ચૂંટણી પરિણામ/ છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પંચાયતની સ્થિતિ

રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું.

Top Stories Gujarat Others
A 32 છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકા પંચાયતની સ્થિતિ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન બાદ આખરે જેની આતૂરતાપૂર્વક રાહ જોવાઇ રહી હતી તે સમય આવી ગયો છે. આજે છે ફેંસલાનો દિવસ. રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આજે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ મતગણતરી થશે જે બાદ પરિણામ જાહેર થશે. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહિત કુલ 8,474 બેઠકો માટેનું આજે ભાવિ નક્કી થશે.  મતગણતરની શરૂઆત 8 કલાકે પોસ્ટલ બેલેટ સાથે થશે અને ત્યારબાદ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી હાથ ધરાશે.

update 08:33

દાહોદ જિ.પં., તા.પં. અને નપાનું પરિણામ
દાહોદ જિ.પં.ની 50 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ-43, કોગ્રેસ- 06, અપક્ષ-01
લીમખેડા તા.પં.ની 24 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ-23, કોગ્રેસ-00, અપક્ષ-01
સીંગવડ તા.પં.ની 18 બેઠકના પરિણામ જાહેર
ભાજપ-16, કોગ્રેસ – 2
દેવગઢ બારીઆ તા.પં.ની 28 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 28, કોગ્રેસ-00
ધાનપુર તા.પં.ની 24 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ-23, કોગ્રેસ-01
ગરબાડા તા.પં. બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 17, કોગ્રેસ- 03, અપક્ષ- 04
દાહોદ તા.પં.ની 38 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 31, કોગ્રેસ- 06, અપક્ષ-01
ઝાલોદ તા.પં.ની 38 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 25, કોગ્રેસ- 11, અપક્ષ-02
ફતેપુરા તા.પં.28 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 23, કોગ્રેસ- 03, અપક્ષ- 02
સંજેલી તા.પં. 16 બેઠકોના પરિણામ જાહેર
ભાજપ- 12, કોગ્રેસ-04

update 07 : 28

છોટાઉદેપુર જિલ્લા ના 6 તાલુકા ની કુલ 140 બેઠક, તાલુકા પંચાયત ની સ્થિતિ

બોડેલી તા.પં. કુલ 26 બેઠક

ભાજપ  18
કોંગ્રેસ.   08

સંખેડા તા.પં. કુલ 18 બેઠક

ભાજપ   15
કોંગ્રેસ.    01
અપક્ષ.    02

નસવાડી તા.પં. કુલ 22 બેઠક

ભાજપ    13
કોંગ્રેસ     09

છોટાઉદેપુર તા.પં.કુલ 26 બેઠક

ભાજપ   20
કોંગ્રેસ.   06

પાવીજેતપુર, તા.પં. કુલ 22 બેઠક

ભાજપ    17
કોંગ્રેસ.     5

કવાંટ તા.પં. કુલ 26 બેઠક

ભાજપ.     15
કોંગ્રેસ.      10
અપક્ષ        01

update 07 : 23

વડોદરા જિ.પં.માં ભાજપનો ભગવો લહેરાયો છે. 34 પૈકી 27 બેઠકો હાંસલ કરી ભાજપે સત્તા મેળવી છે. ગત ટર્મમાં સત્તા મેળવનાર કોંગ્રેસનાં ફાળે માત્ર 7 બેઠકો આવી છે. વડોદરા જિલ્લામાં ભાજપની ત્રણેય મોરચે ભવ્ય જીત થઇ છે. જિ.પ., તા.પં., નપાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

update 07 : 05

સાબરકાંઠા નપા અને તા.પં.ની ચૂંટણીનું પરિણામ જાહેર
હિંમતનગર નપાની કુલ 36 સીટ, ભાજપ 32, કોંગ્રેસ 4
વડાલી નપાની કુલ 24 સીટ, ભાજપ 20, કોંગ્રેસ 4
તલોદ નપાની બે બેઠકો પર ભાજપનો વિજય
સાબરકાંઠા તા.પં.ની ચૂંટણીનું પરિણામ જાહેર
હિંમતનગર તા.પ.ની કુલ 30 સીટના પરિણામ જાહેર,  ભાજપ 20, કોંગ્રેસ 09, અપક્ષ 1 સીટ પર જીત
ઇડર તા.પં.ની કુલ 28 સીટના પરિણામ જાહેર ભાજપ 17, કોંગ્રેસ 11 સીટ પર જીત
વિજયનગર તા.પં.ની કુલ 18 સીટના પરિણામ જાહેર, ભાજપ 12, કોંગ્રેસ 4, આપ 1, BTP 1 સીટ પર જીત
તલોદ તા.પં.ની કુલ 20 સીટના પરિણામ જાહેર, ભાજપ 12, કોંગ્રેસ 6, અન્ય 2 સીટ પર જીત
ખેડબ્રહ્મા તા.પં.ની કુલ 20 સીટના પરિણામ જાહેર, ભાજપ 15, કોંગ્રેસ 5 સીટ પર જીત
પોશીના તા.પં.ની કુલ 20 સીટના પરિણામ જાહેર, ભાજપ 16, કોંગ્રેસ 4 સીટ પર જીત
પ્રાંતિજ તા.પં.ની કુલ 20 સીટના પરિણામ જાહેર, ભાજપ 15, કોંગ્રેસ 4, અપક્ષ 1 સીટ પર જીત
સાબરકાંઠા જિ.પં.ની કુલ બેઠક 36, ભાજપ 30 અને કોંગ્રેસ 6 બેઠક પર જીત

update 06:44

દાહોદ જીલ્લામાં કોગ્રેસના સુપડા સાફ થયા છે. જીલ્લાની 9 તાલુકા પંચાયત માં ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે જીલ્લા પંચાયત પર ભાજપે કબજો જમાવ્યો છે.  લીમખેડા અને દેવગઢ બારીયા તાલુકા પંચાયત માં કોગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. દાહોદ જીલ્લો આદિવાસી બહુમતી ધરાવતો જીલ્લો હોવા છતા બી.ટી.પી. નો એક પણ ઉમેદવાર જીતી શક્યો નથી.

update 06:20

મહીસાગર જિલ્લા ની તાલુકા પંચાયતની કુલ 126 માંથી 126 સીટ નું પરિણામ જાહેર

લુણાવાડા તાલુકા પંચાયત કુલ સીટ – ૨૬

ભાજપ :- 18

કોંગ્રેસ :- 6

અન્ય :- 2

ખાનપુર : તાલુકા પંચાયત કુલ સીટ – ૧૬

ભાજપ :- ૧૧

કોંગ્રેસ :- 3

આપ :- ૧

અન્ય :- ૧

સંતરામપુર તાલુકા પંચાયતની કુલ સીટ – ૨૮

ભાજપ :- 21

કોંગ્રેસ :- 07

અન્ય :-

કડાણા તાલુકા પંચાયતની કુલ સીટ -૨૦

ભાજપ :- ૧૨

કોંગ્રેસ :- ૦૮

અન્ય :-

બાલાસિનોર તાલુકા પંચાયતની કુલ સીટ- ૧૮

ભાજપ :- ૧૨

કોંગ્રેસ :- ૦૬

અન્ય :-

વીરપુર તાલુકા પંચાયતની કુલ સીટ – ૧૮

ભાજપ :- ૧૩

કોંગ્રેસ :- ૦૪

અપક્ષ :- ૦૧

update 06:02

કચ્છની 10 તા.પં.ના પરિણામો આવ્યા સામે
અબડાસા, લખપત સિવાય બાકીની 8 તા.પં.માં ભાજપનું શાસન
ભુજ તા.પં.ની 32 પૈકી 24 બેઠક પર ભાજપ, કોંગ્રેસ 8 બેઠક પર જીત
ગાંધીધામ તા.પં.માં 16 પૈકી ભાજપ 12, કોંગ્રેસ 3, આપ 1 પર જીત
અંજાર તા.પં.ની 20માંથી ભાજપ 15, કોંગ્રેસ 5 સીટ મેળવી
ભચાઉ તા.પં.ની 20માંથી 16 ભાજપ, કોંગ્રેસ 4 સીટ મેળવી
મુન્દ્રા તા.પં.ની 18 માંથી 10 ભાજપ, કોંગ્રેસ 8 સીટ મેળવી
લખપત તા.પં.માં કોંગ્રેસને 9, ભાજપને 7 સીટ મેળવી
અબડાસા તા.પં.માં કોંગ્રેસને 10, ભાજપને 8 સીટ મેળવી
નખત્રાણા તા.પં.માં ભાજપને 14,કોંગ્રેસ 6 સીટ મેળવી
માંડવી તા.પં.ની 20માંથી 17 ભાજપ, કોંગ્રેસ 2, અપક્ષ 1
રાપર તા.પં.માં ભાજપને 21 અને કોંગ્રેસને 3 સીટ મળી

update 05 : 43

અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું મંજૂર, કૉંગ્રેસ હાઈકમાન્ડે સ્વીકાર્યુ રાજીનામું

update 04 : 57

પાટણ જીલ્લા પંચાયતની ૩૨ બેઠકો પૈકી
ભાજપ _ ૨૧
કોંગ્રેસ _૧૧

૦૯ તાલુકા પંચાયત નું પરિણામ

સાંતલપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠક પૈકી ..(ભાજપ વીન)
ભાજપ _ ૧૨
કોંગ્રેસ _ ૦૬
અન્ય _ ૦૦

રાઘનપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠક પૈકી ..(ભાજપ વીન)
ભાજપ _ ૧૬
કોંગ્રેસ _ ૦૨
અન્ય _ ૦૦

ચાણસ્મા તાલુકા પંચાયતની ૧૮ બેઠક પૈકી ..(ભાજપ વીન)
ભાજપ _ ૧૮
કોંગ્રેસ _ ૦૦
અન્ય _ ૦૦

સમી તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ..(ભાજપ વીન)
ભાજપ _ ૧૪
કોંગ્રેસ _ ૦૧
આપ _૦૧
અન્ય _ ૦૨

પાટણ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકી ..(૧૧ પેન્ડિંગ)
ભાજપ _ ૦૬
કોંગ્રેસ _ ૦૨
અન્ય _ ૦૧

સરસ્વતી તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ..(કોંગ્રેસ વીન)
ભાજપ _ ૦૭
કોંગ્રેસ _ ૧૩
અન્ય _

સિઘ્ઘપુર તાલુકા પંચાયતની ૨૨ બેઠક પૈકી …(કોંગ્રેસ વીન)
ભાજપ _ ૦૯
કોંગ્રેસ _ ૧૨
અન્ય _

શંખેશ્વર તાલુકા પંચાયતની ૧૬ બેઠક પૈકી ..(ભાજપ વીન)
ભાજપ _ ૧૦
કોંગ્રેસ _ ૦૬
અન્ય _ ૦૦

હારીજ તાલુકા પંચાયતની ૧૬ બેઠક પૈકી ..(૧બેઠક ગણતરી બાકી)
ભાજપ _ ૦૮
કોંગ્રેસ _ ૦૭
અન્ય _

update 04 : 40 

ગાંધીધામ નગરપાલિકામાં લહેરાયો ભગવો, 52 બેઠકમાંથી 47 બેઠકો પર ભાજપની જીત, 5 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે.જયારે વલસાડ તા.પં.ની કુલ 32 સીટમાં 29 ભાજપ, 02 કોંગ્રેસ અને 01 અપક્ષની જીત  થઈ છે.

જયારે ગાંધીનગર જિલ્લા પંચાયત માં ભાજપે ભગવો લહેરાવ્યો છે. કુલ 28 માંથી ભાજપ 19 કોંગ્રેસ 9 બેઠક મેળવી છે. ગાંધીનગર સૌ પ્રથમ વાર ભાજપ ને બહુમતી મળી છે.

