Not Set/ રાજકોટ/ સામાન્ય ઝગડાએ વિકરાળ સ્વરૂપ લીધું, યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ

રાજકોટમાં દિવસે ને દિવસે હત્યાના બનાવ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં આવેલ રણુંજા મંદિર પાસે ગત રાત્રે આઠેક વાગ્યાની આસપાસ મિત્રો સાથે ઊભેલા યુવકને મશ્કરીમાં ગાળો બોલવા બાબતે વિવાદ થતાં ચાર શખ્સોએ ઝઘડો […]

Gujarat Rajkot
murder 1 રાજકોટ/ સામાન્ય ઝગડાએ વિકરાળ સ્વરૂપ લીધું, યુવકની છરીના ઘા ઝીકી હત્યા કરાઈ

રાજકોટમાં દિવસે ને દિવસે હત્યાના બનાવ વધી રહ્યા છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં આવેલ રણુંજા મંદિર પાસે ગત રાત્રે આઠેક વાગ્યાની આસપાસ મિત્રો સાથે ઊભેલા યુવકને મશ્કરીમાં ગાળો બોલવા બાબતે વિવાદ થતાં ચાર શખ્સોએ ઝઘડો કરી છરીનો એક ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે રાજકોટના કોઠારીયા રોડ પર ગોકુલ પાર્કના ગેઇટ પાસે આવેલ રણુંજા મંદિર નજીક આ ઘટના બની હતી. જ્યાં ચાર જેટલા શખ્શો આવીને રાહુલ ઉર્ફે રાજુ સુરેશભાઈ ગોસ્વામી (ઉં.24) પર છરીથી હુમલો કરી ભાગી ગયા હતા. રાહુલ તેના બે મિત્રો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે ચાર શખ્શો આવ્યા અને તેઓ પણ રાહુલ અને તેના મિત્રો સાથે વાત કરવા લાગ્યા વાતો વાતોમાં તેઓ એકબીજાને ગાળો આપવા લાગ્યા હતા.જે બાદ ચાર શખ્શોએ રાહુલ પર છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ રાહુલને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા  હતો.

આ ઘટનાની જાણ થતા આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અજીતસિંહ ચાવડા, પીએસઆઇ એમ જે રાઠોડ સહિતનો કાફલો દોડી ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા (16 જાન્યુઆરી) આ યુવકનો જન્મદિવસ હતો. ત્રણ બહેનો ક્યાં ખબર હતી કે તેમના એકના એક ભાઈનો આ છેલ્લો જન્મદિવસ માનવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.