Not Set/ જૂનાગઢ: ગૌશાળામાંથી 500થી વધુ ગાયો થઇ ગુમ, ગૌપ્રેમીઓ રોષે ભરાયા

જૂનાગઢ, જૂનાગઢ મહાનગર પાલિકામા ગાયોના નામે ભ્રષ્ટચાર થયો હોવાંની વિગતો બહાર આવતાં ગૌપ્રેમી સહીત લોકોમા રોષ વ્યાપો છે. મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં 500 થી વધુ ગાયો ગુમ થઇ હતી. જાહેર રસ્તા ઉપર રખડતી-ભટકતી ગાયોને પકડી મહાનગર પાલિકાની પશુ શાખા અલગ અલગ પાંજરાપોળ-ગૌ શાળામાં મોકલી આપે છે અને એક પશુના નિભાવ માટે ત્રણ હજારની રકમ પણ […]

Gujarat
rjt 2 જૂનાગઢ: ગૌશાળામાંથી 500થી વધુ ગાયો થઇ ગુમ, ગૌપ્રેમીઓ રોષે ભરાયા

જૂનાગઢ,

જૂનાગઢ મહાનગર પાલિકામા ગાયોના નામે ભ્રષ્ટચાર થયો હોવાંની વિગતો બહાર આવતાં ગૌપ્રેમી સહીત લોકોમા રોષ વ્યાપો છે. મહાનગર પાલિકા સંચાલિત ગૌશાળામાં 500 થી વધુ ગાયો ગુમ થઇ હતી. જાહેર રસ્તા ઉપર રખડતી-ભટકતી ગાયોને પકડી મહાનગર પાલિકાની પશુ શાખા અલગ અલગ પાંજરાપોળ-ગૌ શાળામાં મોકલી આપે છે અને એક પશુના નિભાવ માટે ત્રણ હજારની રકમ પણ ફાળવે છે.

મળતી વિગત મુજબ છેલ્લા એક વર્ષમાં રામાપીર ગૌશાળાને તંત્રએ 700 ગાયો આપી હતી. પરંતું તાજેતરમા કેટલાંક ગૌ પ્રેમીઓએ ગૌશાળામાં જઈ ગાયોની ગણતરી કરતાં પાંચસો ગાયો ઓછી હોવાનું માલુમ પડતાં ગૌ પ્રેમીઓ ચોકી ઉઠ્યા હતાં. ગૌ શાળાના સંચાલકોએ કેટલીક ગાયો પશુ પાલકોને નિભાવ માટે આપી હોવાંનો અને 400 જેટલી ગાયો મૃત્યુ પામી હોવાંનું જણાવતા કથિત ભ્રષ્ટાચાર થયી હોવાંની સંભાવના વ્યકત થઈ રહી છે.

કારણકે આ ગાયોનાં નિભાવ માટે મ.ન.પા.એ એક વર્ષમાં એક કરોડ રૂપિયા આપ્યાં છે અને આટલી બધી ગાયોનાં એકસાથે મૃત્યુ થાય તેં વાત કોઈને ગળે ઉતરતી નથી. મહાનગર પાલિકાનાં જવાબદાર અધિકારી ડો.રાહુલ વાણીયા એ અત્યારે તો સંચાલકોને નોટિસ આપી સરકારી કામગીરી પુર્ણ કરી છે. આ મામલે તપાસ થાય તેવી સ્થાનિકોની માંગ છે.