સુરત/ 7800 કરોડના સટ્ટાકાંડનો મામલો, નાણાં હેરફેર કરનાર હુસેન મકાસવાળા ઇકો સેલ કરી ધરપકડ

ઇકો સેલ દ્વારા વાતમીના આધારે એસોજીને સાથે રાખીને ડીંડોલીના એક કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે સામે આવ્યું હતું કે આ દુકાનમાંથી કરોડો રૂપિયાના ઇનલીગલ બેન્કિંગ ટ્રાન્જેક્શન થાય છે.

Gujarat Surat
Untitled 110 3 7800 કરોડના સટ્ટાકાંડનો મામલો, નાણાં હેરફેર કરનાર હુસેન મકાસવાળા ઇકો સેલ કરી ધરપકડ

@અમિત રૂપાપરા 

એક ઓક્ટોબર 2022ના રોજ ઇકો સેલ દ્વારા વાતમીના આધારે એસોજીને સાથે રાખીને ડીંડોલીના એક કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યારે સામે આવ્યું હતું કે આ દુકાનમાંથી કરોડો રૂપિયાના ઇનલીગલ બેન્કિંગ ટ્રાન્જેક્શન થાય છે. ત્યારે કેટલીક બોગસ પેઢીઓના પુરાવા પણ મળ્યા હતા. ત્યારે આ મામલે 8 આરોપીની ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દુબઈમાં એક ઓર્ગેનાઈઝ સટ્ટાકાંડનું નેટવર્ક ચાલી રહ્યું છે તેમાં આ કરોડ રૂપિયા ઓપરેટ થતા હતા. ત્યારે આ મામલે તપાસ કરતા વધુ એક આરોપીની ઇકોસેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ હુસેન મકાસરવાલા છે અને તેના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

તારીખ 1 ઓક્ટોબર 2022ના રોજ બાતમીના આધારે ઇકો સેલ દ્વારા ડીંડોલી વિસ્તારમાં આવેલ રાજમહેલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક દુકાનમાં રેડ કરી હતી અને આ રેડ દરમિયાન હરેશ ઉર્ફે કમલેશ જરીવાલા અને ઋષિકેશ નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઈસમો પાસેથી અલગ અલગ બોગસ અને બનાવટી પેઢીના બેન્ક અકાઉન્ટ તથા ખોટા 16 ભાડા કરાર, બનાવટી પેઢીના 9 બેનરો, અલગ અલગ બેંકની 8 પાસબુક, 52 ચેકબુક અને અલગ અલગ કંપનીના 75 જેટલા સીમકાર્ડ મળ્યા હતા. આ ઉપરાંત વધુ તપાસ કરતા અલગ અલગ વ્યક્તિના 30 આધારકાર્ડ, 8 પાનકાર્ડ, 53 ડેબિટ કાર્ડ અને 25 જેટલી અલગ અલગ ફોર્મના પ્રોપરાઇટરના સિક્કાઓ મળ્યા હતા જેથી આ બાબતે ઇકોસેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે પોલીસ દ્વારા 8 આરોપીઓની ધરપકડ કરી આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, તેમને ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કરવા માટે 260 જેટલી ડમી પેઢીના દસ્તાવેજો બનાવ્યા હતા અને તેના આધારે ડમી પેઢી બનાવી હતી અને ડમી બેન્ક એકાઉન્ટ ખોલ્યું હતું અને 7,800 કરોડ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ બાબતે તપાસ દરમિયાન ઇકો સેલ દ્વારા 3,03,58,409 રૂપિયાની રકમ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા જે આઠ આરોપીને પકડવામાં આવ્યા હતા તેમાં કમલેશ જરીવાલા, ઋષિકેશ સીંદે, હુંજેફા કૌશર મકાસરવાળા, રાજ શાહ, પાર્થ ભટ્ટ, કનુ ઠાકોર, નરેશ દરજી અને ભીખા વ્યાસનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે જે બેન્કિંગ વ્યવહાર કરવામાં આવ્યા છે 7,800 કરોડના તે દુબઈ ખાતેથી ઓપરેટ થતા હતા અને એક સટ્ટાકાંડનું ઓર્ગેનાઈઝ નેટવર્ક ચાલી રહ્યું છે. તપાસ દરમિયાન અગાઉ આઠ જેટલા આરોપીને પકડવામાં આવ્યા હતા. તેમાં આર્થિક લાભ મેળવવા માટે જે બનાવટી દોસ્તો વેજોમાં બનાવટી પેઢી ઉભી કરવામાં આવી હતી તેવા 260થી 300 જેટલા બેંક અકાઉન્ટ તપાસ દરમિયાન પોલીસને મળ્યા હતા. તેમાં મુખ્ય સૂત્રધાર જે હતો તે હુઝેફા કૌશર મકાસરવાળા પકડાયો હતો. ત્યારે આરોપીની પૂછપરછ દરમ્યાન સામે આવ્યું હતું કે તેનો ભાઈ હુસેન કૌશલ મકાસરવાલા પણ આ ધંધામાં એક્ટિવ હતો તેથી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચાર દિવસના તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે આ ઉપરાંત આ સટ્ટા કાંડમાં હજુ કેટલાક આરોપી દુબઈમાં રહીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યા છે તેમની સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