Not Set/ લોહીના સંબંધોનું ખૂન, સામાન્ય ઝઘડામાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

માંડવી માંડવીમાં સામાન્ય ઝઘડામાં નાના ભાઇએ મોટા ભાઇની હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ એક સામાન્ય ઝઘડામાં ગુસ્સે ભરાયેલા ભાઈએ પોતાના મોટા ભાઈને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યારો ભાઇ ફરાર થઇ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભાઈને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે પારડીના […]

Gujarat Surat
dfs 3 લોહીના સંબંધોનું ખૂન, સામાન્ય ઝઘડામાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

માંડવી

માંડવીમાં સામાન્ય ઝઘડામાં નાના ભાઇએ મોટા ભાઇની હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ એક સામાન્ય ઝઘડામાં ગુસ્સે ભરાયેલા ભાઈએ પોતાના મોટા ભાઈને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હત્યારો ભાઇ ફરાર થઇ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ભાઈને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો.

dfs 5 લોહીના સંબંધોનું ખૂન, સામાન્ય ઝઘડામાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

ઉલ્લેખનીય છે કે પારડીના ઝાખડી ગામના ટાંકી ફળીયામાં રહેતા પટેલ પરિવારમાં જમવાને લઈને મૃતક અને તેની માતા વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી. તે દરમિયાન નાનો દીકરો વચ્ચે પડતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને વાતવાતમાં વાત વણસી જતાં નાનાભાઈએ નજીકમાં પડેલી કુહાડીના બે ઘા માર્યા હતા.

dfs 4 લોહીના સંબંધોનું ખૂન, સામાન્ય ઝઘડામાં નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

ત્યારે મોટા ભાઈને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યુ હતુ પણ દુરભાગ્યે મોટા ભાઇનું મોત નીપજ્યુ હતુ. આ મામલે પોલીસે નાનાભાઇને ઝડપી લઇને તેના વિરુદ્વમાં કાર્યવાહી હાથ ધરી છે.