Not Set/ જામનગરમાં વકીલની હત્યાનો મામલો,હાઇકોર્ટના વકિલો કામકાજથી દુર રહ્યાં

જામનગર ખાતે એડવોકેટ કિરીટ જોશીના અમાનવીય અને ક્રૂર હત્યાના મામલે સરકાર અને તપાસ એજન્સીઓ દબાણમાં રહ્યા વગર, નિષ્પક્ષ તપાસ અને કેસનો ઝડપી નિકાલ કરી મૃતક એડવોકેટને ન્યાય અપાવવા માટે રાજ્યના વિવિધ વકીલ સંગઠનોએ એક દિવસનો બંધ રાખવાનો  નિર્ણય લીધો છે જેના અસરના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના વકીલોએ પણ સ્વેચ્છિક રીતે એક દિવસ માટે પોતાના કામથી દૂર […]

Top Stories Gujarat
ahmedabad 1 જામનગરમાં વકીલની હત્યાનો મામલો,હાઇકોર્ટના વકિલો કામકાજથી દુર રહ્યાં

જામનગર ખાતે એડવોકેટ કિરીટ જોશીના અમાનવીય અને ક્રૂર હત્યાના મામલે સરકાર અને તપાસ એજન્સીઓ દબાણમાં રહ્યા વગર, નિષ્પક્ષ તપાસ અને કેસનો ઝડપી નિકાલ કરી મૃતક એડવોકેટને ન્યાય અપાવવા માટે રાજ્યના વિવિધ વકીલ સંગઠનોએ એક દિવસનો બંધ રાખવાનો  નિર્ણય લીધો છે જેના અસરના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટના વકીલોએ પણ સ્વેચ્છિક રીતે એક દિવસ માટે પોતાના કામથી દૂર રહી જામનગરના વકીલના મોત સામે વિરોધ પ્રદર્શિત કર્યું હતું

રાજ્યના ઘણા વકીલનો આરોપ છે મૃતક કિરીટભાઈ જામનગરમાં રાજકીય વગ ધરાવનારા વ્યક્તિના વિરોધના પક્ષકારના વકીલ તરીકે અદાલતમાં કેસ લડી રહ્યા હતા અને વારંવાર તેમના ઉપર આ કેસથી ખસી જવાનું પણ દબાણ કરવામાં આવી રહ્યું કિરીટભાઈએ કોઈના દબાણમાં આવ્યા વગર જ કેસ લડવાની બાબતે તેમની હત્યા કરવામાં આવી છે, તેવી વાતો વકીલો દ્વારા કેહવાયમાં આવી રહી છે.

વકીલ યતિન ઓઝાના જણાવ્યા મુજબ જામનગરમાં કિરીટભાઈ જોશીની હત્યા થઇ એ હત્યા કોઈ વ્યક્તિગત કારણોસર થઇ હોત તો કોઈ વકીલ મંડળોને લેવા દેવા ન હોય પણ તેઓ એક કેસમાં વકીલ તરીકે હાજર થતા હતાં અને બધાનું માનવું છે કે સામે વાળો જે પક્ષ હતો તે ખુબ જ મજબુત અને રાજકીય રીતે મજબુત વગ ધરાવનાર પક્ષ છે અને કિરીટભાઈ તેમના દબાણ આવતાં ન હતાં માટે એમની હત્યા થઇ છે.

વકીલ મંડળો એવું માને છે કે જો વકીલ પર આ પ્રકારના હુમલાઓ થાય તો કોઈ વકીલ આવા પ્રકારના કેસ લઇ જ નહિ શકે. હાઈકોર્ટના વકીલોનું એવું મંતવ્ય છે કે ભાઈચારો બતાવ માટે અને રાજ્યભરના વકીલોની માંગ છે કે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીઓ આ મામલે ગંભીર પગલાં લઈને આરોપીના ઝડપી સજા કરીને, મૃતકના પરિવારજનોને  નિષ્પક્ષ ન્યાય મળી શકે તે માટે સક્રિય થાય, સાથે જ વકીલો આ રીતની ઘટનાઓનો ભોગ બનતા જ રહેશે તો તેમના માટે વકાલત ની કામગીરી ખરેખર ખૂબ મુશ્કેલ બની છે જ્યારે ઊંઘતી સરકાર સબ સલામતીના વાયદાઓ સાથે કેટલી સફળ છે તે જનાતને પોતે જ વિચારવાનું છે.