Not Set/ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમ પાસે અકસ્માતમાં પત્રકાર-સ્કોરર તુષાર ત્રિવેદી સહિત ત્રણને ઈજા

અમદાવાદ: રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ નજીક ટાટા સુમો અને બોલેરો પિકઅપ વાન અથડાતાં પત્રકાર અને સ્કોરર એવા તુષાર ત્રિવેદી સહીત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે ભારત અને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં સત્તાવાર સ્કોરર તરીકે પત્રકાર તુષાર […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Trending Sports
Journalist and Scorer Tushar Trivedi and two other have been injured near Khandheri Stadium at Rajkot

અમદાવાદ: રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ નજીક ટાટા સુમો અને બોલેરો પિકઅપ વાન અથડાતાં પત્રકાર અને સ્કોરર એવા તુષાર ત્રિવેદી સહીત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે ભારત અને પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં સત્તાવાર સ્કોરર તરીકે પત્રકાર તુષાર ત્રિવેદી અને દેશરાજ રણજીત ચૌહાણ કામગીરી સોંપવામાં આવેલી છે. જેના અંતર્ગત આજે સવારે મેચ શરુ થાય તે અગાઉ તુષાર ત્રિવેદી અને દેશરાજ રણજીત ચૌહાણ ટાટા સુમો કારમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ જઈ રહ્યા હતા.

Journalist and Scorer Tushar Trivedi and two other have been injured near Khandheri Stadium at Rajkot
mantavyanews.com

આ સમયે ખંઢેરી સ્ટેડિયમ નજીક સામેથી આવી રહેલી બોલેરો પિકઅપ વાન સાથે તેમની ટાટા સુમો કાર અથડાઈ હતી. જેના કારણે ટાટા સુમો કાર પલટી ખાઈ ગઈ હતી. જયારે બોલેરો પિકઅપ વાન રોડની નીચે ઉતરી ગઈ હતી.

Journalist and Scorer Tushar Trivedi and two other have been injured near Khandheri Stadium at Rajkot
mantavyanews.com

આ અકસ્માતમાં તુષાર ત્રિવેદી, દેશરાજ ચૌહાણ તેમજ સુમોના ડ્રાઈવરને  ઈજાઓ પહોંચી હતી. જેના અંતર્ગત તેઓને સારવાર અર્થે રાજકોટની ખાનગી ગોકુલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ અંગે તુષાર ત્રિવેદીના ફોન ઉપર વાત કરતા તેમના સિસ્ટર ઇન-લોએ જણાવ્યું હતું કે, તુષારભાઈને ખભાના ભાગે ત્રણ ફ્રેકચર થયા છે. જયારે દેશરાજ ચૌહાણ અને ડ્રાઈવરને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તુષાર ત્રિવેદી સિનિયર સ્પોર્ટ્સ પત્રકાર છે. પત્રકારની સાથોસાથ તેઓ ક્રિકેટના સત્તાવાર સ્કોરર તરીકે પણ વર્ષોથી કાર્યરત છે.