Not Set/ ભાજપમાં ટિકિટ ફાળવણીના મુદ્દે આંતરિક વિખવાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દો અટવાઇ ગયો છે, ત્યારે ગુજરાતના તમામ 182 ભાજપના ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર છોડવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ભાજપના નેતાઓ ઉમેદવારોના મુદ્દે અનેક બેઠકો અને એનાલિસીસ કરી રહ્યાં છે, પરંતુ આ ચૂંટણીમાં આનંદીબેન અને અમિત શાહ વચ્ચેની […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોની ફાળવણીના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ ઊભો થતાં ઉમેદવારોની પસંદગીનો મુદ્દો અટવાઇ ગયો છે, ત્યારે ગુજરાતના તમામ 182 ભાજપના ઉમેદવારોની પસંદગીનો આખરી નિર્ણય વડાપ્રધાન નેરન્દ્ર મોદી પર છોડવામાં આવ્યો છે.

છેલ્લા ત્રણ દિવસથી ભાજપના નેતાઓ ઉમેદવારોના મુદ્દે અનેક બેઠકો અને એનાલિસીસ કરી રહ્યાં છે, પરંતુ આ ચૂંટણીમાં આનંદીબેન અને અમિત શાહ વચ્ચેની જૂથબંધી સપાટી પર આવે તેવી શક્યતા હોવાથી મામલો ગૂંચવાયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ગુજરાત તરફની વધુ નજર અને વારંવારની ગુજરાત મુલાકાતોથી ભાજપના કાર્યકરો અને ટિકિટવાંછુઓ આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. બીજી બાજુ, આનંદીબેન પટેલ જૂથ પણ બેન ટિકિટ અપાવશે તેની રાહ જોઇને બેઠા છે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, 182 બેઠકોમાંથી આનંદીબેને 52 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખવાની માંગણી સીધા જ વડાપ્રધાન સમક્ષ કરી હતી.