Not Set/ ચોથા માળેથી પડતા વ્યક્તિનું મોત, ઉંધમાં ચાલવાની હતી ટેવ

અમદાવાદ, અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 37 વર્ષના વ્યકિતનું ચોથું માળથી પડી જવાથી મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે મૃતકને નિંદ્રામાં ચાલવાની બીમારી હતી અને તે ચોથા માળથી પડ્યો ત્યારે પણ તે નિંદ્રામાં જ હતો. મૃતકની ઓળખ કોલકાતાના પ્રભાત  કરમાકરના રૂપમાં થઇ છે જે જાવેરીવાડના રતનપોલમાં એક ઓર્નામેન્ટ મેન્યુફેકચરિંગ યુનિટમાં કામ કરતો હતો. મૃતના દોસ્ત […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં 37 વર્ષના વ્યકિતનું ચોથું માળથી પડી જવાથી મૃત્યુ થયું છે. એવું માનવામાં આવે છે કે મૃતકને નિંદ્રામાં ચાલવાની બીમારી હતી અને તે ચોથા માળથી પડ્યો ત્યારે પણ તે નિંદ્રામાં જ હતો. મૃતકની ઓળખ કોલકાતાના પ્રભાત  કરમાકરના રૂપમાં થઇ છે જે જાવેરીવાડના રતનપોલમાં એક ઓર્નામેન્ટ મેન્યુફેકચરિંગ યુનિટમાં કામ કરતો હતો.

મૃતના દોસ્ત શ્યામલ કરંગના નિવેદન અનુસાર, પ્રભાત અને ત્રણ મિત્રો મંગળવારે રાત્રે બિલ્ડિંગની છત પર ઊંઘી રહ્યા હતા. જ્યારે શ્યામાલ સવારે ઊઠ્યો ત્યારે તેણે કંઇ અવાજ સાંભળ્યો. જ્યારે તેને છત પરથી નીચે જોયું ત્યારે નીચે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

શ્યામલ દોડીને નીચે ગયો ત્યારે જોયું તો પ્રભાત લોહીથી લતપત પડ્યો હતો. શ્યામલે કહ્યું કે તેને કોઈ ષડયંત્ર દેખાય રહી છે. અને તે એવું માને છે કે કરમાકર આત્મહત્યા કરી છે. કાલપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુનો કેસ નોંધાવ્યો અને તપાસ શરૂ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન