Not Set/ નિત્યાનંદની ત્રીજી આંખથી હેર રિમુવ થઈ ગયા, મંજુલા પૂજા શ્રોફનો વીડિયો વાઇરલ

અમદાવાદના હાથીજણ વિસ્તારોમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં આવેલ નિત્યાનંદ આશ્રમ ભારે વિવાદ બાદ તોડી નંખાયો છે.બાળકોને આ આશ્રમમાં ગેરકાયદેસર ગોંધી રખાયાનો મામલો સામે આવ્યા પછી નિત્યાનંદ અને ડીપીએસ સ્કૂલની સંચાલિકા મંજુલા પૂજા શ્રોફ અને નિત્યાનંદના સંબંધો સામે આવી રહ્યા છે. મંજુલા પૂજા શ્રોફ પોતે નિત્યાનંદના ચમત્કારોમાં કેટલો પ્રબળ વિશ્વાસ ધરાવે છે તેનો એક વીડિયો સોશિયલ […]

Top Stories Ahmedabad Gujarat
aaaaaaaamaya 8 નિત્યાનંદની ત્રીજી આંખથી હેર રિમુવ થઈ ગયા, મંજુલા પૂજા શ્રોફનો વીડિયો વાઇરલ

અમદાવાદના હાથીજણ વિસ્તારોમાં આવેલી ડીપીએસ સ્કૂલના કેમ્પસમાં આવેલ નિત્યાનંદ આશ્રમ ભારે વિવાદ બાદ તોડી નંખાયો છે.બાળકોને આ આશ્રમમાં ગેરકાયદેસર ગોંધી રખાયાનો મામલો સામે આવ્યા પછી નિત્યાનંદ અને ડીપીએસ સ્કૂલની સંચાલિકા મંજુલા પૂજા શ્રોફ અને નિત્યાનંદના સંબંધો સામે આવી રહ્યા છે.

મંજુલા પૂજા શ્રોફ પોતે નિત્યાનંદના ચમત્કારોમાં કેટલો પ્રબળ વિશ્વાસ ધરાવે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો બાદ એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે મંજુલા પૂજા શ્રોફે નિત્યાનંદ આશ્રમને સ્કૂલમાં જમીન ન માત્ર લીઝ પર આપી પરંતુ તેઓ પોતે પણ નિત્યાનંદના પ્રખર અનુયાયી હતા. તે નિત્યાનંદના ચમત્કારમાં માનતા હતા.

આ વીડિયોમાં ડીપીએસ સ્કૂલના સંચાલિકા અને કેલોરેક્સ ગૃપના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર મંજુલા પૂજા શ્રોફ  નિત્યાનંદના વખાણ કરતા અને તેમની ત્રીજી આંખ જાગૃત થવાની વાત કરતા જણાય છે. નિત્યાનંદનો ડ્રેસ કોડ  મનાતી સાડી,ગળામાં રુદ્રાક્ષ અને તેલ નાખેલ વાળ ઓળી પૂજા શ્રોફ સ્વામી નિત્યાનંદના બે ચમત્કારની વાત કરે છે જેમાં એકમાં તો સ્વામીજીએ આંખોથી હેર રિમૂવલ (વાળ દૂર કરવાની પ્રક્રિયા) કરી આપ્યું હોવાનું તે કહી રહ્યા છે.

આ વીડિયોમાં શ્રોફ એવું કહેતા જણાય છે કે મેં આ સાંજે બે ચમત્કાર અજમાવી જોયા. એકમાં અમે વાળ દૂર કરાવવાની પ્રક્રિયા કરી જોઇ. અમે એક નાનો પેચ લીધો. હું આ પેચને ઘટાડવા સક્ષમ હતી. આ વાળ દૂર કરવા માટે મેં સ્વામીજીની ત્રીજી આંખની મદદ લીધી હતી જેના કારણે વાળની ઘટ્ટતા 50 ટકા ઓછી થઈ ગઈ. વાળ ઘણા ઝડપથી જતા રહ્યા હતા.

બીજા ચમત્કાર અંગે વાત કરતા શ્રોફે કહ્યુ કે મને બ્યુફોર્ડ નામના એક દૂરના શહેરનો ફોટો આપવામાં આવ્યો. હું તેની સ્ટ્રીટ અને ઢાળ વાળું છાપરું, એક ઝૂંપડી જોઈ શકતી હતી. આ જગ્યા ખૂબ ઠંડી હતી. ત્યાં બરફ હતો અને વિશાળ જગ્યા હતી.આ ફોટો જોયા પછી મેં મારા ફ્રાન્સમાં મારા પાર્ટનરની બેન્ક જોવાનું નક્કી કર્યું. એ ફ્રાન્સના અંતરિયાળ વિસ્તારમાં આવેલી બેંક હતી. હું તેને સ્પષ્ટ જોઈ શકતી હતી અને મેં તેનું બરાબર વર્ણન કર્યું.

ત્યાર પછી મેં મારી ફ્રેન્ડને તે સંભળાવીને કન્ફર્મેશન માંગ્યું. મારી પાર્ટનરે મને બેંકનો ફોટો મોકલ્યો ત્યારે તે એકદમ એવી જ હતી જેવી મેં વર્ણવી હતી. આ ખૂબ જ અદભૂત અનુભવ હતો. આ અનુભવે મને ખૂબ જ કોન્ફિડન્સ આપ્યો. આપણે ભલે ગમે તેટલો આત્મવિશ્વાસ અનુભવતા હોઈએ, સ્વામીજી જ આપણા થકી આ બધા કામ કરે છે. આ મારો સૌથી મોટો બોધપાઠ છે.

ઉલ્લેખનીય છે કે શ્રોફ સામે દિલ્હી પબ્લિક સ્કૂલ (ઈસ્ટ)ના CBSE અફિલિયેશન માટે ખોટી રીતે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) લેવાનો આરોપ છે. સ્કૂલના કેમ્પસ પરથી તામિલનાડુના એક વ્યક્તિની બે છોકરીઓ ગુમ થતા આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પિતાએ આશ્રમ સામે FIR નોંધાવી હતી જેની તપાસમાં શ્રોફે કરેલી છેતરપિંડી પણ પ્રકાશમાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.