Not Set/ જામનગર : તરૂણનું અપહરણ કરી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

કાલાવાડ તાલુકાના નિકાવા વિસ્તારમાં રહેતા એક પંદર વર્ષીય તરૂણનું રિક્ષામાં બેસાડી અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય આચર્યાની તેમજ અન્ય બે શખ્સે ધાક ધમકી આપ્યાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે. એક શ્રમજીવી પરિવારનો પંદર વર્ષનો તરૂણ વયનો પુત્ર ઘર પાસે રમતો હતો. એ દરમિયાન એ જ ગામમાં રહેતા પાંચેક શખ્સો ત્યાં […]

Top Stories Gujarat Others
CFCA11 જામનગર : તરૂણનું અપહરણ કરી આચર્યું સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય

કાલાવાડ તાલુકાના નિકાવા વિસ્તારમાં રહેતા એક પંદર વર્ષીય તરૂણનું રિક્ષામાં બેસાડી અપહરણ કરી જુદા જુદા સ્થળે લઇ જઇ ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય આચર્યાની તેમજ અન્ય બે શખ્સે ધાક ધમકી આપ્યાની ઘટના બહાર આવતા ચકચાર મચી ગઈ છે.

એક શ્રમજીવી પરિવારનો પંદર વર્ષનો તરૂણ વયનો પુત્ર ઘર પાસે રમતો હતો. એ દરમિયાન એ જ ગામમાં રહેતા પાંચેક શખ્સો ત્યાં આવી લલચાવી ફોસલાવીને ઓટો રિક્ષામાં બેસાડીને તેનુ અપહરણ કરી લઇ ગયા હતા.

ત્યારબાદ તરૂણને અવાવરૂ સ્થળે લઇ જઇ તેની સાથે ત્રણ શખ્સોએ સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર તરૂણને ઘર નજીક રિક્ષામાંથી ઉતારીને અન્ય બે શખ્સોએ કોઇને જાણ કરીશ તો મારી નાખીશુ એવી ધમકી ઉચ્ચારીને પાંચેય શખ્સો નાસી છૂંટ્યા હતા.

પોલીસે ભોગ બનનાર તરૂણના મેડિકલ પરીક્ષણ સાથે પાંચેય આરોપીઓને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.