મહેસાણા જિલ્લા પંચાયતની 35 બેઠક માંથી ભાજપ 31, કોંગ્રેસ  4 મેળવી શક્યું છે.

update 04 : 21 

માંડલ જિ. પં.ના પરિણામ જાહેર થયા છે. 4 જિ.પં.ની બેઠક પર ભાજપનો વિજય થયો છે. માંડલ,સિતાપુર,સુંવાળામાં ભાજપની જીત થઇ છે. જયારે  દેત્રોજમાં ભાજપનો ભગવો લેહરાયો છે.

update 04 : 18

પાટણ રાધનપુર જિ.પં.નું પરિણામ જાહેર થયું છે.  જિલ્લા પંચાયત સીટ ભાજપ 2, કોંગ્રેસ 1 પર જીત મેળવી  છે. તાલુકા પંચાયત કુલ 18 બેઠકનું પરિણામ જાહેર થયું છે. ભાજપ 16, કોંગ્રેસ 2 બેઠક પર જીત મેળવી છે.

update 04 : 18

મોરબીની વાંકાનેર જિ.પંનું પરિણામ સામે આવ્યું છે. જિ.પં.ની 6 બેઠકોમાંથી કોંગ્રેસને ફાળે 3 બેઠકમાંથી ભાજપના ફાળે 2 બેઠકો આવી છે. અપક્ષના ફાળે એક બેઠક આવી છે.

  • વાંકાનેર
  • જીલ્લા પંચાયત 6 સીટ
  • કોંગ્રેસ 3
  • ભાજપ 2
  • અપક્ષ

update 04 : 18

ભાવનગર ન.પા.નું પરિણામ જાહેર થયું છે. 3 ન.પાા.માં ભાજપની જીત થઇ છે. મહુવામાં 24, પાલીતાણામાં 25 બેઠક પર જીત મેળવી છે.જયારે  વલભીપુરમાં 20 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જિ.પં.ની 24 બેઠક પર ભાજપની જીત  મેળવી છે. તો જિ.પં.ની 6 બેઠક પર કોંગ્રસની જીત મેળવી છે. જયારે .પંની એક બેઠક પર આપની જીત થઇ છે.

update 04 : 15

સાવલી નગરપાલિકાનું પરિણામમાં  6 વોર્ડની કુલ 24 બેઠકમાંથી ભાજપના ફાળે 16 બેઠકો આવી છે. જયારે  કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી છે.

  • કુલ વોર્ડ : 6
  • કુલ બેઠક : 24
  • ભાજપ : 16
  • કોંગ્રેસ : 08

update 04 : 15

પાદરા નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે. પાદરામાં ન.પા.માં કુલ 7 વોર્ડની 28 બેઠકોમાંથી ભાજપના ફાળે 20 બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી નથી. આર.એસપીના ફાળે 5 બેઠકો આવી છે. તો અપક્ષના ફાળે કુલ 3 બેઠકો આવી છે.

  • કુલ વોર્ડ : 07
  • કુલ બેઠક: 28
  • ભાજપ – 20
  • કોંગ્રેસ – 00
  • આરએસપી – 05
  • અપક્ષ – 03

update 04 : 14 

વડોદરા જિલ્લામાં ભાજપની ત્રણેય મોરચે ભવ્ય જીત થઇ છે. જિ.પં., તા.પં., અને ન.પા.ઓમાં ભાજપનો ભગવો જોવા મળ્યું છે. વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. વડોદરાની તમામ 8 તા.પંચાયતોમાં ભાજપની જીત થઇ છે. વડોદરા જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપની જીત થઇ છે.

update 04 : 13

ભાવનગરની પાલીતાણા ન.પા.નું પરિણામ જાહેર થઇ ગયું છે.

  • પાલિતાણા વોર્ટ નં-1 4 બેઠકો ભાજપના ફાળે
  • વોર્ડ નંબ-2માં 4 બેઠકો ભાજપના ફાળે
  • વોર્ડ નં-3માં કોંગ્રેસના ફાળે 4 બેઠકો
  • વોર્ડ નં-4માં ભાજપના ફાળે 4 બેઠકો
  • વોર્ડ નં-5માં ભાજપના ફાળે 1, અને કોંગ્રેસના ફાળે 3 બેઠકો આવી
  • વોર્ડ નં-6માં ભાજપના ફાળે 4 બેઠકો આવી
  • વોડ નં-7માં કોંગ્રેસના ફાળે 4 બેઠકો આવી
  • વોર્ડ નં-8માં ભાજપના ફાળે 04 બેઠકો આવી
  • વોર્ડ નં–9માં ભાજપના ફાળે 4 બેઠકો આવી

update 04 : 07  

વિરમગામ તા.પં.ની નદીયાણા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. કોંગેસના ઉમેદવાર ધ્રુવીબેન આહજોલિયાનો વિજય થયો છે. કોંગ્રેસના ઉમેદવાર માત્ર 7 મતોથી વિજેતા જાહેર થયા છે, વિરમગામ તા.પં.માં કુલ 20 બેઠકોમાંથી  ભાજપના ફાળે 12 બેઠકો આવી છે. જયારે કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવી છે.

update 04 : 06 

મોરબીની વાંકાનેર ન.પાનું પરિણામ સામે આવ્યું છે. નગરપાલિકામાં કુલ 28 બેઠકોમાંથી  ભાજપના ફાળે કુલ 24 બેઠકો આવી છે.જયારે બસપાના ફાળે કુલ 4 બેઠકો આવી છે. અહીં કોંગ્રેસના ફાળે એકપણ બેઠક આવી નથી.

નગરપાલિકા 28 સીટ

  • કોંગ્રેસ 0
  • ભાજપ 24
  • બસપા 4

update 04 : 00 

મોરબીની ટંકારા તા. પંમાં ભાજપની જીત થઇ છે. કુલ 16 બેઠકોમાંથી 9 ભાજપને ફાળે આવી છે. જયારે 6 બેઠકો કોંગ્રેસને ફાળે આવી છે. તો અન્ય એક બેઠક અપક્ષને ફાળે આવી છે.

update 03 : 59 

ડભોઇ નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે. ન.પા.માં કુલ વોર્ડમાં 36 બેઠકોમાંથી 21 બેઠકો ભાજપના ફાળે આવી છે. જયારે કોંગ્રેસના ફાળે 13 બેઠકો આવી છે. અપક્ષના ફાળે કુલ 2 બેઠકો આવી છે.

  • કુલ બેઠકો : 36
  • ભાજપ : 21
  • કોંગ્રેસ : 13
  • અપક્ષ : 02

update 03 : 53 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત થિયા છે. ભાજપના પ્રમુખ સહિતના કાર્યકરો સાફામાં સજ્જ થયા છે. સમગ્ર જિલ્લામાં કેસરિયો માહોલ સર્જાયો છે. જે બાદ જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાએ ખુશી વ્યક્ત કરી છે. નેતા વિપક્ષ પરેશ ધાનાણીના ભાઈની હાર અંગે કર્યા પ્રહાર છે. આપની એન્ટ્રીને લઈને પણ પ્રતિક્રિયા આપી  છે.

update 03 : 50

સાબરકાંઠા પ્રાંતિજ તા.પંની 20 બેઠકોનું પરિણામ જાહેર થયું છે. 15 બેઠક પર ભાજપ, 4 બેઠક પર કોંગ્રેસ, 1 બેઠક પર અપક્ષની જીત થઇ છે. તાલુકા પંચાયત પર ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે.

update 03 : 49 

પાટણની સિદ્ધપુર ન.પામાં ભાજપની જીત થઇ છે. કુલ 36 માંથી 26 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. જયારે કોંગ્રેસના ફાળે 5 બેઠકો આવી છે. અપક્ષને કુલ 5 બેઠકો મળી છે.

update 03 : 47 

દ્વારકા રાવલ ન.પા.નું પરિણામ સામે આવ્યું છે.

  • વોર્ડ નં-1માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 4 ઉમેદવારની જીત
  • વોર્ડ નં-2માં ભાજપના 4 ઉમેદવારની જીત
  • વોર્ડ નં-3 માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 4ની જીત
  • વોર્ડ નં-4 માં 3 કોંગ્રેસ- 1 ભાજપ ની જીત
  • વોર્ડ નં-5માં 3 ભાજપ-1 કોંગ્રેસની જીત
  • વોર્ડ નં-6માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 4 ની જીત

update 03 : 47 

સુરત ઓલપાડ તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો છે. જિ.પંચાયતની 4 બેઠકો ભાજપ કબજે કરી છે.જિ.પંચાયતની 5 બેઠકો પૈકી 1 બિન હરીફ છે. તા.પંચાયતની 24માંથી 18 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જયારે 1 બેઠક અપક્ષ, 5 બેઠક બિનહરીફ જે ભાજપના ફાળે હતી.

update 03 : 45 

ગણદેવી તા. પં.નું પરિણામ  સામે  આવ્યું છે. ગણદેવી તા.પં.માં ભાજપની જીત થઇ છે. તા.પં. 24માંથી 23 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જયારે  તા. પં.ની એક બેઠક અપક્ષ ઉમેદવારે જીતી મેળવી છે.

update 03 : 45 

રાજકોટ બેડલા જિ.પં.નું પરિણામ સામે આવ્યું છે. જિ.પં.ની બેઠકમાં ભાજપનો 6 મતથી વિજય થયો છે. ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહેલ વિજેતા છે. ભાજપને 6645 અને કોંગ્રેસને 6639 મત મળ્યા છે.

update 03 : 45 

જૂનાગઢ જિ.પં.માં ભાજપનો ભગવો લહેરાયો  છે. જિ.પં.ની 30 બેઠકોનું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. જિ.પં.માં 22 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જિ.પં.ની 30 બેઠકોનું પરિણામ જાહેર થઇ ગયું છે.

update 03 : 32 

સુરત ઉમરપાડા.પં. અને તા.પં.નું ચિત્ર સ્પષ્ટ થયું છે. જિ.પં.ની બન્ને બેઠક પર ભાજપનો વિજય થયો છે. તા.પં.ની તમામ 16 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે.

update 03 : 27

પેટલાદ ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જે બાદ શહેરના વોર્ડ નં.7માં પથ્થરમારો થયો છે.ગુલશન નગર સોસાયટીમાં પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગાડીઓ અને ટ્રકના કાચ તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. જે બાદ ત્યાં લીસ કાફલો ખડકી દેવાયો છે. પોલીસે ટોળા વિખેરી સ્થિતી કાબુમાં લીધી છે.

update 03 : 20 

પોરબંદર જિ.કોંગ્રેસના પ્રમુખે હાર સ્વીકારી છે. જિલ્લા પ્રમુખ નાથાભૂરા ઓડેદરાએ રાજીનામું આપ્યું છે.

update 03 : 19 

ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડા રાજીનામું આપશે. સાંજે 5 વાગે અમિત ચાવડા સતાવાર જાહેરાત કરશે. સ્થા.સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના રકાસ બાદ રાજીનામું આપશે.

update 03 : 13 

અમરેલી ન..પાનું પરિણામ સામે આવ્યું છે. વોર્ડ નંબર-10માં કોંગ્રેસની કારમી હાર થઇ છે. 4 ઉમેદવાર પૈકી કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઇ છે. જયારે 3 બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય  છે. તો વળી, વિપક્ષ પરેશ ધાનાણીના વિસ્તારમા કોંગ્રેસનો સફાયો થયો છે.
પરેશ ધાનાણીના પિતરાઈ ભાઈ સંદિપ ધાનાણીની હાર થઇ છે.

update 03 : 12 

અંજાર ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 36 માંથી 35 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જે બાદ અંજાર શહેરમાં વિજયસરઘસ કાઢવામાં આવ્યું છે. તમામ ઉમેદવાર સરઘસમાં જોડાયા છે.

