Not Set/ સુરત : કિન્નરોની દાદાગીરી આવી સામે,દીકરાનાં જન્મ પર પૈસા ઓછા આપતા પિતા પર કર્યો હુમલો

ઘરમાં જ્યારે પણ સારા પ્રસંગ આવશે છે ત્યારે કિન્નરો ઘરે આવીને દાપું લઇ જતાં હોય છે અને આપણે તેમના રાજી ખુશીથી રૂપિયા આપતા હોઇએ છીએ. તેઓ લઈને જતાં પણ રહે છે, પરંતુ સુરતમાં તો કિન્નરોની દાદગીરીનો મામલો બહાર આવ્યો છે. જેમાં કિન્નરોને ઓછું દાપું આપવામાં આવતા એક યુવકને ઇજા પહોંચાડી હતી. આપને જણાવી દઈએ કે […]

Top Stories Gujarat Surat
aaaaaaaaaamahi pp 4 સુરત : કિન્નરોની દાદાગીરી આવી સામે,દીકરાનાં જન્મ પર પૈસા ઓછા આપતા પિતા પર કર્યો હુમલો

ઘરમાં જ્યારે પણ સારા પ્રસંગ આવશે છે ત્યારે કિન્નરો ઘરે આવીને દાપું લઇ જતાં હોય છે અને આપણે તેમના રાજી ખુશીથી રૂપિયા આપતા હોઇએ છીએ. તેઓ લઈને જતાં પણ રહે છે, પરંતુ સુરતમાં તો કિન્નરોની દાદગીરીનો મામલો બહાર આવ્યો છે. જેમાં કિન્નરોને ઓછું દાપું આપવામાં આવતા એક યુવકને ઇજા પહોંચાડી હતી.

આપને જણાવી દઈએ કે સુરતાના ગોડદરાનાં એક ઘરમાં 31 ઓગસ્ટન્બ રોજ ગેહરીલાલ કસ્તુરી ખટીકને ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. જેની જાણ મંગળવારે થતાં સવારે એક રિક્ષામાં બે કથિત કિન્નરો તેમના ઘરે આવ્યાં હતાં. કિન્નરો ત્યાં દાપું લેવા માટે આવ્યા હતા.

કિન્નરોએ ગહેરીલાલ પાસે 21 હજાર રુપિયા દાપું માગ્યું હતું. જે બાદ પિતાએ 7 હજાર રુપિયા આપ્યાં હતાં. જેમાં તેમને દાપું ઓછું લાગતા પુત્રના પિતાને માર મારીને અર્ધનગ્ન થઇ ગયા હતાં. અને આ દરમિયાન બે કિન્નરોએ પિતાનું માથું દિવાલ સાથે અથાડતા ગંભીર ઇજા થતાં બેભાન થયા હતાં. આ જોતા કહેવાતા કિન્નરો ડરીને ત્યાંથી ભાગી ગયા હતાં.

જે બાદ ગહેરીલાલને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર છે તેથી આઇસીયુમાં ખસેડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા 32 વર્ષનાં ગેહરીલાલ કસ્તુરી ખટીક પાનનો ગલ્લો ચલાવે છે.ગહેરીલાલનાં પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.