Not Set/ કચ્છમાં હજુ પણ હાલત કફોડી,80 ગામોમાં અંધારપટ,8 ગામો સંપર્કવિહોણા

કચ્છ, કચ્છમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની હાલત કફોડી થઈ ગઈ છેકચ્છના લખપત અને અબડાસામાં પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ લોકોની સ્થિતિ કફોડી છે. હજુ પણ બંને જિલ્લાઓમાં વીજપુરવઠો ખોરવાયેલો છે કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લગાડવામાં આવી છે.ભારે વરસાદના કારણે 400થી વધુ વીજળીના […]

Top Stories
AAEA 11 કચ્છમાં હજુ પણ હાલત કફોડી,80 ગામોમાં અંધારપટ,8 ગામો સંપર્કવિહોણા

કચ્છ,

કચ્છમાં છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદને કારણે જિલ્લાની હાલત કફોડી થઈ ગઈ છેકચ્છના લખપત અને અબડાસામાં પડેલા ભારે વરસાદ બાદ હજુ પણ લોકોની સ્થિતિ કફોડી છે. હજુ પણ બંને જિલ્લાઓમાં વીજપુરવઠો ખોરવાયેલો છે

કચ્છના 80 ગામ હજુ અંધારપટ છવાતા ભાવનગર અને અમરેલીથી ટીમો બોલાવી કામે લગાડવામાં આવી છે.ભારે વરસાદના કારણે 400થી વધુ વીજળીના થાંભલા ધરાશયી થયા છે. ભાવનગર, અમરેલી સહિત પીજીવીસીએલની 34 ટીમો વીજપુરવઠો પુર્વવત કરવા કામે લાગી છે.

સતત વરસાદને કારણે કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો તો કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા અંદાજીત નુકસાનનો આંક સવા કરોડ સુધી પહોંચ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે

કચ્છના સૌથી વધુ ગામ સંદેશા વ્યવહાર વિહોણા બન્યા છે. બીએસએનએલનો સામખિયાળી પાસે મુખ્ય કેબલ ધોવાઈ ગયા બાદ પાલનપુરથી જોડાણ અપાયું છે. ગ્રામ્ય વિસ્તારના એક્સચેન્જ ચાલુ થઈ શક્યા નથી. ત્યારે ભાર વરસાદને કારણે મોબાઈલ, ઈન્ટરનેટ અને લેન્ડલાઈન સહિતની સેવાને અસર જોવા મળી રહી છે. તો બીજી તરફ કચ્છની કેટલીક ટ્રેનોના રૂટમાં ફરેફાર કરવામાં આવ્યો તો કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે.

કચ્છના હાજીપુરમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે લોકોને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં આસપાસનાં 8 ગામોના સંપર્ક તૂટી ગયા છે. ત્યારે કચ્છમાં વરસાદ કારણે ફસાયેલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. હાજીપીરમાં ફસાયેલા 192 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જેમાં 171 પુરુષો, 13 મહિલાઓ, 8 બાળકોનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.