Not Set/ બનાસકાંઠામાં પકડાયું દૂધ કૌભાંડ, દુધનું આવી રીતે બારોબાર કરતાં વેચાણ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા માં બનાસ ડેરી ની દૂધ મંડળી માં કામ કરતા લોકો દ્વારા દૂધ નીકાળી અંદર પાણી ઉમેરી બારોબાર વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ગામ લોકોએ આજે આ લોકોને રંગે હાથ ઝડપી પાડી આગથળા પોલીસને હવાલે કર્યા હતા.. બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરી એશિયા માં દૂધ ઉત્પાદન માટે પ્રથમ નંબર ધરાવે છે. ત્યારે […]

Top Stories
milk4 બનાસકાંઠામાં પકડાયું દૂધ કૌભાંડ, દુધનું આવી રીતે બારોબાર કરતાં વેચાણ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા માં બનાસ ડેરી ની દૂધ મંડળી માં કામ કરતા લોકો દ્વારા દૂધ નીકાળી અંદર પાણી ઉમેરી બારોબાર વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ગામ લોકોએ આજે આ લોકોને રંગે હાથ ઝડપી પાડી આગથળા પોલીસને હવાલે કર્યા હતા..

બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરી એશિયા માં દૂધ ઉત્પાદન માટે પ્રથમ નંબર ધરાવે છે. ત્યારે બનાસકાંઠામાં બનાસ ડેરીની અલગ અલગ તાલૂકામાં તેની મંડળીઓ આવેલી છે જે મંડળીઓનું સંચાલન ડેરીના મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે.

milk3 બનાસકાંઠામાં પકડાયું દૂધ કૌભાંડ, દુધનું આવી રીતે બારોબાર કરતાં વેચાણ

ત્યારે લાખણી તાલુકાના વરનોડા ગામે આવેલ વરનોડા દૂધ મંડળીમાં છેલ્લા કેટલાય સમય થી મંડળીમાંથી 300 લિટર દૂધ બારોબાર નીકળી અને દૂધમાં પાણી ઉમેરી વેચતુ હોવાની વાત ગામ લોકોને મળતી હતી.

milk2 બનાસકાંઠામાં પકડાયું દૂધ કૌભાંડ, દુધનું આવી રીતે બારોબાર કરતાં વેચાણ

પરંતુ આજરોજ સવારે ગામ લોકોએ આ મંડળી પર વોચ ગોઠવી હતી અને જે દરમ્યાન સવાર ના સમય આ મંડળી માં 5 શખ્સો દ્વારા 300 લિટર  દૂધ નીકાળી અને અંદર પાણી ઉમેરી વેચવા જતા ગામ લોકોએ  ઝડપી પડ્યા હતા.

જે બાદ આ વાતની જાણ ગામ લોકોએ આગથળા પોલીસ અને બનાસ ડેરીના અધિકારીઓ ને કરી હતી. જેથી આગથળા પોલીસ ઘટના સ્થળે આવી પાંચેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સ્થાનિક ગામ લોકોએ જણાવ્યું હતું કે, આવી ચોરી કરનારાઓને સજા થવી જોઈએ અને અમારી માંગ છે કે, આ લોકો ને મંડળીમાંથી કાઢી મુકવા જોઈએ.