Not Set/ પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે નીકાળી વિદ્યાર્થીઓએ રેલી

ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થનારા પક્ષીઓ માટે રાજ્ય સરકારે ખાસ કરુણા અભિયાન શરુ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ સહિત જૂનાગઢ, મહેસાણા અને સુરતમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પક્ષી બચાવવા માટે રાજ્ય સરકારે આજથી દસ દિવસ સુધી રાજ્ય વ્યાપી […]

Gujarat
ptng પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે નીકાળી વિદ્યાર્થીઓએ રેલી

ઉત્તરાયણ દરમ્યાન પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થનારા પક્ષીઓ માટે રાજ્ય સરકારે ખાસ કરુણા અભિયાન શરુ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા પતંગ ચગાવવા માટે ચાઇનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ છે. ત્યારે તંત્ર દ્વારા તાજેતરમાં અમદાવાદ સહિત જૂનાગઢ, મહેસાણા અને સુરતમાંથી ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. પક્ષી બચાવવા માટે રાજ્ય સરકારે આજથી દસ દિવસ સુધી રાજ્ય વ્યાપી કરુણા અભિયાન ચાલુ કરેલ છે.

જેમાં ઉતરાયણના તહેવારના દિવસોમાં પક્ષીઓને પતંગના દોરાથી બચાવવા માટે લોક જાગૃતિ
અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા ખેડબ્રહ્મા શહેરમાં વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી હતી.

ptng2 પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે નીકાળી વિદ્યાર્થીઓએ રેલી

10 તારીખથી લઈને તા.૨૦ જાન્યુઆરી સુધી પક્ષીઓની સુરક્ષા જળવાય તે માટે ખેડબ્રહ્મા તાલુકા રેંજ ફોરેસ્ટ ફોરેસ્ટ કચેરી દ્વારા ખેડબ્રહ્મા શહેરની હાઇસ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢીને આમ જનતાને જાગૃત કરવા
પ્રયાસ કરાયો હતો.

ptng3 પતંગની દોરીથી પક્ષીઓને બચાવવા માટે નીકાળી વિદ્યાર્થીઓએ રેલી

ઉતરાયણના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવાના પાકા દોરાથી પક્ષીઓને થતું નુકશાન અટકાવવા માટે શું કાળજી રાખવી જોઈએ. રેંજ ફોરેસ્ટ અધિકારી વનરાજસિંહ આર. ચૌહાણે વધુમાં જણાવ્યુ હતું કે ઘાયલ પક્ષીઓની સારવાર કરવા માટે ફોરેસ્ટ વિભાગ ઉપરાંત જીવદયા ટ્રસ્ટ પણ આ કામગીરીમાં સામેલ  થશે. આ રેલીમાં શેઠ કે.ટી.હાઇસ્કુલ,શારદા વિદ્યા મંદિર તથા ફોરેસ્ટ કર્મીઓ જોડાયા હતા. ઉત્તરાયણ દરમ્યાન મકરસંક્રાતિ અગાઉ અને ત્યારબાદ પણ પતંગની દોરીને કારણે સેંકડો પક્ષી દોરીમાં ફસાઈને ઈજાગ્રસ્ત થાય છે અને અનેક પક્ષી જીવ ગુમાવે છે.