રાજકોટ/ બેસ્ટ સિટીઝન લીડ ઈનિસેટીવ કેટેગરીમાં રાજકોટને પ્રથમ સ્થાન મળ્યું

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર અમિત અરોરા દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્ર્વીનભાઈ પાંભર, ના. મ્યુનિ. કમિશનર એ.આર. સિંઘ તથા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર દ્વારા સ્વીકારવામાં આવેલ હતો

Gujarat
Untitled 291 બેસ્ટ સિટીઝન લીડ ઈનિસેટીવ કેટેગરીમાં રાજકોટને પ્રથમ સ્થાન મળ્યું

સ્વચ્છ સર્વેક્ષણ 2021 અંતર્ગત સમગ્ર દેશના જુદા જુદા મહાનગરો તેમજ શહેરો વચ્ચે સ્વચ્છતા બાબતે સ્પર્ધા યોજવામાં આવી હતી. નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીની અધ્યક્ષતાએ મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાંથી કુલ 4320 શહેરોમાંથી રાજકોટ શહેરનો 11મો ક્રમ આવ્યો હતો.

આ પણ વાંચો :Bollywood / શિલ્પા શેટ્ટીએ પોતાની એનિવર્સરી પર શેર કરી લગ્નની સુંદર તસવીરો, પતિનેે યાદ કરવ્યું આ વચન

જયારે રાજકોટ શહેરને બેસ્ટ સિટીઝન લીડ ઈનિસેટીવ કેટેગરીમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું આ એવોર્ડ મિનિસ્ટર ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સ હરદીપસિંહ પુરીના હસ્તે તેમજ ગાર્બેજ ફ્રી સીટી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને થ્રી સ્ટાર સર્ટીફીકેટ મળેલ છે. આ સર્ટીફીકેટ મીનીસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અફેર્સના સેક્રેટરી દુર્ગા શંકર મિશ્રાના હસ્તે પ્રાપ્ત થયેલ છે.

આ પણ વાંચો :Relationship Tips / આ ચાર આદતો તમારા લગ્નજીવનને ભરી દેશે ખુશીઓથી…

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર અમિત અરોરા દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનિટેશન સમિતિના ચેરમેન અશ્ર્વીનભાઈ પાંભર, ના. મ્યુનિ. કમિશનર એ.આર. સિંઘ તથા પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર દ્વારા સ્વીકારવામાં આવેલ હતો.