Not Set/ પતંગદોરીથી નિર્દોષ જુવાન પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને વહેંચ્યા સેફ્ટીબેલ્ટ

સુરત, હજી ઉત્તરાયણનો તહેવાર આવ્યો નથી એ પહેલા સુરતમાં પતંગના ધારદાર દોરના કારણે જાણતા-અજાણતા અત્યાર સુધીમાં ચાર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. આ જ પ્રકારે સુરત જિલ્લાના ઓલપાડના અશોક નગર ખાતે રહેતા શિક્ષક દંપત્તિનો પુત્ર દીપેન ગત ૨૨ નવેમ્બરના રોજ તાપી બ્રિજ પરથી બાઈક લઈને પસાર થઇ રહ્યો ત્યારે અચાનક જ તેના ગળામાં પતંગની દોરી ભરાઈ ગઈ […]

Top Stories
1515658494 0 1 1 પતંગદોરીથી નિર્દોષ જુવાન પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને વહેંચ્યા સેફ્ટીબેલ્ટ

સુરત,

હજી ઉત્તરાયણનો તહેવાર આવ્યો નથી એ પહેલા સુરતમાં પતંગના ધારદાર દોરના કારણે જાણતા-અજાણતા અત્યાર સુધીમાં ચાર નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. આ જ પ્રકારે સુરત જિલ્લાના ઓલપાડના અશોક નગર ખાતે રહેતા શિક્ષક દંપત્તિનો પુત્ર દીપેન ગત ૨૨ નવેમ્બરના રોજ તાપી બ્રિજ પરથી બાઈક લઈને પસાર થઇ રહ્યો ત્યારે અચાનક જ તેના ગળામાં પતંગની દોરી ભરાઈ ગઈ હતી. આ દોરીના કારણે તે ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈ ગયા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યુ હતું. જુવાન દિકરો ગુમાવનારા ઠાકોરભાઈ અને માતા જશુ બહેનનના માથે આભ તુટી પડયુ હતું.

પોતાના દીકરા સાથે જે થયું તેવું બીજા કોઈના વ્હલા દીકરા સાથે ન થાય તે માટે આ દંપતીએ જન જાગૃતિનું બીડું ઉપાડ્યું છે. પોતાનો જુવાન પુત્ર ગુમાવનાર યુવકના પરિવારે આજે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરતના રેડીયો મીર્ચી દ્વારા દર વર્ષે જન જાગૃત્તિના ભાગરૂપે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવે છે. આ  વર્ષે ચોપાટી ટ્રાફિક ચોકી પાસે સેફ્ટી બેલ્ટનું વિતરણ પતંગ દોરાથી જીવ ગુમાવનારા દિપેનના માતા-પિતા પાસે કરાવવામાં આવ્યું હતું.

પોતાના પુત્રની ઉંમરના જ એક યુવાનને સેફ્ટી બેલ્ટ બાંધતાં બાંધતા દિપેનના માતા જશુબેન ભાવુક થઇ ગયા હતા.  અને સાથે સાથે તેઓએ લોકોને ઉતરાયણ પહેલાં પતંગ ન ચગાવવા તથા તહેવાર દરમિયાન બાઈક પર જતાં ગળાની સાવધાની રાખવા અપીલ કરી હતી. બીજી બાજુ આ દ્રષ્ય જોઈને લોક જાગૃત્તિનું કામ કરતાં ભેગા થયેલા લોકોની આંખમાં પાણી આવી ગયા હતા.