Not Set/ LRD મુદ્દે મહેસાણા બંધનું એલાન, મળ્યો મિશ્ર પ્રતિસાદ, ક્યાંક દુકાનો બંધ તો ક્યાંક રહી ચાલુ

LRD ભરતી વિવાદ રોજ વધુ વકરી રહ્યો છે. આ મામલાને લઈને અનામત વર્ગની સમિતિએ મહેસાણા બંધનું એલાન આપ્યું છે. જો કે આ બંધને હાલ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે. સવારથી જ મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક દુકાનો ચાલુ છે તો ક્યાંક બંધ છે. જે દુકાનો ચાલુ હતી તેને આંદોલનકારીઓ […]

Gujarat Others

LRD ભરતી વિવાદ રોજ વધુ વકરી રહ્યો છે. આ મામલાને લઈને અનામત વર્ગની સમિતિએ મહેસાણા બંધનું એલાન આપ્યું છે. જો કે આ બંધને હાલ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સવારથી જ મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ક્યાંક દુકાનો ચાલુ છે તો ક્યાંક બંધ છે. જે દુકાનો ચાલુ હતી તેને આંદોલનકારીઓ બંધ કરાવવા માટે નિકળ્યા હતા.

બંધનાં પગલે કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહેસાણામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

નોંધનીય છે કે, લોકરક્ષક દળની પરીક્ષામાં અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ સામે આવી ગયો છે. અનામત વર્ગની માંગ છે કે, 1 ઓગસ્ટ 2018નાં રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવામાં આવે તો બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવા આંદોલન પર ઉતર્યો છે. અને આ મામલાને લઈને સરકાર અસમંજસમાં મુકાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.