update 03 : 12 

નવસારી પાલિકા જીત

  • વોર્ડ 1 ભાજપ
  • વોર્ડ 2 ભાજપ
  • વોર્ડ 3 ભાજપ
  • વોર્ડ 4 (3 ભાજપ+1કોંગ્રેસ)
  • વોર્ડ:5 ભાજપ
  • વોર્ડ 6 ભાજપ
  • વોર્ડ:7 ભાજપ
  • વોર્ડ:8 ભાજપ
  • વોર્ડ: 9 ભાજપ
  • વોર્ડ:10 ભાજપ
  • વોર્ડ:11 ભાજપ
  • વોર્ડ:12 ભાજપ

update 03 : 10

વિરમગામ ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્રીજી વખત વિરમગામ ન.પા.માં ભાજપે સત્તા મેળવી છે. જયારે વિરમગામ તાલુકા પંચાયત કોંગ્રેસે ગુમાવી છે. વિરમગામ તા. પં.માં પણ ભાજપનો ભગવો લહેરાયો છે.

update 03 : 05 

આણંદ જિ.પં.ની ચૂંટણીના પરિણામ સામે આવ્યા છે. જિ.પં.ની 42માંથી 35 બેઠક ભાજપને ફાળે ઈ છે. ન.પા.માં સોજીત્રા, ઉમરેઠ, બોરસદ, પેટલાદમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે તા.પં. 8 બેઠકોમાંથી 7 માં ભાજપનો ભગવો લહેરાયો છે. આણંદ, બોરસદ, ઉમરેઠ, પેટલાદમાં ભાજપની જીત થઇ છે. ભાત,તારાપુર,સોજીત્રા તા.પંચાયતોમાં ભાજપની જીત થઇ છે.

update 03 : 02

મહેસાણા ન.પા.ની વોર્ડ 6માં ભાજપની જીત થઇ છે. વોર્ડ નંબર-6માં ભાજપની પેનલનો વિજય થયો છે.

update 02 : 54

સુરત જિ.પં.માં તડકેશ્વર બેઠક પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચેતનાબેન પટેલનો વિજય થયો છે. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

update 02 : 48 

ખેડા જિ.ની 5 ન.પા.નું પરિણામ જાહેર થયું છે. નડીયાદ ન.પા.માં ભાજપ 43 અને કોંગ્રેસ ના 1અને અપક્ષ 8 બેઠકો મળી છે.કણજરી ન.પા.માં ભાજપ 12 અને કોંગ્રેસ 12 બેઠક પર જીત થઇ છે. કઠલાલ ન.પા.માં 15 ભાજપ અને 9 સમાજવાદી પાર્ટીને  મળી છે.કપડવંજ ન.પા.માં 14 અપક્ષ અને 14 ભાજપને મળી છે. ઠાસરા ન.પા.માં 15 અપક્ષ 9 ભાજપને મળી છે.

update 02 : 45

છોટાઉદેપુર જિ.પં.પર ભાજપની જીત થઇ છે. 20 માંથી 17 બેઠકો પર ભાજપની જીત થઇ છે.

update 02 : 40 

સાવરકુંડલા નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. 36 પૈકી 20 બેઠક ભાજપે કબ્જે કરી છે. સાવરકુંડલા નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે.

update 02 : 39

ભરૂચના ઝઘડિયા જિ.અને તા.પં.ની ચૂંટણીમાં કુલ 22 બેઠકમાંથી 11 બેઠકના પરિણામ જાહેર થયા છે. 11 માંથી 9 ઉપર ભાજપાની જીત
2 બેઠક ઉપર બીટીપીનો વિજય થયો છે. જિલ્લા પંચાયતની 4 બેઠકો પૈકી 2 પર ભાજપની જીત થિયા છે.ધારોલી જિલ્લા પંચાયતની એક બેઠક બીટીપીના ફાળે ગઈ છે.

update 02 : 33 

સુરત બારડોલી તા.અને જિ.પંચાયતનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.તાલુકા પંચાયતની તમામ 22 બેઠકો ભાજપના કબ્જામાં છે.તમામ 5 જિલ્લા પંચાયતો પણ ભાજપના કબ્જામાં છે.

update 02 : 25 

આણંદની બોરસદ ન.પા.માં હોબાળો થયો છે. વોર્ડ નં-7ની ગણતરી બાદ હોબાળો થયો છે. ટેકેદારો-સમર્થકોએ હોબાળો કરતા પોલીસનો લાઠીચાર્જ કર્યો છે. પોલીસે ટેકેદારો-સમર્થકોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. 

update 02 : 25 

જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો છે. જે બાદ સાંસદ પૂનમબેનની મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં તેમને મતદારોનો, કાર્યકરોનો તેમજ સમર્થકોનો આભાર માન્યો છે. આભાર માનતા તેમને કહ્યું કે, ગ્રામ્ય પંથકમા અધૂરા વિકાસના કાર્યો પૂર્ણ થશે.પાર્ટીના કાર્યકરોએ રાત દિવસ જોયા વગર કામ કર્યા છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હંમેશ લોકો વચ્ચે રહેશે. કોંગ્રેસની ભાગલાવાદી રાજનીતિને લોકોએ નકારી છે.

update 02 : 24 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. ગળતેશ્વર તા.પં.માં કુલ 18 સીટમાંથી 10 ભાજપને ફાળે આવી છે. ગળતેશ્વર તા.પંમાં 6 કૉંગ્રેસ, 2 અપક્ષને ફાળે આવી છે. ઠાસરા તા.પં.માં 16 બેઠક ભાજપને ફાળે ગઈ છે. 24 સીટમાંથી 16 ભાજપ 6 કોંગ્રેસ, 2 અપક્ષને ઈ છે. જયારે ઠાસરા ન.પા.માં કુલ 24 સીટમાંથી 9 ભાજપ 15 અપક્ષ ગઈ છે.ઠાસરા તાલુકા પંચાયત અને ગળતેશ્વર તા. પં.માં ભાજપનો ભગવો લેહેરાયો છે.

update 02 : 21 

સુરત-માંડવી નગર પાલિકાનું પરિણામ જાહેર થયું છે. 6 વૉર્ડ પર 24 બેઠકનું પરિણામ જાહેર થયું છે. જયારે માંડવી નગર પાલિકામાં ભાજપનો ભગવો જોવા મળ્યો છે. 22 બેઠક ભાજપનો ભગવો લહેરાયો છે. એક એક બેઠક પર કોંગ્રેસ અને અપક્ષનો વિજય થયો છે.

update 02 : 19

મોરબીમાં બ્રિજેશ મેરજાએ નિવેદન આપ્યું છે. મોરબી જિ.માં ભાજપે વિજય ઝંડો લહેરાવ્યો છે. બ્રિજેશ મેરજાએ જીતનો શ્રય ભાજપના કાર્યકરોને આપ્યો છે. મોરબીની કાયાપલટ પેટા ચૂંટણીના પરિણામથી થઇ છે. ગુજરાત સરકારે મોરબી 150 કરોડના કામ મંજુર કર્યા છે.

update 02 : 18 

ક્ચ્છ અબડાસા તા. પં.માં કોંગ્રેસની જીત થઇ છે. કોંગ્રેસે 10 બેઠક ઉપર વીજય મેળવ્યો છે. જયારે ભાજપના ફાળે 8 બેઠકો આવી છે. જિ.પં.ની 3 સીટો પૈકી કોંગ્રેસ 2 પર વિજેતા થઇ છે. તો બીજેપી 1 સીટ ઉપર વિજેતા થઇ છે.

update 02 : 11 

વડોદરાની સાવલી જિ.પંમાં ભાજપની જીત થઇ છે. કુલ પાંચ બેઠકોમાંથી 4 બેઠકો ભાજપને ફાળે આવી છે. જ્યારે કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે.

update 02 : 07 

ક્ચ્છની માંડવી તા.પં.માં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે 11 બેઠક પર વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસનો 1 સીટ ઉપર વિજય થયો છે.

update 02 : 04 

અમરેલી નગરપાલિકામાં કોંગ્રેસનુ ખાતુ ખુલ્યુ નહીં.કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડની મતગણતરી પૂર્ણ થઇ  છે. જેમાં વોર્ડ નંબર 7મા કોંગ્રેસની પેનલ વિજેતા થઇ છે. જયારે ર્ડ નંબર 8 મા ભાજપની પેનલ વિજેતા થઇ છે. કુલ 44 બેઠકો પૈકી 28 ભાજપના ફાળે ગઈ છે. તો 4 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે.

update 02 : 00 

સુરતમાં બારડોલી તા.પંચાયતમાં ભાજપનો ભગવો જોવા મળ્યો છે. 22 બેઠકમાંથી એક બેઠક બિનહરીફ થઈ હતી. 21 બેઠક પર ચૂંટણી જંગ ખેલાયો હતો. 21 બેઠક પર ભાજપે કબજે કરી છે. અહીં કોંગ્રેસે ખાતું પણ નહીં ખોલાવી શકી.

update 01 : 57 

વડોદરા ડભોઇ ન.પા.માં ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી.અત્યાર સુધી 5 વોર્ડનાં પરિણામો જાહેર  થયા છે. 5 વોર્ડની 20 બેઠકો પૈકી ભાજપને 11 બેઠક મળી છે.  ન.પા.ની 9 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ડભોઇ નગરપાલિકામાં એક બેઠક અપક્ષનાં ફાળે ગઈ છે.

update 01 : 56

નવસારી ખેરગામ તા. પં. ભાજપની 16 બેઠાકોમાંથી 11 બેઠકો પર જીત થઇ છે. જયારે કોંગ્રેસને ફાળે માત્ર 5 બેઠકો આવી છે.

update 01 : 50 

સુરતની કામરેજ તા.પં.નું પરિણામ જાહેર થયું છે. તા.પંની 20 બેઠકોમાંથી 18 પર ભાજપની જીત  થઇ છે. જયારે 2 બેઠકો આપને ફાળે આવી છે.  કામરેજ જિ. પં.ની 4 બેઠકો પર ભાજપની જીત  છે. કામરેજ તા.પં.માંથી કોંગ્રેસના સુપડા સાફ થયા છે.

update 01 : 48

જવાહર ચાવડાના મત વિસ્તારમાં કોંગ્રેસનો વિજય થયો છે. મેંદરડા તા.પં.માં કોંગ્રસનો વિજય  છે. 10 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. જયારે  2 બેઠક પર ભાજપની જીત  છે.

update 01 : 47

સતલાસણા તાલુકામાં કોંગ્રેસને  જીત મળવી છે. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે ગઢ જાળવી રાખ્યો છે. સતલાસણા તા.માં ભાજપના ભગવા રથને જયરાજસિંહે રોક્યો.

update 01 : 50

ભરૂચની ઝઘડિયા તા.પં.નું પરિણામ જાહેર થયું છે. કુલ 22 બેઠકમાંથી 10 ના પરિણામ જાહેર થયા છે. 10 માંથી 9 ઉપર ભાજપની જીત થઇ છે. જયારે એક બેઠક ઉપર બીટીપીનો વિજય થયો છે. તો કપલસાડી તા.પં.માં ભાજપનો વિજય થયો છે. જિ.પં.ની બે બેઠકમાં એક ભાજપને ફાળે ગઈ છે. જિ.પં.ની એક બેઠક પર બીટીપી વિજય થયો છે.

update 01 : 46 

કચ્છમાં મોટો અપસેટ સર્જાયો છે. અબડાસા અને લખપત તા.પં.કોંગ્રેસના કબજામાં છે.તમામ નગરપાલિકામાં ભાજપનું શાસન.

update 01 : 43

દ્વારકાની ખંભાળીયા ન.પા.માં ભાજપની જીત થઇ છે. ખંભાળીયા ન.પા.માં વોર્ડ નં-7માં ભાજપ પેનલની જીત થઇ છે.ભાજપ કુલ 26 બેઠક પર જીત મેળવી છે. કોંગ્રેસ 1 અને બસપા 1 બેઠક પર જીત મેળવી છે.

