Not Set/ હવે પાકિસ્તાનમાં પણ ટ્રિપલ તલાકને શિક્ષાત્મક અપરાધ બનાવવાની માંગ

પાકિસ્તાનની ઇસ્લામિક સલાહકાર સમિતિએ સરકારને કહ્યું છે કે ટ્રિપલ તલાક અથવા ત્વરિત છૂટાછેડાની પ્રથાને પાકિસ્તાનમાં શિક્ષાત્મક અપરાધ માનવો જોઇએ અને કડક કાયદા લાગુ કરવા જોઇયે. ભારતમાં ત્રિપલ તલાકની પ્રથાને શિક્ષાત્મક ગુનો બનાવ્યાના થોડા અઠવાડિયા બાદ હવે પાકિસ્તાનમાં પણ તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ભારતમાં નવા કાયદા હેઠળ તલાક-એ-બિદત ગેરકાયદેસર છે અને પોલીસ વોરંટ વિના […]

Top Stories World
triple talaq 1 હવે પાકિસ્તાનમાં પણ ટ્રિપલ તલાકને શિક્ષાત્મક અપરાધ બનાવવાની માંગ

પાકિસ્તાનની ઇસ્લામિક સલાહકાર સમિતિએ સરકારને કહ્યું છે કે ટ્રિપલ તલાક અથવા ત્વરિત છૂટાછેડાની પ્રથાને પાકિસ્તાનમાં શિક્ષાત્મક અપરાધ માનવો જોઇએ અને કડક કાયદા લાગુ કરવા જોઇયે. ભારતમાં ત્રિપલ તલાકની પ્રથાને શિક્ષાત્મક ગુનો બનાવ્યાના થોડા અઠવાડિયા બાદ હવે પાકિસ્તાનમાં પણ તેની સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

ભારતમાં નવા કાયદા હેઠળ તલાક-એ-બિદત ગેરકાયદેસર છે અને પોલીસ વોરંટ વિના તરત જ ત્રિપાલ તલાક આપનાર ની ધરપકડ કરી શકે છે.  આ અંતર્ગત ત્રણ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ ફક્ત ત્યારે જ લાગુ પડીશકે છે કે જ્યારે સ્ત્રી પોતે જ ફરિયાદ કરે અથવા તેના સંબંધી.

પાકિસ્તાનની કાઉન્સિલ ઓફ ઇસ્લામિક આઇડિયોલોજીએ ભલામણ કરી છે કે ઇસ્લામિક રાષ્ટ્રમાં ટ્રિપલ તલાકને શિક્ષાપાત્ર ગુનો માનવો જોઇએ. સમિતિએ કહ્યું કે ઇસ્લામમાં છૂટાછેડા લેવાની ઘણી રીતો છે. જેમાં એહસાન, હસન અને તલાક-એ-બિદત (ત્રણ છૂટાછેડા) નો સમાવેશ થાય છે. ફેવર અને હસનથી પાછા ફરી શકાય છે પરંતુ,  તલાક-એ-બિદતથી પાછા ફરવાની કોઈ જ શક્યતા હોતી નથી.

એટલે કે, એકવાર પતિ પત્નીને ત્રણ વાર તલાક બોલે છે, તો તે તેનાથી વિરુદ્ધ થઈ શકતો નથી. તેથી, રાષ્ટ્રીય વિધાનસભા સંસદનું નીચલું ગૃહ આ કાર્યવાહીને શિક્ષાપાત્ર ગુનો બનાવવા કાયદો બનાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.