Not Set/ કચ્છ: GSRTC દ્વારા ખાનગી બસોને ટક્કર આપવા આધુનિક વોલ્વો બસ કરાઈ શરૂ

કચ્છ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે, જીએસઆરટીસી દ્વારા ખાનગી બસોને ટક્કર આપવા આધુનિક વોલ્વો બસ શરૂ કરાઈ છે, જેમાં કચ્છમાં સાત વોલ્વો બસ ફાળવાયા બાદ આજે આ બસોને ભુજથી લીલી ઝંડી અપાઈ હતી. કચ્છમાં ફાળવાયેલી ૭ વોલ્વો બસો પૈકી ૩ બસો ભૂજથી રાજકોટના રૂટમાં દોડાવવામાં આવશે. કચ્છથી રાજકોટના રૂટમાં એસ.ટી.ની સુવિધા પુરતી ન […]

Top Stories Gujarat Others

કચ્છ,

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે, જીએસઆરટીસી દ્વારા ખાનગી બસોને ટક્કર આપવા આધુનિક વોલ્વો બસ શરૂ કરાઈ છે, જેમાં કચ્છમાં સાત વોલ્વો બસ ફાળવાયા બાદ આજે આ બસોને ભુજથી લીલી ઝંડી અપાઈ હતી.

કચ્છમાં ફાળવાયેલી ૭ વોલ્વો બસો પૈકી ૩ બસો ભૂજથી રાજકોટના રૂટમાં દોડાવવામાં આવશે. કચ્છથી રાજકોટના રૂટમાં એસ.ટી.ની સુવિધા પુરતી ન હોવાને કારણે નાછૂટકે પ્રવાસીઓને ખાનગી બસોનો આધાર લેવો પડતો હતો.

જોકે, હવે ભૂજથી રાજકોટની ૩ નવી વોલ્વો બસને લીલીઝંડી અપાઈ છે. કચ્છના એસ.ટી. નિયામક જાડેજાએ રાજકોટની બસને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

ભૂજથી રાજકોટના રૂટમાં સવારે ૬ ૩૦ કલાકે, બપોરે ૧રઃ૦૦ કલાકે અને સાંજે પઃ૦૦ કલાકે વોલ્વો ઉપડશેઆ વોલ્વો બસમાં એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોને ફ્રી- વાઈફાઈની સુવિધા પણ આપવામાં આવશે. ભૂજથી લાંબા રૂટની વોલ્વો બસ શરૂ થતાં મુસાફરોને ખાનગી બસોના કમર તોડ ભાડામાંથી રાહત મળશે, સાથે જ એસ.ટી.માં સારી સુવિધા મળી રહેશે.