બંગાળ જંગનાં બ્યુગુલ ફૂકાઇ ચૂક્યા છે, જો કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને હજુ થોડા મહિના બાકી છે. બંગાળમાં વિધાનસભાની ગત ચૂંટણી કરતા ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં એક મોટી શક્તિ તરીકે ઉભરી રહ્યું છે. બંગાળમાં મમતા બેનર્જીના કિલ્લાને તોડી પાડવામાં ભાજપ દ્વઢ નિશ્ચયી અને આગળ છે, ત્યારે મુખ્યમંત્રી મમતા ફરી એક વાર જીતનો દાવો કરી રહ્યા છે. જોકે, ચૂંટણી પહેલા જ મમતા બેનર્જીને બંગાળમાં બિહારવાળી થવાનો મોટો ભય સતાવી રહ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જેવો ડર ફેલાવવાનો આહીં પણ શરૂ થઇ ગયો છે. ખરેખર, મમતા બેનર્જીએ ભાજપ અને એઆઈએમઆઈએમ ચીફ કમ હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પર આકરા આરોપ લગાવ્યા છે. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ એઆઈએમઆઈએમને પૈસા આપીને લઘુમતી મતોનું ધ્રૃવીકરણ કરી રહ્યું છે.
POLITICAL / ભાજપને તેની ‘બી’ ટીમે વધુ મજબુત બનાવ્યા
બંગાળના જલપાઇગુડીમાં આયોજિત એક જાહેર સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે, “તેઓએ (બીજેપી) લઘુમતીઓના મતોને વિભાજીત કરવા હૈદરાબાદ (એઆઈએમઆઈએમ) ની એક પાર્ટી પર પકડ મેળવી છે.” ભાજપ તેમને પૈસા આપે છે અને તેઓ મતોનું ધ્રૃવીકરણ કરવાનું કામ કરે છે. બિહારની ચૂંટણીમાં પણ આ જોવામાં આવ્યું છે.” વધુમાં મમતા બેનર્જીએ ભાજપને સૌથી મોટો ચોર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ કરતા મોટો ચોર કોઈ નથી. તેઓ ચંબલના ડાકુ છે. તેમણે 2014, 2016 અને 2019 ની ચૂંટણીમાં કહ્યું હતું કે, સાત ચા બગીચા ફરીથી ખોલવામાં આવશે અને કેન્દ્ર સરકાર તેમની પાસેથી કાર્યભાર સંભાળશે. તેઓ હવે નોકરીઓનું વચન આપી રહ્યા છે. તેઓ છેતરપિંડી કરી રહ્યા છે.”
ઓવૈસીએ બિહારમાં મહાગઠબંધનની ‘રમત’ બગાડી
હકીકતમાં, બિહારની ચૂંટણી મામલે મમતા બેનર્જીએ નિર્દેશ કર્યુ છે, ઓવૈસીની પાર્ટીએ મહાગઠબંધનની રમત બગાડી હોવાની વાત મમતાજીએ જાહેરમાં કરી. એઆઈઆઈઆઈએમ દ્વારા સીમાંચલ ક્ષેત્રમાં મહાગઠબંધનના ઉમેદવારોને મોટો ઝટકો લાગ્યો. પાર્ટીએ સીમાંચલ પ્રદેશની 16 બેઠકો માટે ઉમેદવારો ઉભા કર્યા હતા. તેમાંથી તેણે પાંચ બેઠકો જીતી હતી. પાર્ટીએ અમૌર, કોચાધામ, જોકીહાટ, બાયસી અને બહાદુરગંજ બેઠકો જીતી હતી. આ સિવાય કોસી અને મિથિલાની ઘણી બેઠકો પર પણ અસર થઈ હતી. ઓવૈસીની પાર્ટીને કારણે જ મહાગઠબંધનને ઘણી બેઠકો ગુમાવી પડી હતી.
એ.આઈ.એમ.આઈ.એમ. ચૂંટણીઓ માટે સજ્જડ
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા જ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ તેની પકડ વધુ કડક કરી દીધી હતી. પાર્ટીએ રાજ્યમાં તેની ચૂંટણી મશીનરી મૂકવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના પ્રવક્તા અને બંગાળ પાર્ટીના કન્વીનર અસીમ વકારે તાજેતરમાં કહ્યું હતું કે, ઓવૈસી ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળ પહોંચશે. અમે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાના છીએ. પક્ષની રાજ્ય ચૂંટણી સમિતિની રચના ટૂંક સમયમાં કરવામાં આવશે. ઓવૈસી નજીકનાં ભવિષ્યમાં જ બંગાળ પ્રવાસ અને પાર્ટી બંગાળમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની પાર્ટીની ચૂંટણી સમિતિની જાહેરાત કરશે.
બંગાળમાં 27 ટકા મુસ્લિમ વસ્તી
પશ્ચિમ બંગાળમાં લઘુમતી મતો મોટી સંખ્યામાં છે. આ મતો કોઈપણ ચૂંટણીનો ટ્રેન્ડ ફેરવવામાં સફળ થઈ શકે છે. ભાજપના સંગઠન અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરના આઇ-પેક દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોની સંખ્યા 27.01 ટકા છે અને રાજ્યના 294 વિધાનસભા મતદારક્ષેત્રોમાંથી 120 નોંધપાત્ર ભૂમિકા છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં લઘુમતી વસ્તી મોટી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…