Not Set/ ઓમ માથુર રાજકોટની મુલાકાતે, કોંગ્રેસ આક્ષેપ કરવા કરતા પોતાનું ઘર સાંચવે: ઓમ માથુર

રાજકોટ, ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર આજે ભાજપની સમીક્ષા બેઠકમાં હાજરી આપવા રાજકોટ ખાતે પોહચ્યાં. ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાએ તેમની સાથે બેઠકમાં હાજરી આપશે. રાજકોટ એરપોર્ટ ખાતે ઓમ માથુરનું સ્વાગત કરવામાં આવ્યું. શહેર પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ઓમ માથુરે મીડિયા […]

Top Stories Gujarat Rajkot
mantavya 197 ઓમ માથુર રાજકોટની મુલાકાતે, કોંગ્રેસ આક્ષેપ કરવા કરતા પોતાનું ઘર સાંચવે: ઓમ માથુર

રાજકોટ,

ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર આજે ભાજપની સમીક્ષા બેઠકમાં હાજરી આપવા રાજકોટ ખાતે પોહચ્યાં. ભીખુભાઈ દલસાણીયા અને કેન્દ્ર મંત્રી મનસુખ માંડવીયાએ તેમની સાથે બેઠકમાં હાજરી આપશે.

રાજકોટ એરપોર્ટ ખાતે ઓમ માથુરનું સ્વાગત કરવામાં આવ્યું. શહેર પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.

ઓમ માથુરે મીડિયા સમક્ષ જણાવ્યું કે, ભાજપ ચૂંટણી પત્યા પછી આગામી ચૂંટણીની તૈયારી શરુ કરી દેતી  હોય છે. ગુજરાતની 23 પરની સમીક્ષા બેઠકમાં હાજરી આપી અને વ્યુ રચના નક્કી કરી દેવામાં આવી છે.

આગામી સમય લોકસભાની ચૂંટણીની વ્યુ રચના પણ નક્કી કરવામાં આવી છે. હવે માત્ર 3 બેઠક સુરેન્દ્રનગર, ખેડા અને મહેસાણાની સમીક્ષા બેઠક બાકી છે. લક્ષ્ય માત્ર 26 સીટ જીતવાનો નથી પણ આગામી સમયમાં 26સીટ માં વધુ માં વધુ લીડ મળે તે માટે અમે કાર્ય કરી રહ્યા છે.

તેમને કોંગ્રસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ આક્ષેપ કરવા કરતા પોતાનું ઘર સાંચવે. દરેક પાર્ટીની પોતાની પાર્લિયામેન્ટરી બોર્ડ હોય છે. આગામી સમયમાં અમારું હોમાવોર્ક પૂરું થયા  બાદ સાંસદ ટિમની ઘોષણા કરીશું.

આયાત કરેલા કોંગ્રેસી ધારાસભ્યોથી ભાજપના કોઈ નેતા કે કાર્યકરોમાં નારાજગી નથી. જનસંઘથી ભાજપ થઇ તે તેના સારા નીતિ અને કાર્યકરોથી બની છે માટે આજે વિશ્વ્ની મોટી પોલિટિકલ પાર્ટી બની ઉભરી છે.

કોંગ્રેસ અને અહમદ પટેલ પર પ્રહાર કરતા કહ્યું કે અહમદ પટેલ કોંગ્રેસ પાર્ટીનું વિચારે. આજે  કોંગ્રેસ જયારે જીતે ત્યારે evm સારુ અને હારે ત્યારે evm પર પ્રશ્ન કરે છે માટે કોંગ્રેસ પાસે કોઈ ઠોસ મુદ્દો નથી જેથી આવા બયાન બાજી કરે છે.

ઉલ્ખનીય છે કે ગુજરાત ના પ્રભારી ઓમ માથુર સમીક્ષા બેઠકમાં દરમિયાન બૂથ લેવલ મેન્જમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને આગામી લોક સભા ની ચૂંટણી માં ભાજપ ને કેમ લીડ મળે તે માટે કાર્યકરો અને વર્ડ પ્રભારી સાથે મળી પ્લાનિંગ કરશે.