Not Set/ મહેસાણા: ફટાકડાના ગોડાઉન –દુકાનો નજીક રેસિેડેન્સ અને શાળા, દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

મહેસાણા, મહેસાણામાં જ્યાં બાળકોની સ્કૂલ અને રેસિડેન્સ આવેલા છે, સ્કૂલ અને રેસિડેન્સ નજીક જ ફટાકડાના ગો઼ડાઉન અને દુકાનો આવેલી છે. ત્યાં છડેચોક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે કોઈ જ પ્રકારની સેફટીનુ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ. આ બાબતે સ્કૂલના ટ્રસ્ટીએ તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે. પરંતુ તંત્રે આ મામલે આંખ આડા કાન કર્યા છે. […]

Gujarat Others Trending
mantavya 506 મહેસાણા: ફટાકડાના ગોડાઉન –દુકાનો નજીક રેસિેડેન્સ અને શાળા, દુર્ઘટના બને તો જવાબદાર કોણ?

મહેસાણા,

મહેસાણામાં જ્યાં બાળકોની સ્કૂલ અને રેસિડેન્સ આવેલા છે, સ્કૂલ અને રેસિડેન્સ નજીક જ ફટાકડાના ગો઼ડાઉન અને દુકાનો આવેલી છે. ત્યાં છડેચોક નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે કોઈ જ પ્રકારની સેફટીનુ ધ્યાન આપવામાં નથી આવી રહ્યુ.

આ બાબતે સ્કૂલના ટ્રસ્ટીએ તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે. પરંતુ તંત્રે આ મામલે આંખ આડા કાન કર્યા છે. વર્ષોથી ચાલી રહેલા આ ગોડાઉન માલિકે જણાવ્યું હતું કે, અમારી પાસે લાયસન્સ છે.

પરંતુ શાળાની નજીક આવેલા આ ગોડાઉનને કારણે કોઈ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? કોની રહેમ નજરે આ ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો છે નગરપાલીકા  પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું હતું કે તેની પૂરતી તપાસ કરી ઠોસ કર્યવાહી કરવામાં આવશે.