update 01 : 42 

અમદાવાદ જિલ્લા પંચાયતમાં અપસેટ સર્જાયો છે. બહુમતી બેઠકો ભાજપ જીતવા છતાં પ્રમુખ કોંગ્રેસના ઉમેદવાર બનશે. શાહપુર બેઠક પર કોંગ્રેસના પારુબેન પઢારનો વિજય થયો છે. શાહપુર બેઠક એસટી અનામત.

update 01 : 41 

રાજકોટ જિ.પં.માં સત્તાનું પરિવર્તન થયું છે. રાજકોટ જિ.પં.માં ભાજપનો ભગવો લહેરાયો  છે.  ગત ટર્મમાં જિ.પં.માં કોંગ્રસની સત્તા હતી.

update 01 : 39

અમરેલી નગરપાલિકા ભાજપ કબજે  ગઈ છે. ભાજપના વિજય સરઘસનો પ્રારંભ થયો છે.વિજય સરઘસમાં ચલણી નોટો ઉડતા જોવા મળી.
કુલ 6 વોર્ડ ની મતગણતરી પૂર્ણ થઇ છે. તમામ વોર્ડમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. 44 પૈકી 24 ભાજપના ઉમેદવાર વિજેતા થયો છે.

update 01 : 39 

ગીરગઢડા જિ.પં.માં 4 બેઠકો પર ભાજપની જીત થઇ છે. અહીં કોંગ્રેસ ખાતું ખોલાવી શકી નહીં. જયારે ગીરગઢડા તા.પં.માં ભગવો લહેરાયો છે. કુલ 18માંથી 16 ના  પરિણામ સામે અવી ચુક્યા છે. 12માં ભાજપનો વિજય, 4માં કોંગ્રેસનો વિજય થયો છે. ગીરગઢડા તા. પં પર ભગવો લહેરાયો છે.

update 01 : 35 

અરવલ્લી મોડાસા ન.પા. AIMIM એ ખાતુ ખોલ્યું છે. વોર્ડ-06માં 3 કોંગ્રેસ અને 1 AIMIM ના ફાળે  ગઈ છે. 36માંથી ભાજપ 19,કોંગ્રેસ 4 અને AIMIM 1 પર જીત થઇ છે.

update 01 : 35 

મુન્દ્રા ન.પામાં ભાજપનો ભગવો લહેરાયો છે. મુન્દ્રમાં તમામ 7  વૉર્ડની ગણતરી પૂર્ણ થઇ ગઈ છે. જેમાં ભાજપને 19 તો કોંગ્રેસને 9 સીટો મળી છે. 7 વૉર્ડની 28 બેઠકો પર  ચૂંટણી થઇ હતી.

update 01 : 34

તાપીની વાલોડ તા.પં.માં ભાજપની 9 બેઠક પર જીત થઈ છે. જયારે કોંગ્રેસને ફાળે 7 બેઠક આવી છે.

update 01 : 30 

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે. વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી. અત્યાર સુધી 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારોની જીત થઇ છે.કોંગ્રેસનો એકપણ ઉમેદવારના જીતી શક્યો નથી.તાલુકા પંચાયતમાં 10 બેઠક પર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું હજીસુધી ખાતું ના ખુલ્યું. વિરમગામ પંથકમાં આવતી જિ.પં.3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

update 01 : 28

નવસારી તા.પંમાં ભાજપનો ભગવો લહેરાયો છે. 16 માંથી 13 બેઠક પર ભાજપની જીત થઇ છે. 3 બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. ધરાગીરી, નાગધરા, અને સાતેમ બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.

update 01 : 26

અરવલ્લી જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો છે.જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે. માલપુર , મોડાસા તાલુકા પંચાયત પણ ભાજપ ફાળે ગઈ છે. મોડાસા અને બાયડ નગર પાલિકામાં પણ ભગવો લહેરાયો છે.અરવલ્લી જિલ્લામાં ગામડાઓમાં કોંગ્રેસની કારમી હાર થઇ છે.

update 01 : 25

ડાંગનાં પૂર્વ MLA મંગળ ગાવીતનો વિજય થયો છે .કોશિમદા જિ.પં.ની બેઠક પર જીત મળવી છે,મંગળ ગાવીતે MLAમાંથી રાજીનામું આપ્યું હતું.  રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં. ભાજપનાં મેન્ડેડ ઉપર પ્રથમવાર ચૂંટણી લડી બન્યાં વિજયી છે.ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

update 01 : 25 

વડોદરાની સીમળીયા જિ.પં.માં ભાજપની જીત થઇ છે. ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલનો વિજય થયો છે. જયારે પૂર્વ MLA બાલકૃષ્ણ પટેલના પુત્રનો પરાજય થયો છે. ભાજપમાં બળવો કરી પૂર્વ MLAએ પુત્રને  ટિકીટ આપી હતી. અપક્ષમાંથી પુત્રની ઉમેદવારીકરાવી હતી.
3177 મતથી અશ્વિન પટેલનો વિજય થયો છે.

update 01 : 22 

ભરૂચની આમોદ ન.પા.માં સત્તા પરિવર્તન જોવા મળ્યું છે. આમોદમાં ભાજપનો ભગવો લહેરાયો છે.કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડી જીત મેળવી છે.

update 01 : 20 

કચ્છ સ્થાનિક સ્વરાજ ચૂંટણી પરિણામમાં નખત્રાણા તા.પં ઉપર ફરી ભાજપનો કબજો જોવા  મળ્યો છે. ભાજપે તાલુકામાં ભવ્ય વિજય મેળવ્યો છે. સીટોમાંથી ભાજપને 14 અને કોંગ્રેસને 6 સીટો મળી છે.

update 01 : 19 

કચ્છમાં 5 માંથી 2 ન.પા.માં ભાજપનો વિજય થયો છે. અંજાર ન.પા.માં ભાજપે જીત મેળવી છે. માંડવી નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે.

update 01 : 18 

પાદરા નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે. 24 પૈકી 20 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. પાદરા ન.પા.માં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી. 5 બેઠકો આરએસપી અને 3 બેઠકો અપક્ષનાં ફાળે છે.

update 01 : 17 

સાબરકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર સિંહ કુંપાવતની હાર થઇ છે.ભાજપના ઉમેદવારનો મહોર બેઠક પર વિજેતા થયા છે.

update 01 : 16 

જામનગર જિ.પં. પર ભાજપનો કબજો જોવા મળી રહ્યો છે.14 બેઠકો અત્યાર સુધીમાં ભાજપને ફાળે ગઈ છે. 4 કોંગ્રેસ જયારે 1 અન્યને ફાળે
ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું.

update 01 : 16 

  • જિલ્લા પંચાયતોમાં ભાજપનો જય જયકાર
  • 31 જિલ્લાની 980 બેઠકના આવી રહ્યા છે પરિણામ
  • ભાજપની કુલ 273 બેઠક પર જીત
  • કોંગ્રેસના ફાળે આવી 63 બેઠક
  • અપક્ષ 1, આપ 1, BSP 1, અન્યની 1માં જીત
  • ચૂંટણી પંચની બેઠકના આધારે સચોટ પરિણામ
  • કોંગ્રેસના દિગ્ગજો ધાનાણી-ચાવડાના ગઢમા ગાબડા
  • વિક્રમ માડમ, ભરતસિંહના જિલ્લામાં પણ ભૂંડી હાર

update 01 : 10 

અરવલ્લી મોડાસા તાલુકા પંચાયતમાં કેસરિયો જોવા મળ્યો છે.મોડાસા તાલુકા પંચાયતમાં સત્તા પરિવર્તન છે. ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી છે. કુલ 22 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપ વિજય થયું છે. કોંગ્રેસ અને અપક્ષના ફાળે એક એક બેઠક મળી છે.

update 01 : 09 

મહેસાણા વોર્ડ નં-3માં રિકાઉંટિંગ માગ્યું છે. રિકાઉંટિંગ માટે માંગણી કરતા અધિકારીએ સમય માંગ્યો છે.

update 01 : 08 

વડોદરા જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. 34 બેઠક માંથી ભાજપે 18 બેઠકો અને કોંગ્રેસે 3 બેઠક જીતી છે. ભાજપે જિ.પં.માં બહુમતી મેળવી છે, ભાજપ મોટી જીત તરફ છે.

update 01 : 08 

વાંકાનેર નગરપાલિકાની મતગણતરી પૂર્ણ થઇ છે. વાંકાનેર નગરપાલિકા પર ભાજપે કબજો મેળવ્યો છે. 28 બેઠક પૈકી 24 બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો છે. 4 બેઠક પર બસપાના ઉમેદવારોની જીત છે.વાંકાનેર નગરપાલિકા પર કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું.

update 01 : 07

ગોંડલ ન.પા.માં ભાજપે ક્લીન સ્વિપ કરી છે. 44 એ 44 બેઠક પર ભાજપનો વિજય ઓ છે.તા. પં.ની 22 માંથી 20 બેઠક ભાજપનો વિજય થયો છે. તા. પં. માં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી છે. રાજકોટ જિ.પં.ની ગોંડલની 5 માંથી 5 સીટો ભાજપને ફાળે ગઈ છે.ગોંડલનો ઐતિહાસિક વિજય  છે.

update 01 : 02 

ઉપલેટા તા.પં.નું પરિણામ જાહેર થયું છે. ભાજપ-કોંગ્રેસને આઠ-આઠ બેઠકો મળી  છે. જયારે બે બેઠકો અપક્ષને ફાળે છે.

update 01 : 02 

ભુજ નગરપાલિકામાં પણ ભગવો લહેરાયો છે.ભાજપે 27 બેઠકી પર જીત મેળવી છે. કોંગ્રેસે 8 બેઠકો પર જીત મેળવી છે. જયારે મુન્દ્રા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. મુન્દ્રમાં 6 વૉર્ડની ગણતરી પૂર્ણ થઇ છે. જેમાં ભાજપને 15 તો કોંગ્રેસને 9 સીટો મળી છે. 7 વૉર્ડની 28 બેઠકો પર ચુંટણી હતી. તો બીજી બાજુ કચ્છના ગાંધીધામ તા.પં.ના પરિણામ જાહેર થયું છે. 16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત થઇ છે.
તો કોંગ્રેસને 3 જયારે આપને 1 બેઠક મળી છે.

update 12 : 56

સુરેન્દ્રનગર લીંબડી મોડલ સ્કૂલમાં મારામારીની ઘટના આવી સામે છે. મતગણતરી કેન્દ્ર બહાર બે જૂથ વચ્ચે મારામારી થઇ છે.કોંગ્રેસ-ભાજપના સમર્થકો વચ્ચે મારામારી થઇ છે.  બંને જુથનો પોલીસે સમજાવ્યા હતા.

update 12 : 52

જેતપુર, ધોરાજી,ઉપલેટા,જામ કંડોરણામાં ભગવો લહેરાયો છે. જે બાદ મંત્રી જયેશ રાદડિયાએ મતદારોનો આભાર માન્યો છે. આભાર માનતા રાદડિયાએ કહ્યું જેતપુર અને જામ કડોરણાં મારો પરિવાર છે  આ ભાજપની જીત છે અને કોંગ્રેસનો સફાયો છે.

update 12 : 52

ધોરાજી તા. પં.માં ભાજપનો ભગવો લહેરાયો છે.કોંગ્રેસના MLA લલિત વસોયાના ગઢમાં કમળ ખીલ્યું  છે.16 બેઠકમાંથી 9 બેઠક પર ભાજપની જીત થઇ છે. 7 બેઠકો પર કોંગ્રેસની જીત થઇ છે. ધોરાજી તા.પં.માં ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 15 બેઠક હતી. જયારે ભાજપ પાસે એક બેઠક હતી.

