Not Set/ સુરત : દારૂ પીવાના પૈસા ન આપતા, પતિએ પત્નીની આંગળીઓ વાઢી નાખી

સુરતના લાજપોર નજીક આવેલા પોપડા ગામે પત્નીએ દારૂના પૈસા આપવાની ના કહેતા, પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો હતો. પતિએ હુમલો કરતા પત્નીના હાથની ત્રણ આંગળીઓ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી વિગતો મુજબ, પોપડા ગામે રહેતા બળવંત રાઠોડે 14 વર્ષ પહેલા પ્રેમ […]

Top Stories Gujarat Surat
01 1538211862 સુરત : દારૂ પીવાના પૈસા ન આપતા, પતિએ પત્નીની આંગળીઓ વાઢી નાખી

સુરતના લાજપોર નજીક આવેલા પોપડા ગામે પત્નીએ દારૂના પૈસા આપવાની ના કહેતા, પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો હતો. પતિએ હુમલો કરતા પત્નીના હાથની ત્રણ આંગળીઓ અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી વિગતો મુજબ, પોપડા ગામે રહેતા બળવંત રાઠોડે 14 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. બળવંત લગ્ન બાદ બેકાર બેસી રહેતા, પત્ની બુટ-ચપ્પલના કારખાનામાં કચરા-પોતું કરી રૂપિયા કમાતી હતી.

સવારે બળવંતે દારૂ પીવા માટે પૈસા માંગતા, પત્નીએ પૈસા ન હોવાનું કહ્યું હતું. જેથી ઉશ્કેરાઈને બળવંતે અસ્ત્રા વડે પત્ની પર હુમલો કર્યો હતો. જેમાં તેણીના જમણા હાથની ત્રણ આંગળીઓ કપાઈ ગઈ હતી, તેમજ ગળાના ભાગે ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે.