Not Set/ દંગલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવનાર ઝાયરાએ પોતાના ડિપ્રેશન વિશે જણાવ્યું

મુંબઈ એક્ટ્રેસ ઝાયરા વસીમ  કે જેણે ફિલ્મ દંગલ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. તે હવે પોતાના ડિપ્રેશનની મુશ્કેલીના કારણે તેને એક પોસ્ટ શેર  કરી છે  અને તેના કરને હાલ ચર્ચામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે 17 વર્ષની દંગલ ગર્લ તેના ઇન્સટાગ્રામ તેના જીવનની મુશ્કેલ વાત શેર કરી છે અને જણાવ્યું કે ડિપ્રેશનના દિવસોમાં […]

Entertainment
mahu66 દંગલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મેળવનાર ઝાયરાએ પોતાના ડિપ્રેશન વિશે જણાવ્યું

મુંબઈ

એક્ટ્રેસ ઝાયરા વસીમ  કે જેણે ફિલ્મ દંગલ માટે નેશનલ એવોર્ડ મેળવ્યો છે. તે હવે પોતાના ડિપ્રેશનની મુશ્કેલીના કારણે તેને એક પોસ્ટ શેર  કરી છે  અને તેના કરને હાલ ચર્ચામાં આવી રહી છે.

આપને જણાવી દઈએ કે 17 વર્ષની દંગલ ગર્લ તેના ઇન્સટાગ્રામ તેના જીવનની મુશ્કેલ વાત શેર કરી છે અને જણાવ્યું કે ડિપ્રેશનના દિવસોમાં તેને આત્મહત્યા કરવાની ઈચ્છા થતી હતી. ઝાયરા તેના વિશે જણાવતા લખ્યું કે તેની સમાજમાં ડિપ્રેશનને ખોટી માન્યતાઓને કારણે તે હંમેશાં ડીપ્રેશનની વાત કરવાથી અચકાતી હતી. સાથે સાથે એ પણ લખ્યું કે લોકો મને કહેતા હતા કે ડિપ્રેશનની મુશ્કેલી માટે ‘હું ઘણી નાની છું’

ઝાયરાએ તેમની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે તે મુશ્કેલ દિવસોમાં તેના જીવનમાં દરેક રીતે તેને પ્રભાવિત કરી હતી અને તે દિવસોમાં ઝાયરા પોતાના  દિમાગને કંટ્રોલ કરી શકતી ન હતી અને તે દિવસોમાં તે દરરોજ પાંચ એંટી ડિપ્રેશનની ટેબલેટ્સ ખાતી,અડધી રાતે એટક આવે એટલે હોસ્પિતલ જવાનું, દરેક સમયે નિરંતર લાગણી, ક્યારેક જરૂર કરતાં વધારે ખોરાક તો ક્યારેક ભુખ રહેવું, શરીરમાં દુઃખ, આત્મહત્યાનાં વિચારો ” આ બધી વાત તેના ડિપ્રેશનના દિવસોમાં સામાન્ય બાબત હતી”.

ઝાયરાએ પોતાના પહેલા એટક યાદ કરતા જણાવ્યું કે પહેલો એટક મને 12 વર્ષની ઉંમરે આવ્યો હતો. મને અસંખ્ય પૅનિક હુમલો આવતા હતા અને તેના કારણે અસંખ્ય દવાઓ લેવી પડતી હતી અને હજુ પણ હું આ દવાઓ ખાવ છું. ઝાયરાને આ વાત પર વિશ્વાસ જ નથી થતો કે 350 મિલીયન લોકોની ઉમર અને મરજી વગર ડિપ્રેશન તેઓને પોતાની જપેટમાં લઇ લે છે.

હવે ઝાયરાએ ડીપ્રેશન નામની આ ખતરનાક સમસ્યા વિશે પોતાના અનુભવને શેર કરવાનો નિર્ણય કર્યો છે અને આ બાબત પર ઝાયરાને કોઈ ખચકાટ, કોઈ શર્મ કે ભય નથી. આ પહેલાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણએ પણ પોતાના ડીપ્રેશન વિશે બધાને ખુલ્લાસો કર્યો હતો અને આ સૌથી ગંભીર સમસ્યા પર વાત કરવાની સલાહ પણ આપવા માટે કહ્યું હતું..

Instagram will load in the frontend.