update 12 : 46

  • 81 નગરપાલિકામાં ભાજપનો જય જયકાર
  • કુલ 680 વોર્ડની 2720 બેઠક પર આવી રહ્યા છે પરિણામ
  • અત્યાર સુધીમાં ભાજપ 680 બેઠક પર વિજેતા
  • કોંગ્રેસના ફાળે 133 બેઠક, અપક્ષો 37માં વિજયી
  • નગરપાલિકામાં આપનું ખાતું ખુલ્યું, 22 બેઠકો પર જીત
  • ચૂંટણી પંચની વેબસાઇટના આધારે પરિણામો

update 12 : 44

જામનગરની સિક્કા ન.પા. કોંગ્રેસે કબજે કરી છે.કુલ 28માંથી 14 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. 12 ભાજપ અને 2 NCPએ કબજે કરી છે.

update 12 : 43

બોટાદની કનિયાડ તા.પંનુ પરિણામ સામે આવ્યું છે. તા.પં.માં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર  છે. ભાજપના કાળુભાઇ ઘૂસાભાઈ મેણીયા વિજેતા જાહેર થયા છે.

update 12 : 42 

વિરમગામ તા.પં.ની ઓગણ બેઠક પર ભાજપ વિજેતા થયું છે. ભાજપના હુલ્લાસબેન જાદવની જીત થઇ છે.

update 12 : 41

મેંદરડા તા.પં.નું પરિણામ જાહેર થઇ ચુક્યું છે. કુલ 16 સીટમાંથી 11 સીટની મતગણતરી પૂર્ણ  છે.10 સીટ કોંગ્રેસને ફાળે અને 1 સીટ ભાજપના ફાળે છે. 5 સીટની મતગણતરી હજુ બાકી છે.

update 12 : 41

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં  વોર્ડ નં-4માં અપક્ષની પેનલનો વિજય  છે. કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોની જીત  છે.4 સીટો પર કોંગ્રેસના અપક્ષ ઉમેદવારોની જીત  છે.

update 12 : 39

કચ્છની અંજાર ન.પા.નું પરિણામ આવી ગયું છે. ન.પા.ની 5 વોડની ગણતરી પૂર્ણ થઇ છે. ભાજપે  બહુમતી હાંસલ કરી છે. ભાજપે 21 બેઠકો પર જીત મેળવી છે. અગાઉ 2 બેઠકો પર BJP ઉમેદવાર બિનહરીફ થયા હતા. કોંગ્રેસે માત્ર 1 જ બેઠક પર જીત મેળવી છે.કુલ વૉર્ડ 9 ની 36 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

update 12 : 36

બનાસકાંઠામાં ત્રણ ન.પા.માં ભાજપનો ભગવો લહેરાયો છે. પાલનપુર, ડીસા,ભાભર ન.પા.માં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે.કોંગ્રેસના ત્રણે ન.પા.માં જૂજ સભ્યો વિજેતા થયા છે. ભાજપે ત્રણે ન.પા.મા સત્તા જાળવી રાખી છે.

update 12 : 31

મહેસાણાની જોટાણા જિ.પં.નું પરિણામ જાહેર થયું છે.ભાજપના ઉમેદવાર ગણપતભાઈ મુખીની જીત થઇ છે.ગણપત મુખીનો 4800 મતોથી જંગી જીત થઇ છે.

update 12 : 27

ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કડજોદરા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની હાર થઇ છે.કોંગ્રેસના પ્રમુખ સૂર્યશીહ ડાભીનો પરાજય થયો છે. ભાજપના રાજેન્દ્ર સિંહ રાઠોડની જીત છે.

update 12 : 26

બનાસકાંઠાની ડિસા ન.પા.નું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર 5માં ભાજપને ફાળે 2 બેઠક આવી છે.અપક્ષના ફાળે 2 બેઠક આવી છે.

update 12 : 24

આણંદ પેટલાદ ન.પા.નું પરિણામ જાહેર થયું છે. પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલની હાર  છે. બે વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી હતી.
કોંગ્રેસના ધારાસભ્યએ વોર્ડ 3 માંથી ઉમેદવારી નોંધાવી હતી. વોર્ડ નંબર -5માંથી ઉમેદવારી નોંધાવી હતી.

update 12 : 21

ગોધરા ન.પા.ના વોર્ડ નંબર 2 નું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર 2 માં 3 ભાજપ અને એક અપક્ષ વિજેતા થયા છે. વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ તૂટી છે.

update 12 : 19

કચ્છના ગાંધીધામ તા.પં.ના પરિણામ જાહેર થયા છે. 16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત થઇ છે. કોંગ્રેસને 3 તો આપને 1 બેઠક મળી છે.

update 12 : 13

મહેસાણા ઊંઝા ન.પા.માં ચૂંટણીમાં ભાજપને ફટકો પડ્યો છે. વોર્ડ- 3 માં ભાજપનો 4 બેઠકો પર પરાજય થયો છે. વોર્ડ 3 માં અપક્ષોની કામદાર પેનલોની જીત થઇ છે. શહેર ભાજપ પ્રમુખ હિતેશ પટેલનો પરાજય થયો છે.

update 12 : 12

બનાસકાંઠાની ભાભર ન.પા.નું પરિણામ જાહેર થયું છે. 6 વોર્ડમાં 24 માંથી 23 પર ભાજપ ઉમેદવાર વિજેતા થયા છે. કોંગ્રેસ માત્ર 1 બેઠક જીતી.ભાભરમાં ભાજપની સત્તા યથાવત છે.

update 12 : 09

બોટાદની બરવાળા ન.પા.ની મતગણતરી પૂર્ણ થઇ છે.ન.પા.માં ભાજપનો કબજો. કુલ 26 બેઠકોમાંથી 21 બેઠક ભાજપને ફાળે છે.

update 12 : 06

વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણીમાં આખરે કોંગ્રેસે ખાતુ ખુલ્યું છે.ગોઠડા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. ડો. પ્યારે સાહેબ રાઠોડની જીત થઇ છે.

update 12 : 05

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ધૂતારપર બેઠક પર કોંગ્રેસને ફટકો પડયો છે. ભાજપના ઉમેદવાર ભરત બોરસદીયાનો વિજય થયો છે.જયારે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિની કારમી હાર થઇ છે.

update 12 : 01

મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુકરવાડામાં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.ભરતભાઇ પટેલનો 4800 મતે ભવ્ય જીત મેળવી છે.

update 11 : 58

સુરત કડોદરા ન.પાલિકામાં ભગવો લહેરાયો છે. 28 બેઠકમાંથી 27 બેઠક ભાજપના ફાળે આવી છે.માત્ર 1 બેઠક પર કોંગ્રેસની જીત છે.

update 11 : 53

જામનગર ઓશવાળ સેન્ટર ખાતે ભીડ ઉમટી છે. માનવ મહેરામણને લઈને SP ઘટનાસ્થળે પહોંચ્યા છે.એસપી દીપેન ભદ્રન મતગણતરી સ્થળે ખુદ દોડી આવ્યા છે. સુરક્ષા જવાનોએ લોકોને સેન્ટરથી બહાર કઢાયા છે.

update 11 : 50

અમરેલી જિલ્લામાં ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા પંચાયતની ધારગણી સીટ પર મેજર અપસેટ ભાજપના  પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવાના પત્નીનો પરાજય થયો છે. ધારગણી બેઠક પર આપના ઉમેદવારનો વિજય થયો છે. જિ.પંચાયતમાં પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે.

update 11 : 47

ક્ચ્છની ગાંધીધામ તા.પં. ફાઇનલ પરિણામો જાહેર થયા છે.16 પૈકી 12 બેઠકો પર ભાજપની જીત થઇ છે.કોંગ્રેસને 3 તો આપને 1 બેઠક મળી છે. જિ.પં.ની બે બેઠક પણ ભાજપને ફાળે છે.

update 11 : 46

વડોદરા 8 તા. પં.માં 29 બેઠકોનાં પરિણામ જાહેર થયું છે. તાલુકા પંચાયતમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો છે. તા.પં. 24 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. અત્યાર સુધી કોંગ્રેસનાં ફાળે 5 બેઠકો આવી છે.

update 11 : 45

વડોદરા જિ.પં. 34 પૈકી 11 બેઠકોનાં પરિણામ જાહેર થયા છે. 34 માંથી 11 બેઠકો પર ભાજપનો કબજો જોવા મળ્યો છે. અનઘડ,દશરથ,પોર,ભાદરવા,ચોરંદા, ચોંકારી, ધનતેજ બેઠકો ભાજપે જીતી છે.

update 11 : 45

ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 40 બેઠકો માંથી 2 બેઠકના પરિણામ જાહેર થયા છે. જેમાં જેસર અને ભાદરોડ બન્ને બેઠક ભાજપના ફળે આવી છે.

update 11 : 43

ડભોઈ તા.પં. 06 સિટોનું પરિણામ જાહેર થયું છે. ચાણોદ તા. પં.માં અપક્ષનો વિજય થયો છે.ઉમેદવાર એહુલ માછીનો  વિજય થયો છે.

  • ચનવાડા તાલુકા પંચાયત ભાજપની જીત
  • ગણપતભાઇ બાબરભાઈ વસાવાની જીત
  • કરનાળી તાલુકા પંચાયત ભાજપની જીત
  • સુમિત્રાબેન કલ્પેશભાઈ તડવીની જીત
  • તેનતલાવ તાલુકામાં ભાજપનો વિજય
  • રાજેન્દ્ર ચતુરભાઈ તડવીની જીત
  • વડજ તા.પં.માં કોંગ્રસની જીત
  • કોંગ્રેસના પ્રહલાદ પટેલની જીત

update 11 : 41

દ્વારકા ખંભાળીયા ન.પા.નું પરિણામ જાહેર થયા છે.વોર્ડ નંબર 4 નું પરિણામ જાહેર થયું છે.ભાજપની 3 બેઠક અને બસપાની 1 બેઠક પર જીત થઇ છે.

update 11 : 39

બોટાદ જિ.પં.ની મતગણતરીમાં ભાભણ સીટ પર ભાજપની જીત  થઇ છે. જેઠીબેન પાલજીભાઈ પરમારનો વિજય થયો છે.

update 11 : 39

જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મજેવડી બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે.કાંતિભાઈ ગજેરાનો અપક્ષમાંથી વિજય થયા છે.
ભાજપ ઉમેદવારનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસમાં ફોર્મ રદ્દ કરી ભાજપમાં જોડાવું ભારે પડયું છે.

update 11 : 35

મહેસાણા ન.પા.માં વોર્ડ નં. 2 માં કોંગ્રેસની જીત થઇ છે. ઊંઝા પાલિકાના વોર્ડમાં ભાજપની 1 સીટ, 3 સીટ પર અપક્ષોની  જીત થઇ છે.
કડી ન.પા.માં 9 વોર્ડમાંથી 35 પર ભાજપનો વિજય થયો છે.જયારે વિસનગર પાલિકામાં 1 અને 3 પર ભાજપની જીત થઇ છે.વિસનગર પાલિકામાં વોર્ડ 2 માં કોંગ્રેસની જીત થઇ છે.

update 11 : 32

હાલોલ તાલુકામાં કોંગ્રેસનું ખુલ્યું ખાતું, શિવરાજપુર તા.પંચાયત બેઠક કોંગ્રેસના ફાળે .

update 11 : 31

સાવલી નગરપાલિકાનાં પરિણામોમાં રસાકસી જોવા મળી, નગરપાલિકાનાં 6 વોર્ડ પૈકી 3 નાં પરિણામ જાહેર થયા છે. જેમાં 3 વોર્ડની 12 બેઠકોમાં ભાજપ કોંગ્રેસનાં ભાગે સરખી બેઠકો આવી છે. ભાજપને 6 અને કોંગ્રેસને 6 બેઠક ફાળે આવી છે.

