Not Set/ ઓડ હત્યાકાંડનો હાઈકોર્ટે આપ્યો ચુકાદો, 14 દોષિતોની આજીવન કેદની સજા યથાવત, 3 આરોપીઓને નિર્દોષ છોડ્યા

ગોધરાકાંડ બાદ આણંદ જિલ્લાના ઓડ ગામે થયેલાં તોફાનમાં ૨૩ જેટલી વ્યક્તિને જીવતી ભૂંજી દેવાના કેસમાં હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 18 પૈકી 14 દોષિતોને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. દિલીપ, પુનમ અને નટુ નામના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આજીવન કેદની સજા પામેલા ત્રણ આરોપીની […]

Top Stories Gujarat
High Court's order to recover Rs 3.5 lakh from the sub-registrar

ગોધરાકાંડ બાદ આણંદ જિલ્લાના ઓડ ગામે થયેલાં તોફાનમાં ૨૩ જેટલી વ્યક્તિને જીવતી ભૂંજી દેવાના કેસમાં હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 18 પૈકી 14 દોષિતોને નીચલી કોર્ટે ફટકારેલી સજા યથાવત રાખી છે. જ્યારે 3 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા છે. દિલીપ, પુનમ અને નટુ નામના આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

આજીવન કેદની સજા પામેલા ત્રણ આરોપીની સજા કોર્ટે રદ કરી તેમને નિર્દોષ જાહેર કર્યા છે. આજીવન કેદની સજા થયેલ હરીષ પટેલ નામના વ્યક્તિનું મોત થયું છે. જયારે 5 લૂને મળેલી સાત-સાત વર્ષની સજામાં પણ કોઈ વધારો કરાયો ન હોતો.

મહત્વનું છે કે ગોધરાકાંડ બાદ ઓડ ગામમાં પણ તોફાનો થયા હતા. જેમાં 23 જેટલા વ્યક્તિઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ વિશેષ કોર્ટે 23 પૈકી 18 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી.. જ્યારે 5ને સાત વર્ષની સજા કરવામાં આવી હતી..

પાંચ વ્યક્તિઓને નીચલી કોર્ટ દ્વારા સાત-સાત વર્ષની મળેલી સજા પૂરી થઇ ગઈ હોવાથી કોર્ટે પાંચેય આરોપીઓને મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. દોષિતોને વધુ સજા મળે તે માટે આ કેસના પીડીતોએ હાઈકોર્ટમાં માગ કરી હતી. જો કે હાઈકોર્ટે તેમની માગ ફગાવી દીધી છે.