બચ્યું છે. જેના કારણે આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય તો જળસંકટની પરિસ્થિતિ ઉદભવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં મેઘરાજાની પધરામણી ક્યાંક સારી થઇ છે, તો ક્યાંક ઓછી માત્રામાં થઇ છે. મધ્ય ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી છે. હાલ રાજ્યમાં હજુ ચોમાસાની સિઝન ચાલુ છે ત્યાં જ રાજ્યની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ઓછી થઇ રહી છે અને તેનું તળિયું દેખાવા મંડ્યું છે. હાલ નર્મદા ડેમમાં પાણીની ક્ષમતાથી માત્ર બે ટકા જ પાણીનો જીવંત જથ્થો (લાઇવ સ્ટોરેજ) બચ્યો છે. જે માત્ર ચારથી પાંચ દિવસ સુધી જ ચાલી શકે તેમ છે તેવું સુત્રોએ જણાવ્યું હતું.

ભરચોમાસામાં જ ઉનાળા જેવી જળસંકટની સ્થિતિ

ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન હજુ ચાલી રહી છે ત્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની નહીવત આવકના કારણે ડેમ ભરાયો નથી. જેના લીધે રાજ્યમાં ભરચોમાસામાં જ ગંભીર જળસંકટની સ્થિતિ ઉભી થયું હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે તંત્ર દ્વારા રાજ્યના ખેડૂતોને હાલમાં આપવામાં આવી રહેલું સિંચાઈનું પાણી પણ એકાદ બે દિવસમાં બંધ કરવામાં આવી શકે છે.

પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે

રાજ્ય સરકારે બાંહેધરી આપતા જણાવ્યું હતું કે, સરકાર કોઇપણ સ્થિતિમાં નાગરિકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી પડવા નહીં દે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે મીડિયા સાથેની વાતચીતમાં આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુ કે, મધ્યપ્રદેશમાંથી નર્મદા નદી શરૂ થાય છે, જે લગભગ 1200 કિલોમીટર લાંબી છે. જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર ડેમો બંધાયેલા છે. ભૂતકાળમાં 100 વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા 28 મિલિયન એકર ફૂટ (એમએએફ) નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશના ભાગે 18 એમએએફ પાણીનો જથ્થો મળે છે, જ્યારે ગુજરાતના હિસ્સામાં 9 એમએએફ જેટલું પાણી આવે છે. અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી આવે છે.

સરકાર સિંચાઈનું પાણી બંધ નથી કરતી: નીતિન પટેલ

Nitin Patel નર્મદા ડેમમાં સિંચાઈ માટે બે ટકા જ પાણી બચ્યું, જળસંકટની સ્થિતિ સર્જાય તેવી ભીતિ  

 

 

 

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ સિઝનમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ પ્રમાણમાં ઓછો વરસાદ પડયો છે. જો ઓગસ્ટ- સપ્ટેમ્બરમાં એ રાજ્યોમાં વધુ વરસાદ પડશે તો આગામી અઠવાડિયામાં પાણીની આવક વધશે. તેમજ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે તો પણ કોઈ જાતની ચિંતા રહેશે નહીં. નર્મદા ડેમની સપાટી 110.64 મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી જાતે જ બંધ થઈ જશે. જો નર્મદા ડેમમાં પાણીની સતત આવક ચાલુ રહેશે તો સિંચાઈનું પાણી આપોઆપ ચાલું રહેશે. જો કે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈનું પાણી બંધ કરવામાં આવતું નથી તેવી સ્પષ્ટતા પણ નીતિન પટેલે કરી હતી.  વરસાદ નહી પડવાના કારણે ગમે તેવી પરિસ્થિતિ ઉભી થશે તો તેનો સામનો કરવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. તેમજ આગામી 12 મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઉભી થવા દેવામાં આવશે નહીં તેમ પણ તેમણે જાણાવ્યું હતું.

ઉપરવાસમાં વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ કફોડી બનશે

બીજી તરફ સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ જળક્ષમતા 138.68 મીટરથી 27.48 મીટર ઓછી છે એટલે કે 90 ફુટ જેટલો નર્મદા ડેમ ખાલી છે. ઉપરવાસમાં આવેલો મધ્યપ્રદેશનો ઇન્દીરા સાગર ડેમ હજુ પણ નવ મીટર જેટલો ખાલી છે. તે ઓવરફલો થયા પછી નર્મદા ડેમમાં પાણીની આવક થઈ શકે તેમ છે ત્યારે હાલમાં નર્મદા ડેમમાં પાણી આવે તેવી કોઈ સંભાવના દેખાતી નથી જેના કારણે આવી પરિસ્થિતિ ઉદભવી છે. ત્યારે ડેમના ઉપરવાસના વિસ્તારમાં જો વહેલી તકે પૂરતો વરસાદ ન થાય તો ગુજરાતમાં પાણીની વિકટ સ્થિતિ સર્જાય તેવી સંભાવના બળવત્તર બની છે.