update 11 : 30

ભુજ ન.પા.માં વોર્ડ 2 માં ભાજપે માંગ્યું રી કાઉન્ટીગ મતમાં ફેરફાર આવ્યા છે. BJPના એક ઉમેદવારની 57 મતે જીત થઇ છે.કોંગ્રેસના 3 ઉમેદવાર વિજેતા છે.

update 11 : 25

ઉમરગામ ન.પા.ના કુલ 7 વોર્ડ માં 28 બેઠકો. એક બિનહરીફ બેઠક ભાજપના કબજે ગઈ છે, 27 બેઠકોની મતગણતરી ચાલુ છે.હમણાં સુધી 4 વોર્ડની મતગણતરી થઈ છે. 3 વોર્ડ ના તમામ 4 સભ્યો ભાજપના કબજે ગઈ છે. 1 વોર્ડના તમામ 4 સભ્યો કોંગ્રેસે બાજી મારી
કુલ 28 માંથી 13 ભાજપ અને 4 કોંગ્રેસેને મળી છે.

update 11 : 19

કોર્પોરેશન પછી પંચાયત-પાલિકામાં પણ ભાજપ વિજેતા થતા ભાજપ વિજયોત્સવ મનાવશે.પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આયોજન કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. બપોરે 1.30 કલાકે વિજયોત્સવની ઉજવણી કરવામાં આવશે.

update 11 : 18

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ તૂટી. ભાજપના 3 અને 1 અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.

update 11 : 17

વલસાડ જિલ્લા પંચાયત કુલ બેઠક -38

  • ભાજપ-06
  • કોંગ્રેસ 00

વલસાડ જિલ્લા પંચાયતની વિજેતા બેઠકના નામ

  • અંબોસી. BJP
  • છરવાડા. BJP
  • કરચોણ. BJP
  • બલિઠા. BJP
  • ઉમરસાડી. BJP
  • ગોઠણ. BJP

update 11 : 15 બનાસકાંઠા 

ડીસા વોર્ડ નંબર 3 માં 3 ભાજપ, 1 અપક્ષ વિજેતા થયા છે.

  • સંગીતાબેન દવે, ભાજપ
  • છાયાબેન નાયિ, ભાજપ
  • શૈલેષ પ્રજાપતિ, ભાજપ
  • રમેશ માજીરાણા, અપક્ષ

update 11 : 14 

પોરબંદર છાયા સયુંકત નગરપાલી

  • કુલ52 બેઠક
  • ભાજપ – 18
  • કૉંગ્રેશ-02

કુતિયાણા તાલુકા પંચાયત

  • કુલ 16 બેઠક
  • કોંગ્રેસ- 03
  • ભાજપ-03

પોરબંદર તાલુકા પંચાયત

  • કુલ 22 બેઠક
  • ભાજપ-06
  • કૉંગ્રેશ-01

રાણાવાવ તાલુકા પંચાયત

  • કુલ 16
  • ભાજપ-02
  • કૉંગ્રેશ-01

પોરબંદર જિલ્લા પંચાયત

  • કુલ 18 બેઠક
  • ભાજપ-07
  • કૉંગ્રેશ-01

update 11 : 12 જામનગર

કાલાવડ જિલ્લા પંચાયત કુલ સીટ 4

કાલાવડ તાલુકા પંચાયત કુલ સીટ 18

કાલાવડ તાલુકા તથા જિલ્લા પંચાયત

કાલાવડ તાલુકા પંચાયત

  • ભાજપ 5
  • કોંગ્રેસ.3
  • અપક્ષ 1
  • અન્ય 1
  • કુલ 10

કાલાવડ જિલ્લા પંચાયત

  • ભાજપ 1
  • કોંગ્રસ 1
  • અન્ય 0
  • કુલ 2

update 11 : 12

કચ્છના મુદ્રા ન.પા.ની મતગણતરીમાં વોર્ડ 3મા ભાજપની પેનલ વિજેતા થઇ છે.BJP ના ચારેય ઉમેદવારની જીત થઇ છે.

update 11 : 08

અરવલ્લી મોડાસા ન.પા.માં ભાજપનો સપાટો થયો છે, સતત ત્રીજા વોર્ડમાં પેનલમાં ભાજપ વિજય થયું છે. 36માંથી 12 બેઠકો ભાજપ ઉમેદવારો વિજેતા થયા છે.

update 11 : 04

વડોદરા અનઘડ જિ.પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવાર પ્રવીણ મકવાણાએ ગંભીર આક્ષેપ કર્યો છે. ઇવીએમ સાથે ચેડાં કરી ભાજપે વિજય મેળવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ઉમેદવારે ચૂંટણી અધિકારી સમક્ષ વાંધો ઉઠાવ્યો છે.

update 10 : 58

મહેસાણાની કડી પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી થઇ હતી. 36માંથી 35 પર ભાજપનો વિજય થયો છે. વોર્ડ નંબર પાંચમાં એક કોંગ્રેસને બેઠક મળી છે. વર્ષ 2015માં ભાજપે 28 બેઠકો મેળવી હતી.

update 10 : 56

બનાસકાંઠા ભાભર ન,પા.ની મતગણતરીમાં  વોર્ડ નં-3માં ભાજપ પેનલ વિજેતા  છે. પ્રભાત સિંહ રાઠોડ,વિક્રમસિંહ રાઠોડ,શાકરબેન રાઠોડ,દાનીબેન પરમારની જીત થઇ છે.

update 10 : 55

વિરમગામની ઘોડા જિ.પં. બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપના ભાવનાબેન વડલાની વિજેતા થયા છે. વિરમગામ ન.પા વોર્ડ ના. 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે. વિરમગામ તા. પં.ત થોરી થાંભા બેઠક પર  ચંદ્રિકાબેન કોળી પટેલનો 6 મતથી વિજય થયો છે.

update 10 : 54

સાવલી નગરપાલિકાની ચૂંટણીમાં બે વોર્ડનાં પરિણામો જાહેર થયાં છે.બે વોર્ડનાં 8 માંથી 5 બેઠક કોંગ્રેસનેઈ છે જયારે 3 બેઠકો ભાજપનાં ફાળે આવી છે. વોર્ડ 1 માં કોંગ્રેસને 3 બેઠક, ભાજપ 1 બેઠક મળી છે.જયારે વોર્ડ 2 માં ભાજપ-કોંગ્રેસનાં ફાળે બે-બે બેઠક આવી છે.

update 10 : 53

મહુવા નગરપાલિકાની ચૂંટણીમાં  વોર્ડ નં 1 એકમાં ભાજપની પેનલની જીત થઇ છે. કોંગ્રેસના ગઢમાં ભાજપે  જીત મેળવી છે.
અમૃતબેન ગોહિલ, દાઉદભાઈ સોરા, મંગળભાઈ ચૌહાણ, મંજુબેન સાનડીસનો વિજય થયો છે.

update 10 : 53

છોટા ઉદેપુરની ચીસાડીયા જિ.પં.ની મતગણતરીમાં ચીસાડીયા જિ.પં. બેઠક પર ભાજપ વિજેતા છે.અલીખેરવા બેઠક પર ભાજપ વિજેતા થતા ઉમેદવારોમાં ખુશીને લ્હેર છવાઈ છે.

update 10 : 50

ડાંગ જિ.પં. માટે મતગણતરીમાં  18 માંથી 5 બેઠક પર ભાજપની જીત થઇ  છે. તા.પં. 48 માંથી 7 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે.
ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

update 10 : 49

મહેસાણા ન.પાની મતગણતરીમાં વોર્ડ નંબર 1માં 1 બેઠક પર કોંગ્રેસ વિજેતા થઇ છે. 3 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

update 10 : 49

ગોંડલ નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. કુલ 11 વોર્ડની 44 બેઠકની ચૂંટણી યોજાઈ હતી. 5 બેઠક પહેલાથી જ ભાજપ ઉમેદવારો બિનહરીફ હતા. 39 બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં વોર્ડ નંબર 1 , 2, 3, 7,8 મા ભાજપની પેનલ વિજેતા થઇ છે.

update 10 : 48

કચ્છની મુન્દ્રા ન.પા.ની મતગણતરીમાં  વોર્ડ 2 મા ભાજપની પેનલ વિજેતા થઇ છે. ભાજપના ચારેય ઉમેદવારની જીત થઇ છે.

update 10 : 47

મહીસાગર લુણાવાડાની ડોકેવાલ તા..પંમાં ભાજપની જીત થઇ છે.

update 10 : 46

તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસ આગળ
ભાજપ – 00
કોંગ્રેસ – 01
અન્ય – 00

વ્યારા તાલુકા પંચાયત
ભાજપ 00
કોંગ્રેસ 04
અન્ય 00

કુકરમુંડા તાલુકા પંચાયત
ભાજપ 02
કોંગ્રેસ 00
અન્ય 00

સોનગઢ તાલુકા પંચાયત
ભાજપ 00
કોંગ્રેસ 01
અન્ય 00

નિઝર તાલુકા પંચાયત
ભાજપ 01
કોંગ્રેસ 00
અન્ય 00

ઉચ્છલ તાલુકા પંચાયત
ભાજપ 00
કોંગ્રેસ 00
અન્ય 00

ડોલવણ તાલુકા પંચાયત
ભાજપ 00
કોંગ્રેસ 01
ડોલવણ 00

વાલોડ તાલુકા પંચાયત
ભાજપ 00
કોંગ્રેસ 00
અન્ય 00

વ્યારા નગરપાલિકા
ભાજપ – 12
કોંગ્રેસ – 00
અન્ય – 00

update 10 : 45

મોરવા હડફ તા.પં. બામણા બેઠક પર ભાજપની જીત થઇ છે. માલીવાડ ધર્મિષ્ઠાબેન દિનેશભાઈએ જીત મેળવી છે. શહેરા તા.‌ પંમાં ભાજપની જીત થઇ છે. ભુરખલ બેઠકનાં ભાજપના ઉમેદવારની જીત, રામસિંહ ભાઈ શંકરભાઈ પરમારની જીત થઇ છે.

update 10 : 44

કલોલ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 કોંગ્રેસની પેનલની જીત થઇ છે.

update 10 : 42

પાલિકા-પંચાયતનાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ આગળ
31 જિ.પં.માંથી 20 જિ.પં.માં ભાજપને સરસાઇ
161 જિલ્લા પંચાયતની સીટ પર કમળ આગળ
32 સીટ પર કોંગ્રેસને મળી છે લીડ
ન.પાનાં ટ્રેન્ડમાં ભાજપ 306 બેઠક ઉપર આગળ
ન.પામાં 41 બેઠકમાં કોંગ્રેસને મળી લીડ

update 10 : 41

અમરેલી લાઠી તા.પં.ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. શાખપુર બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા થયા છે.
ભનુબેન બાબુભાઈ ખુમાણ 26 મતથી વિજેતા થયા છે.

update 10 : 40

ચાણોદ જિ.પંમાં 1 રાઉન્ડમાં ભાજપ આગળ છે. જયારે  ચાણોદ તા.પં. સીટ પર અપક્ષની જીત થઇ છે. તો ચનવાડા તા.પં.ની સાઈટ પર ભાજપની જીત થઇ છે.

update 10 : 40

રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં  બેડલા સીટ પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે.ભાજપના સવિતાબેન ગોહેલનો 8 મતે વિજય થયો છે.

update 10 : 39

ડભોઇ ન.પા.ની ચૂંટણીનું પરિણામ જાહેર, ન.પા.માં વોર્ડ 1માં ભાજપ પેનલની જીત થઇ છે. ભાજપે ખાતું ખોલતા સમર્થકોમાં ઉત્સાહ
ભાજપે અપક્ષ ઉમેદવારો  માત આપી છે.

update 10 : 38

મહુવા નગરપાલિકાની ચૂંટણી વોડ નંબર 3માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે.

