Not Set/ જસદણ પેટા ચૂંટણી : બાહુબલી બાવળીયા સામે કોંગ્રેસ આ પાંચમાંથી કોઈ એકને મેદાનમાં ઉતારશે

જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસમાંથી પાંચ નામો બહાર આવ્યા છે. જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. આ પાંચેય વ્યક્તિઓની કોંગ્રેસ સેન્સ લેશે. હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે […]

Top Stories Gujarat Others
bavalia 759 જસદણ પેટા ચૂંટણી : બાહુબલી બાવળીયા સામે કોંગ્રેસ આ પાંચમાંથી કોઈ એકને મેદાનમાં ઉતારશે

જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર કુંવરજીભાઇ બાવળિયા સામે કોંગ્રેસમાંથી પાંચ નામો બહાર આવ્યા છે. જેમાંથી કોઇ એક બાવળિયા સામે ચૂંટણી લડશે. આ પાંચેય વ્યક્તિઓની કોંગ્રેસ સેન્સ લેશે.

હાલ કોંગ્રેસમાં આ પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસ દ્વારા સેન્સની પ્રક્રિયા બાદ નામ જાહેર કરવામાં આવશે. ભાજપમાંથી કુંવરજીભાઈ બાવાળીયા સામે આ પાંચમાંથી કોઇ પણ એક વ્યક્તિ થઈ શકે છે ઉમેદવાર.

  1. ધીરુભાઈ શીંગાળા– લેઉવા પાટીદાર ઉમેદવાર, ઉદ્યોગપતી અને લેઉવા પટેલ સમાજમાં સારી નામના
  2. વિનુભાઈ ધડુક – જિલ્લા પંચાયત સદસ્ય અને લેઉવા પાટીદાર સમાજમાં અગ્રણી
  3. ભોળાભાઈ ગોહેલ – પૂર્વ ધારાસભ્ય જસદણ કોંગ્રેસ, કોળી સમાજના અગ્રણી, અગાઉ રાજ્યસભા વખતે ભાજપને મત આપ્યો હતો, બાદમાં કુંવરજીભાઈ ભાજપમાં જોડાતા તેઓ કોંગ્રેસના ફરી સક્રિય થયા
  4. ભીખાભાઇ બાંભણીયા – પૂર્વ ધારાસભ્ય જસદણ, પૂર્વ ચેરમેન રાજકોટ ડેરી, લેઉવા પાટીદાર અગ્રણી
  5. અવસરભાઈ નાકીયા– પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ, કોળી સમાજના અગ્રણી, ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય પણ છે.