ગાંધીનગર/ ભાજપના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાએ મચાવ્યો કોહરામ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્ય સરકાર સતત કોરોના સામે લડવા પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે રાજકીય વર્તુળમાં પણ કોરોનાએ કોહરામ મચાવ્યો છે.

Top Stories Gujarat
વ૨ 38 ભાજપના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાએ મચાવ્યો કોહરામ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્ય સરકાર સતત કોરોના સામે લડવા પ્રયાસ હાથ ધરી રહી છે. ત્યારે રાજકીય વર્તુળમાં પણ કોરોનાએ કોહરામ મચાવ્યો છે. ત્યારે રાજ્યના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાનો કહેર મચાવવાનું શરુ કર્યું છે. મહેસુલ મંત્રી કૌશિક પટેલ સહીત મોટાભાગના નેતાઓની ચેમ્બરનો સ્ટાફ મોટી સંખ્યામાં કોરોના સંક્રમીતો મળી આવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલની ચેમ્બરમાં તેમના જ સ્ટાફમાંથી કુલ 6 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

જેમાં પી.એસ. હારેજા.

એપીએસ એચ. પી. પટેલ,

પીએ પટેલ

નાયબ કલેકટર વિમલ પટેલ

ઓપરેટર ધીરૂભા ઝાલા

એક સેવક છગનભાઈ પોઝીટીવ મળી આવ્યા છે.

કુલ મળીને મંત્રીઓના કાર્યાલયમાં અત્યાર સુધીમાં 33 થી વધુ કર્મચારી અધિકારી કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં આજે 11 કર્મચારી, જયારે કૃષિમંત્રી આરસી ફળદુ કાર્યાલયમાં અત્યાર સુધી 8 કર્મચારી, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની કાર્યાલયમાં અત્યાર સુધી ૮ કર્મચારી, જયારે આરોગ્ય મંત્રી નીતિન પટેલ ના કાર્યાલયમાં અત્યાર સુધી 2 કર્મચારી, અને મંત્રી દિલીપ ઠાકોરના કાર્યાલયમાં કુલ 2અને મંત્રી ઇશ્વર પરમારના કાર્યાલયમાં 4 પોઝીટીવ , તો શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના કાર્યાલયમાં અત્યાર સુધી ૩ પોઝીટીવ કર્મચારીઓ મળી આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજુની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કોહરામ મચાવ્યો છે. અને મોટી સંખ્યામાં રાજકીય નેતા અને ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સહીત ભાજપના જ મંત્રી મંત્રી સૌરભ પટેલ,  ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ બાદ હવે શ્રમ રોજગાર મંત્રી દિલીપ ઠાકોર પણ કોરોના સંક્રમિત બન્યા છે. તો ભાજપના જ મંત્રી ગણપત વસાવા અને તેમના પત્ની પણ કોરોના સંક્રમિત બન્યા છે. તો સાથે ભાજપના જ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીને કોરોના પોઝીટીવ આવ્યો છે. ભરતસિંહ ડાભીએ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. જયારે ગાંધીનગર મનપા વોર્ડ ન. 10 ના ભાજપના ઉમેદવાર પણ પોઝિટિવ આવ્યા છે. પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ 10 નંબરના  વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

100 કરોડની વસૂલાતનો આરોપ / મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું

સુરત: કોરોના સંક્રમણ વધતા ઓક્સિજનની ભારે અછત

મંત્રી આર સી ફળદુ ના ડ્રાઇવર અને તેમની સાથે રહેનાર અંગત પીએ અને  ઓફિસ ના ટાઇપીસ્ટ પણ કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. વિધાનસભા સત્ર દરમિયાન એક જ દિવસમાં ૯ જેટલા ધારાસભ્યો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. અને ત્યાર બાદ આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તો અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.