જેતુન બેન રજાક ભાઈ દસાડીયા
લાખા ભાઈ શામજી ભાઈ ગોહીલ
સહેનાજ બેન અનવર ભાઈ જલાલી
હાજી ઈસા ભાઈ કાળવતર લાખાભાઈ

update 10 : 37

જામનગરની ધ્રોલ તા.પંની મતગણતરી, હાડાટોડા, દેડકડ,હમાપર બેઠક પર ભાજપનો વિજય થયો છે. જશાપરની બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.

update 10 : 36

પંચમહાલ બલુજીના મુવાડા તા. પં.ભાજપની જીત થઇ છે. અર્જુનભાઈ બારીઆ વિજય થયા છે.

 update 10 : 35

દ્વારકા જિ.ની સલાયા ન.પાલિકાની પેટા ચૂંટણી, 2 વોર્ડ ની 8 બેઠક પર  પેટા ચૂંટણી યોજાઈ હતી. વોર્ડ નં. 2 માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 2 -2 બેઠક છે. વોર્ડ નં.3 માં 2 કોંગ્રેસ અને 2 AAP પાર્ટીના ઉમેદવારની જીત થઇ છે.

update 10 : 33

જામનગર કાલાવડ જિ. પં.ની ચૂંટણીના પરિણામ જાહેર, ખંઢેરા જિ.પં.માં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે.

update 10 : 32

હિંમતનગર નગર પાલિકામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે. વોર્ડ નં 3 માં કોંગ્રેસની પેનલનો  વિજય થયો છે. પૂર્વ વિરોધ પક્ષના નેતા ઇમરાન અલજીવાલાની જીત  છે.

update 10 : 32

કચ્છની ગાંધીધામ ન.પા.માં ભાજપની પેનલની જીત થઇ છે. વોર્ડ નંબર 1મા ભાજપની પેનલ વિજેતા થઇ છે.

update 10 : 31

ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ 1 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. કોંગ્રેસના ચાર ઉમેદવારોની જીત  છે. સલીમ અમદાવાદી,  હેમેન્દ્ર કોઠીવાલાની જીત  છે. અસમાબાનું પટેલ, ઝૈનબ બીબી રાજ વિજેતા થયા છે.

update 10 : 28

વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોયલી 1 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રસિંહ ચૌહાણની જીત થઇ છે. ભાજપ ઉમેદવાર દિનેશ ઉર્ફે મગન પટેલની હાર થઇ છે.

update 10 : 27 અમરેલી બીગ બ્રેકીંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં આપની એન્ટ્રી થઇ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર માત્ર 2 મત થી વિજેતા થાય છે. રેખા બેન સવજીભાઈ પરમારની જીત તહી છે. ભાજપની સૌથી સિક્યોર સીટ પર આપનો વિજય થયો છે. જે બાદ ભાજપ કોંગ્રેસમા સન્નાટો જોવા મળી રહ્યો છે.

update 10 : 24

  • નગરપાલિકાનાં ટ્રેન્ડમાં ભાજપ આગળ
  • 367 બેઠકનાં બહાર આવ્યા ટ્રેન્ડ
  • ભાજપ 306 ઉપર આગળ
  • 41 બેઠકમાં કોંગ્રેસને મળી લીડ
  • 20 બેઠક પર અન્ય આગળ

update 10 : 23

સુરેન્દ્રનગરની પાટડી ન.પા.માં વોર્ડ નંબર-1માં બીજેપીની જીત થઇ છે. પાલિકામાં વોર્ડ નંબર 1 બીજેપીની પેનલ વિજય થયો છે.

update 10 : 22

સાબરકાંઠામાં કોંગ્રેસ માટે મોટો અપસેટ. કોંગ્રેસનાં દંડકને ઝટકો લાગ્યો છે. કોંગ્રેસનાં દંડક અશ્વિન કોતવાલનાં પુત્રની હાર
વિજયનગર તા.પં માં હારનો સામનો કરવો પડ્યો છે.

update 10 : 20

તાપીની વ્યારા ન.પા.ની મતણગતરીમાં વોર્ડ નંબ 1 માં ભાજપની પેનલનો વિજય થયો છે.

update 10 : 19

બનાસકાંઠા પાલનપુર ન.પા.ની મતગણતરી બાદ વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજેતા થઇ છે. ભાજપના વિજેતા ઉમેદવારો
હર્ષાબેન મહેશ્વરી,હેતલબેન રાવલ વિજેતા જાહેર થયા છે. ચીમનભાઈ સોલંકી,આશિષભાઈ પઢીયાર વિજેતા જાહેર થયા છે.

update 10 : 15

ડાંગ બરડા જિલ્લા પંચાયત ઉપર ભાજપની જીત થઇ છે.

update 10 : 14

કચ્છના અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો છે. 500 થી વધુ મતોથી ભાજપની પેનલ  વિજેતા બની છે.

update 10 : 12

ડાંગની ગારખાડી તાલુકા પંચાયત ઉપર ભાજપની જીત થઇ છે. માળુંગા તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસની જીત

update 10 :10

જામનગર સિક્કા નગરપાલિકાની મતગણતરી બાદ વોર્ડ નંબર 1માં ભાજપને ફાળે બે બેઠક આવી છે. બે બેઠક પર કોંગ્રેસ ઉમેદવારની જીત
ભાજપ 2 અને કોંગ્રેસના 2 ઉમેદવારોનો વિજય થયો છે.

update 10 :10

બનાસકાંઠાની પાલનપુર ન.પાની મતગણતરી બાદ પાલનપુર વોર્ડ 1 ભાજપની પેનલ વિજેતા થઇ છે.

update 10 : 09

દાહોદ તાલુકા પંચાયતની મતગણતરી
દશલા સીટ પર કૉંગ્રેસના ઉમેદવારનો વિજય
કોંગ્રેસના બધુભાઈ જવલાભાઈ પરમારે મેળવી જીત

update 10 : 08

સુરત જિલ્લામાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું  છે. કામરેજ તાલુકા પંચાયતમાં આપ ઉમેદવારની જીત આંબોલી બેઠક પર આપના ફરીદા આગેવાનની જીત થઇ છે.

update 10 : 08

બોટાદ ન.પા.ની મતગણતરી બાદ ન.પા.મા વોર્ડ નંબર 2માં ભાજપનો વિજય થયો છે. ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયોછે
વોર્ડ નંબર 2 ભાજપનો ગઢ ગણાય છે.

update 10 : 06

અમરેલી બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો છે. સાવરકુંડલામાં ન.પા.માં ભાજપની પેનલની જીત
બાબરા નગરપાલિકામાં ભાજપની પેનલની જીત થઇ છે.

update 10 : 05

મહીસાગર જિ.પં. બાકોરમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈ વિજય થયા છે.ખાનપુર તા. પં.ની 16 પૈકી બેમાં ભાજપની જીત થઇ છે. બાકોર- બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે.

update 10 : 05

દાહોદ તાલુકા પંચાયતની ચૂંટણી બોરવાણી બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. ભાજપના ઉમેદવાર જોરસિંગ બીલવાળની જીત થઇ છે.

update 10 : 05

મહિસાગર વિરપુર તાલુકાની બારોડા સીટ પર ભાજપનો વિજય વિરપુર તા.પં.ના ઉમેદવાર હિનાબેન બીપીન પટેલ વિજય થયો છે.

update 10 : 04

અમરેલી બગસરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલનો વિજય થયો છે.અમરેલી તાલુકા પંચાયતમાં બે બેઠક ભાજપને ફાળે એક કોંગ્રેસને ફાળે અને એક આપને બેઠક મળી.

update 10 : 04

સુરત ઓલપાડ તાલુકાની ચૂંટણી. કીમ તાલુકા પંચાયતની પર ભાજપની જીત થઇ છે. 1 હજાર મતથી નીતા પટેલનો વિજય થયો છે.

update 10 : 03

આણંદ નગરપાલીકા વોડ નંબર. 1 જીત

ભાજપ 1
કોંગ્રેસ. 3

કુલ મત 31954

લીડ ઉમેદવાર નું નામ

1 નિષાબેન પરમાર કૉંગ્રેશ 3791 

2 રેશ્માબેન વ્હોરા કોંગ્રેસ 3555 

3ઇકબાલ ભાઈ મલેક. કોંગ્રેસ 4220 

4 નિકિતા બેન વણકર ભાજપ 3525

update 10 : 03 ડાંગ

આહવા 3 તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઇ છે.

update 10 : 03 દાહોદ

લીમખેડા તાલુકા પંચાયતની ચૈડીયા સીટ પર પ્રથમ રાઉન્ડમાં ભાજપ 620 મતોથી આગળ ચલી રહ્યું છે.

update 10 : 02

ચોટીલા વોર્ડ 1 મા બે ભાજપ બે કોગ્રેસ ઉમેદવારનોની જીત થઇ છે.

update 10 : 01 મહેસાણા

કડી વોર્ડ નંબર 2ની ભાજપની પેનલનો વિજય થયો છે.  વોર્ડ નંબર 2માં 3 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વોર્ડ નંબર બેની પેનલ વિજય થયો છે. કડી નગરપાલિકાના વોર્ડ નંબર બેમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે.

update 10 : 01  

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત મતગણતરીમાં 1 બજાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે. જીવીબેન એભા ભાઈ કરમુરે જીત મેળવી છે.

update 10 : 00

માણાવદર જિલા પ.ની કોયલાણા બેઠક પર ભાજપનો વિજય થયો છે.

update 9 : 58  ક્ચ્છ

રાપર તાલુકા પંચાયતમાં 41 પૈકી 32 પોસ્ટલ બેલેટ રદ

ભાજપને 5 અને કોંગ્રેસને 4 મત મળ્યા

જિલ્લા પંચાયતમાં 42 પૈકી 24 રદ

ભાજપને 8,કોંગ્રેસને 9 અને 1 નોટા પડ્યા

update 9 : 57 વલસાડ જિલ્લો

ધરમપુર નગર પાલિકા વૉર્ડ નંબર 02 બીજેપીનો વિજય થયો છે. ધરમપુર નગર પાલિકાની એક સીટની પેટા ચૂંટણીમાં બીજેપીની જીત થઇ છે.

update 9 : 56 અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભાજપનુ ખાતુ ખુલ્યું છે. લાઠી તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. ભાજપના મહિલા ઉમેદવાર માયાબેન લાંગાવદરાની જીત થઇ છે.

તા.પં. લાઠી
ભાજપ. 1
કોંગ્રેસ. 0
અન્ય.0
કુલ. 16 બેઠક

update 9 : 55  

નવસારી વોર્ડ નંબર 8 પર ભાજપ ની પેનલ નો વિજય થયો છે.

update 9 : 54  

પોરબંદર છાયા નગરપાલિકા માં વોર્ડ નંબર 1 ની 4 ઉમેદવાર માં ભાજપ વિજય થયો છે.

update 9 : 53  સુરેન્દ્રનગર  

સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 01 ભાજપની પેનલનો વિજય થયો છે.

સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ૦૭ ભાજપની પેનલનો વિજય થયો છે.

update 9 : 52  ક્ચ્છ

નવસારી જિલ્લોની ચીખલી તાલુકા પંચાયત સીટ પર  ભાજપ વિજેતા થયું છે. 1437  મતથી જીત મેળવી છે.

update 9 : 51  ક્ચ્છ

નખત્રાણા તાલુકા પંચાયતની કોટડા રોહા બેઠક પર ભાજપે ખાતું ખોલાવ્યું બાદ ભાજપના ઉમેદવાર હંસાબા જાડેજા વિજેતા થયા છે.

update 9 : 50 સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલના ઉમેદવારો વિજય તરફ

update 9 : 50 બનાસકાંઠા

ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ની પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશ વિજેતા થયા છે. 145 મતોથી વિજય મેળવ્યો છે.

update 9 : 49  ક્ચ્છ

ભુજ પાલિકામાં વોર્ડ નં 1 માં કોંગ્રેસ પેનલની જીત થઇ છે. કોંગ્રેસના ચારેય ઉમેદવારોનો વિજય થતા ઉમેદવારોમાં ખુશીને લ્હેર જોવા મળી.

update 9 : 48  

ધાંગધ્રા અને લીબડી ના વોર્ડ નંબર એકમાં બીજેપીની પેનલ એ વિજય ખાતું ખોલાવ્યું છે.

update 9 : 47  

મુન્દ્રા નગર પાલિકા : વોર્ડ નંબર 1 માં કૉંગ્રેસ ની પેનલ નો વિજય થયો છે. પ્રથમ વખત મુન્દ્રામાં  પાલિકાની ચૂંટણી યોજાઈ છે.

