Not Set/ ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત માટે સિંગાપુર જ કેમ કરાયું પસંદ, આ છે મુખ્ય કારણ

સિંગાપુર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાતને લઇ છેલ્લા કેટલાક સમયથી સંશય બન્યો હતો. આ બહુપ્રતીક્ષિત મુલાકાતને લઇ જુદા-જુદા સમીકરણો સામે આવી રહ્યા હતા તેમજ કેટલાક ધમકી ભર્યા નિવેદનો પણ સામે આવ્યા હતા. ત્યારે આ મુલાકાતને લઇ જોવા મળતા સસ્પેન્સનો અંત આવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર […]

World
dfff 1 ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત માટે સિંગાપુર જ કેમ કરાયું પસંદ, આ છે મુખ્ય કારણ

સિંગાપુર,

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાતને લઇ છેલ્લા કેટલાક સમયથી સંશય બન્યો હતો. આ બહુપ્રતીક્ષિત મુલાકાતને લઇ જુદા-જુદા સમીકરણો સામે આવી રહ્યા હતા તેમજ કેટલાક ધમકી ભર્યા નિવેદનો પણ સામે આવ્યા હતા. ત્યારે આ મુલાકાતને લઇ જોવા મળતા સસ્પેન્સનો અંત આવ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગની મુલાકાત માટે હવે ૧૨ જૂનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને આ માટે સિંગાપુરનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતે આ મુલાકાતની તારીખ અને સ્થળ અંગે માહિતી આપી હતી.

પરંતુ દુનિયાના સૌથી તાકાતવર દેશના રાષ્ટ્રપતિ અને તાનાશાહ કિમ જોંગ ઉનની મુલાકાત માટે સિંગાપુરની જ કેમ પસંદગી કરવામાં આવી એ અંગે ઘણા સવાલો સામે આવી રહ્યા છે.

સિંગાપુરની જ પસંદગી પાછળ આ છે મુખ્ય કારણો :

અમેરિકા અને ઉત્તર કોરિયાના સિંગાપુર સાથે છે સારા સંબંધો

આ પહેલા ભૂતકાળમાં પણ સિંગાપુર કેટલીક હાઈ પ્રોફાઇલ રાજનૈતિક મુલાકાતો માટેનું કેન્દ્ર રહ્યું છે. બીજી બાજુ અમેરિકા અને સિંગાપુર વચ્ચે પણ સારા સંબંધો છે. પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશના કાર્યકાળ દરમિયાન અમેરિકા અને સિંગાપુર વચ્ચે ફ્રી વેપાર અંગેના કરાર થયા હતા.

ત્યારબાદ ૨૦૧૨માં ઓબામા પ્રશાસનને સિંગાપુરને સ્ટ્રેટેજિક પાર્ટનરના રૂપમાં પણ સ્વીકાર કર્યું હતું, તેમજ કેટલાક સુરક્ષા અંગેના કરારો પણ થયા છે.

સિંગાપુર અને નોર્થ કોરિયા સાથે પણ છે રાજનૈતિક સંબંધો

જયારે સિંગાપુર અને ઉત્તર કોરિયા સાથે પણ રાજનૈતિક સંબંધો છે. બંને દેશો વચ્ચે ૧૯૭૫માં રાજકીય સંબંધોની શરુઆત થઇ હતી. સિંગાપુરમાં નોર્થ કોરિયાનું દૂતાવાસ પણ આવેલું છે.

જો કે ત્યારબાદ નવેમ્બર, ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને વધુ કડક બનાવ્યા બાદ સિંગાપુર દ્વારા ઉત્તર કોરિયા સાથેના તમામ વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા હતા પરંતુ હાલના સમયમાં બંને દેશો વચ્ચેના પરસ્પર સ્તિથિ સામાન્ય છે.

સિંગાપુર છે એક ન્યુટ્રલ જગ્યા

અમેરિકાના વિદેશ સચિવ માઈક પોમ્પિયો અને વ્હાઈટ હાઉસના ચીફ ઓફ ટાઉન સ્ટોફ જોન કેલીએ સિંગાપુરને જ મુલાકાત માટે સૌથી ન્યુટ્રલ જગ્યા માટે પસંદગી કરી હતી, જેનું મુખ્ય કારણ છે એક ન્યુટ્રલ દેશમાં બંને નેતાઓની મુલાકાત કરાવવાનો હતો.

બીજી બાજુ સિંગાપુરને માત્ર કોઈ જગ્યાને લઈને નહિ પણ વિચારધારા અને ભૂગોળની દ્રષ્ટિએ અમેરિકા માટે સૌથી સુખદ જગ્યા માનવામાં આવે છે. સિંગાપુરમાં તાજેતરમાં પીપુલ્સ એક્શન પાર્ટીની સરકાર છે, જેનું કલ્પનાશીલ વિચારધારા સેન્ટ્રલથી રાઈટ માનવામાં આવે છે. નોધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતે રાઈટ વિંગ પોલિટિક્સ કરે છે.