Not Set/ વડોદરા: મોડેલિંગનું કામ કરતી યુવતીનો રસ્તામાંથી મૃતદેહ મળ્યો

વડોદરા, વડોદરાના ઓલ્દ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીની હત્યા કરી મૃતદેહ ફેકી દેવાતા ચકચાર મચી જવા પામી છે.જોકે પોલીસે ગણતરીના કલાકો માં જ છેલ્લે યુવતી સાથે હાજર રહેનાર વસીમ નામના યુવક ને ઝડપી પાડ્યો છે વડોદરાના ઓલ્દ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક […]

Top Stories Gujarat Vadodara Videos
tr 16 વડોદરા: મોડેલિંગનું કામ કરતી યુવતીનો રસ્તામાંથી મૃતદેહ મળ્યો

વડોદરા,

વડોદરાના ઓલ્દ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીની હત્યા કરી મૃતદેહ ફેકી દેવાતા ચકચાર મચી જવા પામી છે.જોકે પોલીસે ગણતરીના કલાકો માં જ છેલ્લે યુવતી સાથે હાજર રહેનાર વસીમ નામના યુવક ને ઝડપી પાડ્યો છે

વડોદરાના ઓલ્દ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી.જેથી જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી.સાથે જ ક્રાંઈમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી પોલીસની ટીમો પણ દોડી આવી.પોલીસ તપાસમાં હત્યા કરાયેલ યુવતી પ્રાચી મોર્ય હોવાનું સામે આવ્યું છે.જે ઓ પી રોડ પર ઓર્ચીડ ડુપ્લેક્ષમાં રહે છે.પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે યુવતી આર્ટીસ્ટ છે જે એમ્લોઝ ગ્રુપ સાથે ડ્રામાનું કામ કરે છે.મૃતક પ્રાચી ગઈકાલે ખંભાતથી ડ્રામા પતાવી વડોદરા રાત્રે આવી હતી ત્યારે તેને અંકિત નામના મિત્રએ હત્યા કરાયેલ સ્થળ પર છોડી હતી.ત્યારબાદ મૃતકનો મિત્ર વસીમ તેની સાથે હતો.

પોલીસે કહ્યું કે પ્રાચીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.મહત્વની વાત છે કે યુવતીએ બી.ટેકનો અભ્યાસ કર્યો છે અને તેની કોઈ સાથે અદાવત કે દુશ્મની પણ ન હતી.પોલીસે યુવતીના મિત્ર અંકિતની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી.અંકિતે જણાવ્યું હતું કે છેલ્લે રસ્તા માં વસીમ નામનો યુવક મળ્યો હતો અને પ્રાચી તેની સાથે ઘર તરફ જવા રવાના થઈ હતી.જેથી પ્રાચીના હત્યા પાછળ વસીમ નામના યુવક પર પોલીસને પ્રબળ શક્યતા છે.પોલીસે વિવિધ ટીમો બનાવી વસીમની શોધખોળ પણ શરૂ કરી હતી.ત્યારે યુવતીની હત્યા ખરેખર કોણે અને શા માટે કરી તે હવે જ્યારે વસીમ પકડાઇ જવા પામ્યો છે ત્યારે ટૂંક જ સમય માં બહાર આવી જશે.

https://youtu.be/u6n_lQT7214