વિજેતા ઉમેદવારો ના નામ

વોર્ડ નંબર 1 કોંગ્રેસ
1) અરવિદ સથવારા
2) જાવેદ પઠાણ
3) નયનાબેન સુરા
4) નીમીતાબેન પતારિયા

update 9 : 47 માળીયા

માળિયા તાલુકા પંચાયત 01-અમરાપુર કોંગ્રેસનો વિજય થયો છે. 

update 9 : 46

વલસાડ જિલ્લો ધરમપુર નગર પાલિકા વૉર્ડ નંબર 02  બીજેપીનો  વિજય થયો છે.

update 9 : 46   

વિસનગર ભાડું તાલુકા પંચાયત બીજેપી ની જીત

update 9 : 46   

વંથલી તા. પં. બાલોટ બેઠક ભાજપના હર્ષા કોટડીયા વિજય થયો છે.

update 9 : 45  જૂનાગઢ

1-બગડું તા.પંચાયત ભાજપ ના મહિલા ઉમેદવાર રેખા બેન મહેન્દ્રભાઈ ડોબરીયા 585 મતથી વિજય થયો છે.

update 9 : 43 ક્ચ્છ

અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 માં ભગવો લહેરાયો છે. 500 થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની છે.

update 9 : 43

બનાસકાંઠાના થરા નગરપાલિકાની પેટા ચૂંટણીની બન્ને બેઠકમાં ભાજપનો વિજય

update 9 : 42 બોટાદ 

ભાજપના ઉમેદવાર વોર્ડ નંબર 1 વિજેતા ઉમેદવાર આટલા મતે વિજેતા..

  • અનિલબેન રાવલ 3393
  • સોનલબેન ચુડાસમા 2956
  • કિશોરભાઈ ભાઈ ચૌહાણ 3375
  • જયસુખ ભાઈ કાનેટિયા 3265

update 9 : 42

તા. પંચાયત. સાવલી
ભાજપ. 2
કોંગ્રેસ. 00
અન્ય.00
કુલ.2

update 9 : 41

સાવલી પિલોલ જિલ્લા પંચાયત ના ગાંગડી યા તાલુકા પંચાયત ના ભાજપ ના ઉમેદવાર દિવાળીબેન નાયકા વિજેતા જાહેર થયા છે.

update 9 : 40

વડોદરા સાવલી સ્થાનિકસ્વરાજ્ય ની 5,જિલ્લાપંચાયત, 22,તાલુકાપંચાયત અને સાવલી નગરપાલિકા ની ચૂંટણી ની મતગણતરી શરૂ કરાઈ છે.  5,જિલ્લાપંચાયત 22,તાલુકાપંચાયત ની મત ગણતરી સાવલી વડોદરા રોડ પર આવેલી કોલેજ માં રખાઈ છે જ્યારે
સાવલી નગરપાલિકા ની ચૂંટણીની મતગણતરી સાવલી તાલુકા સેવાસદનમાં વ્યવસ્થા કરાઈ છે.સાવલી નગરપાલિકા ના 6 વોર્ડ ની
24 સીટ માટે મતગણતરી શરૂ કરાઈ. સાવલી નગરપાલિકા વિસ્તાર ના કુલ 14116 મતદાતા પૈકી 9639 એટલે 68,29% મતદાન થયું હતું

update 9 : 39

મહીસાગર ખાનપુર તાલુકા પંચાયત ની બાકોર સીટ માં ભાજપ નો વિજય થયો છે. બાકોર તાલુકા પંચાયત ના ભાજપ ઉમેદવાર રસમિકાબેન યોગેશભાઈ વિજય થયા છે. જીલ્લા પંચાયત માં ભાજપના ભાથીભાઈ જવરાભાઈ આગળ

update 9 : 37

છોટાઉદેપુરના બહાદરપુર 3 ભાજપના તાલુકા પંચાયતના નયનાબેન ની જીત થઇ છે. નયના બેન 364  મતથી જીત મેળવી છે.

update 9 : 35

અમરેલી જિલ્લા ખાતે મતગણતરી શરૂ થઇ ચુકી છે. થ્રિ લેયર સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ કરવામાં  આવી છે. જિલ્લાની 5 નગરપાલિકાની ગણતરી શરૂ થઇ છે.  11 તાલુકા પંચાયતની ગણતરી શરૂ કરવામાં અવી. પ્રથમ બેલેટ પેપરની ગણતરી બાદમાં ઈવીએમ કલેકટરે  મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી છે.

update 9 : 34

કચ્છ જિ.પંમા ભાજપ આગળ ચાલી રહ્યું છે. જયારે ભુજ વોર્ડ નં.1માં કોંગ્રેસ આગળ ચાલી થયું છે.

update 9 : 33

મહીસાગર ખાનપુર તાલુકા પંચાયતનું પરિણામ જાહેર થઇ ગયું છે. બાકોર બેઠક પર ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર કિરણભાઈ ડામોરએ જીત મેળવી છે.

update 9 : 28

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા પંચાયત(અજરાઇ 1) બેઠક

ભાજપ :જીત 2907

કોંગ્રેસ :oo -1157

ભાજપ લીડ -1750

update 9 : 27

આહવા 1 તાલુકા પંચાયત ભાજપ 280 મત થી જીત

update 9 : 25ટાદ ન.પા વોર્ડ 1નું સૌપ્રથમ પરિણામ જાહેરે થયું છે.બોટાદ નપા વોર્ડ નં.1માં ભાજપની પેનલનો વિજય થયો છે. નગરપાલિકામાં ભાજપે ખાતુ ખોલાવ્યું છે.

update 9 : 16

નવસારીમાં પ્રથમ બેલેટ પેપરની ગણતરીઓ શરૂ કરવામાં આવી છે. નવસારી પાલિકા ના કુલ 13 વોર્ડ અને 52 બેઠક ની ગણતરી શરૂ કરાઈ.

update 9 : 07

દાહોદ જિલ્લામાં મતગણતરીની શરુઆત કરાઈ છે. ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ સ્ટ્રોંગ રુમ ખોલવામાં આવ્યા છે. કાઉન્ટીંગ સ્ટાફ દ્વારા મત ગણતરી શરુ કરવામાં આવી છે. એક રાઉન્ડમાં આઠ ટેબલો ગોઠવવામાં આવ્યા છે.

update 9 : 01

મહીસાગર જીલ્લા માં મતગણતરી શરૂ કરવામાં અવી. જીલ્લા માં 28 જીલ્લા પંચાયત અને 126 તાલુકા પંચાયત ની મતગણતરી શરૂ કરાઈ. જીલ્લા માં અલગ અલગ 6 જગ્યા પર મતગણતરી શરૂ કરાઇ.

update 9 : 00

જામનગર જિલ્લા પંચાયત ની મતગણતરી શરૂ થઇ ગઈ છે. જી.પં. ની આમરા-1 અને અલિયા-2 બેઠક ની મતગણતરી શરૂ કરવામાં આવી.update 8 : 52

પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ગોધરા , શહેરા નગરપાલિકાની કુલ 265 બેઠકો માટેના 732 ઉમેદવારોના આજે ભાવિનો ફેંસલો થશે .ગોધરા નગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો શહેરા નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠાકોનું આજે  પરિણામ જાહેર થશે. ગોધરા નગરપાલિકાની મતગણતરી પોલીટેક્નિક કોલેજ ગોધરા ખાતે અને શહેરા નગરપાલિકાની મત ગણતરી એસ.જે.દવે હાઇસ્કુલ શહેરા ખાતે યોજાશે. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી 34 બેઠકો અને જિલ્લાની 7 તાલુકા પંચાયતોની 178 બેઠકો પૈકી 163 બેઠકો માટેની મતગણતરી 7 તાલુકા મથકોએ અલગ અલગ સ્થળો એ યોજાશે.

update 8 : 45

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તાલુકા/જિલ્લા પંચાયત અને નગર પાલિકા મત ગણતરીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.એસપી હર્ષદ મહેતાના સુપર વિઝન હેઠળ 03 ડી.વાય.એસ.પી.,06 પી.આઈ.,18 પી.એસ.આઈ.,405 પોલીસ જવાન,244 હોમગાર્ડઝ તથા જી.આર.ડી. જવાન, 06 સેક્શન એસ.આર.પી. જવાનનો એમ કુલ 677 અધિકારી/કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલ છે. 11 વિડીયો ગ્રાફર દ્વારા વિડીયોગ્રાફી કરવામાં આવશે.

update 8 : 31 

મહેસાણા જિલ્લાની 4 પાલિકાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. 4 પૈકી 1 પાલિકા BJP એ હસ્તગત કરી લીધી છે. કડી નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ચૂટણી પહેલા જ ભાજપે સત્તા મેળવી લીધી હતી. 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી હતી.   36 પૈકી 26 બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી. માત્ર 10 બેઠકો માટે મતદાન થયું છે, આ 10 બેઠકો પર આજે પરિણામ આવશે.

update 8 : 14

આજે  સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. જેના પગલે વલસાડ જિલ્લા પોલીસ તંત્ર સજ્જ થઇ ગયું છે. દરેક મતદાન મથક ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. 1 DSP,6 DYSP,11 PI, 32 PSI, 700 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

update 8:10 

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ની ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. એક જિલ્લા પંચાયત બે નગરપાલિકા અને  6 તાલુકા પંચાયતની મતગણતરી થશે. જિલ્લામાં  8 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. જિલ્લા પંચાયત ની 30 બેઠક્ક અને તાલુકા પંચાયત ની 132 બેઠકો તેમજ બે નગરપાલિકા ની76 બેઠકોની મતગણતરી થશે.

update 8:05 

સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી મતગણતરી હાથ ધરવામાં આવશે. એક કલાક બાદ ઇવીએમથી  મતગણતરી હાથ ધરવામાં આવશે.

update 7:49  

રાજ્ય ચૂંટણી આયોગે રહી રહીને જાહેર કર્યુ છે કે મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકા પંચાયતની ડાલીસણા અને પાટણ જિલ્લાના હરિજ તાલુકા પંચયાતની સોકડ એમ બે બેઠકો માટે કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યુ નહોતુ. આથી, રવિવારે ત્યાં મતદાન પણ થયુ નથી ! પ્રાપ્ત માહિતી મુજબ આ બેઉ બેઠકોના ગ્રામિણ મતદારોના સજ્જાડ વિરોધને પગલે કોંગ્રેસ તો ઠીક પણ પેજપ્રમુખોનું નેટવર્ક હોવા છતાંયે ભાજપ પોતાનો ઉમેદવાર ઉતારી શક્યો નથી

update 7:46

તાલુકા પંચાયતમાં ભાજપના 4652 ઉમેદવારો,કોંગ્રેસના 4594 ઉમેદવારો, આપના 1067 ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ છે. આજે પાલિકા અને પંચાયતોનુ પરિણામ જાહેર થશે. મોડી સાંજ સુધીમાં આખુય ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

રાજ્યમાં કુલ 237 બેઠકો બિનહરીફ થયેલી છે, જેમાં ન.પા.ની 95, જિ.પં.ની 25 તથા તા.પં.ની 117 બેઠકો સામેલ છે. આ પૈકી ભાજપની તરફેણમાં ૨૧૯ બેઠકો બિનહરીફ થઈ હોવાનો દાવો થયો છે.