Not Set/ પ્રેમીકાને પામવા પત્નિની હત્યા કરી લાશને ખાડામાં દાટી, મિત્રએ પણ કરી મદદ

વડોદરા, વડોદરામાં ઇન્ક્મટેક્સ ઓફિસરે તેની પત્નિની હત્યા કર્યા પછી લાશને ઘરની પાછળના બગીચામાં ખાડો ખોદીને દાટી હોવાના ચોંકાવનારા ખુલાસા બાદ નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યાં છે.ઇન્ક્મટેક્સ ઓફિસર લોકેશ કુમાર ચૌધરીએ તેની પત્નિની મુનેશની હત્યા કેમ કરી તેનું રહસ્ય ખુલ્યું છે. પોલિસ સમક્ષ લોકેશ કુમારે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે મિત્ર સાથે મળી તેની પત્ની […]

Top Stories
vdr murder1 પ્રેમીકાને પામવા પત્નિની હત્યા કરી લાશને ખાડામાં દાટી, મિત્રએ પણ કરી મદદ

વડોદરા,

વડોદરામાં ઇન્ક્મટેક્સ ઓફિસરે તેની પત્નિની હત્યા કર્યા પછી લાશને ઘરની પાછળના બગીચામાં ખાડો ખોદીને દાટી હોવાના ચોંકાવનારા ખુલાસા બાદ નવા ખુલાસાઓ પણ સામે આવી રહ્યાં છે.ઇન્ક્મટેક્સ ઓફિસર લોકેશ કુમાર ચૌધરીએ તેની પત્નિની મુનેશની હત્યા કેમ કરી તેનું રહસ્ય ખુલ્યું છે.

પોલિસ સમક્ષ લોકેશ કુમારે પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે મિત્ર સાથે મળી તેની પત્ની મુનેશનું ગળુ દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. હત્યા બાદ લાશ ઘર પાછળના બગીચામાં સાડા પાંચ ફૂટ ઉંડો ખાડો ખોદી દાટી દીધી હતી.

પોલિસ સામે કબુલાત કરતાં હત્યારા લોકેશકુમારે કહ્યું હતુ કે, મારે બીજી યુવતી સાથે પ્રેમસંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા હતાં. એટલે મારી પત્નીની હત્યાનો પ્લાન કર્યો હતો.

લોકેશ કુમારે આ હત્યા માટે તેના મિત્ર પ્રવીણન્દ્રનો સાથ માંગ્યો હતો અને આશ્ચર્યજનક રીતે તે મર્ડર પ્લાન માટે તૈયાર પણ થઇ ગયો હતો. લોકેશે ખાતર માટે ખાડો કરવો છે. તેમ જણાવીને બે મજુરો પાસે પાંચ ફુટ ઉંડો ખાડો તૈયાર કર્યો હતો.

લોકેશે 11 તારીખે પોલીસ અધિકારી બી એમ રાણાએ જણાવ્યું હતું કે, ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરી પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને વડોદરા બોલાવી હતી.

જયપુરની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી મુનેશ વડોદરામાં આવતાં જ લોકેશ અને પ્રવીન્દ્રએ મળીને તેની હત્યા કરી નાંખી હતી.મુનેશની હત્યા કરી લાશ ખાડામાં દાટી દીધી હતી.પ્રવીણન્દ્રએ ખાડામાં પાણી અને માટી નાખી લાશને દાટી દીધી હતી.

લોકેશકુમારના હરણી રોડ પર આવેલ ત્રીશા ડુપ્લેકસ જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જયપુર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, કારેલીબાગ પોલીસનો સ્ટાફ અને હરણી પોલીસનો સ્ટાફ સવારના 5 કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. લોકેશની પત્નીનો મૃતદેહ અર્ધ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.

આ મામલે હાલમાં પોલીસે લોકેશકુમારની ધરપકડ કરીને વધું તપાસ હાથ ધરી છે અને તેના મિત્રને પકડવાની તજવીજ હાથ ધરી છે.