ગુજરાત/ રાજ્યને Tauktae નાં કારણે રૂ.9,836 કરોડનું નુકસાન, જ્યારે સહાય માત્ર રૂ.1,000 કરોડની..

ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાના કારણે અલગ-અલગ વિભાગોને રૂ. 9 હજાર કરોડ કરતાં વધુ નુક્સાન થયું છે. કેન્દ્ર સરકારે આ અંગે 1 હજાર કરોડની સહાય આપી છે.

Gujarat Others
11 624 રાજ્યને Tauktae નાં કારણે રૂ.9,836 કરોડનું નુકસાન, જ્યારે સહાય માત્ર રૂ.1,000 કરોડની..
  • ગુજરાતને તાઉતે પછીની સહાય માત્ર રૂ.1000 કરોડ
  • ગુજરાતને તાઉતેના પગલે નુક્સાન રૂ.9836 કરોડ
  • ગુજરાતે કેન્દ્રને પાઠવ્યું હતું તાઉતે અંગે આવેદનપત્ર
  • કેન્દ્ર તરફથી ગુજરાતને વધુ સહાય આપવામાં વિલંબ થયો છે

ગુજરાતમાં આવેલા તાઉતે વાવાઝોડાના કારણે અલગ-અલગ વિભાગોને રૂ. 9 હજાર કરોડ કરતાં વધુ નુક્સાન થયું છે. કેન્દ્ર સરકારે આ અંગે 1 હજાર કરોડની સહાય આપી છે. પરંતુ ત્યારપછી તાઉતે નુક્સાન સામે કોઇ સહાય ગુજરાત સરકારને મળી નથી.

11 625 રાજ્યને Tauktae નાં કારણે રૂ.9,836 કરોડનું નુકસાન, જ્યારે સહાય માત્ર રૂ.1,000 કરોડની..

આ પણ વાંચો – GSEB / આવતીકાલે સવારે 8 વાગે ગુજ.બોર્ડ ધો.12 સામાન્યપ્રવાહનું પરિણામ,સવારે 8 વાગે વેબસાઇટ પર મુકાશે

ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. માનવમૃત્યુ સહિત રાજ્યને મોટું નુક્સાન થયું છે. તાઉતે વાવાઝોડાના આગમન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોનોતાગ મેળવવા હવાઇ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તુરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને રૂ.1 હજાર કરોડ આર્થિક સહાયની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર કોઇપણ પ્રકારની સહાય આપવા તત્પર અને ગુજરાતસરકારની સાથે હોવાનો દ્રઢ વિશ્વાસ પણ આપ્યો હતો. પરંતુ તાઉતેને લાગે વળગે ત્યાં સુધી વાવાઝોડાની વિદાય પછી અને વડાપ્રધાને પોતાની રીતે જાહેર કરેલી 1હજાર કરોડની આર્થિક સહાયની જાહેરાત સિવાય કોઇપણ પ્રકારની આર્થિક સહાય ગુજરાતને આજદિન સુધી ચૂકવવામાં આવી નથી. જો કે ગુજરાતમાં તાઉતેના પગલે થયેલાં નુક્સાનનો આંક 10 હજાર કરોડ આસપાસ થાય છે.

11 626 રાજ્યને Tauktae નાં કારણે રૂ.9,836 કરોડનું નુકસાન, જ્યારે સહાય માત્ર રૂ.1,000 કરોડની..

આ પણ વાંચો – છેતરપીંડી / ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને છેતરપીંડી કરનાર આરોપીઓને ઝડપી પાડતી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ટીમ

તાઉતેના કારણે ગુજરાતને 9836 કરોડની આ વિગત દર્શાવતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પરંતુ વડાપ્રધાનના હવાઇનિરીક્ષણના પગલે ગુજરાતને 1હજાર કરોડ આપવાની જાહેરાત સિવાય ગુજરાતને તાઉતે વાવાઝોડાના નુક્સાન પેટે કોઇ જ સહાય આજદિન સુધી મળી નથી. કેન્દ્ર હોય કે ગુજરાત હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી દિલ્હીમાં શાસનધૂરા સંભાળી રહ્યાં છે ત્યારથી પ્રજાને વિશ્વાસ છે કે મોસાળમાં જમણવાર અને મા જ પીરસનાર. તો ગુજરાતને ઘી-કેળાં. તાઉતે વાવાઝોડા પછી ગુજરાતને ચૂકવાયેલી કેન્દ્રની 1 હજાર કરોડની સહાય પછી આજે પણ કેન્દ્ર પર વિશ્વાસ અડગ છે. ત્યારે કેન્દ્ર ગુજરાતને વધુ આર્થિક સહાય કરી અસરગ્રસ્તોને મદદરૂપ થશેઆ પ્રશ્નના જવાબની ગુજરાતના ખેડૂત સહિતની પ્રજા આતુરતાથી રાહ જુએ છે.