Not Set/ પતંગની દોરીથી ગળુ કપાઇ જવાથી 5 વર્ષની બાળકીનું મોત

સુરત, 31 મી ડિસેમ્બરના રોજ સુરત ફરવા આવેલા પરિવારની પાંચ વર્ષીય માસુમ બાળકીનું પતંગના દોરાના ગળું કપાઇ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ત્યારબાદ આ બાળકીના મોત બાબતે પરિવારજનોએ અજાણ્યા શખ્સો સામે  પોલીસ ફરિયાદ નોધી છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પતંગબાજ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આ કોઈ પ્રથમ ઘટના છે કે જયારે પતંગની […]

Top Stories
srt kite 1 પતંગની દોરીથી ગળુ કપાઇ જવાથી 5 વર્ષની બાળકીનું મોત

સુરત,

31 મી ડિસેમ્બરના રોજ સુરત ફરવા આવેલા પરિવારની પાંચ વર્ષીય માસુમ બાળકીનું પતંગના દોરાના ગળું કપાઇ જતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. ત્યારબાદ આ બાળકીના મોત બાબતે પરિવારજનોએ અજાણ્યા શખ્સો સામે  પોલીસ ફરિયાદ નોધી છે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં પતંગબાજ સામે ફરિયાદ નોધાવવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આ કોઈ પ્રથમ ઘટના છે કે જયારે પતંગની દોરીથી ગળુ કપાઇ જવાથી થયેલા બાળકીના મોત અંગે પોલીસ ફરિયાદ થઇ છે.

ફાતિમા યુનુસભાઇ નામની આ બાળકી મુળ માંડવીના કરેલા ફળીયામાં રહેતી હતી અને તેના પિતા યુનુસ કરોડીયા સાથે સુરત ફરવા આવી હતી. સુરતમાં કારમાં પિતા સાથે ફરવા નીકળેલી ફાતિમાનું પતંગની દોરીથી ગળુ કપાઇ ગયું હતું. ફાતિમા કારના સનરૂફ પર ઉભી રહીને સુરતનો નજારો જોતી હતી. ત્યારે ઉધના દરવાજા પાસેના ફ્લાયઓવર પર તેનું ગળુ કપાયું હતું.

પતંગની ધારદાર દોરીથી ગળું કપાતા ફાતિમા કારમાં જ લોહીલુહાણ થઇને પડી હતી. ફાતિમાને ગંભીર હાલતમાં એપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 4 દિવસની સારવાર દરમિયાન મોત થયું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટા શહેરોમાં ચાઇનીઝ દોરી અને કાચના માજાંવાળી દોરીઓ પર પ્રતિબંધ હોવા છતાં હજુ પતંગના શોખીનો આવી ઘાતક દોરીઓનો ઉપયોગ કરે છે. ધારદાર ઘાતક દોરીના કારણે દર ઉત્તરાયણમાં અનેકના ગળા કપાય છે અને માસુમો મોતનો ભોગ બને છે.