Not Set/ મોરબીની સિરામિક ફેક્ટરીઓને કરોડોનો ચૂનો, ફુંલેકું ફેરવનાર મુંબઇમાં મ્હાલે છે

મોરબી, મોરબીની સિરામિક ફેક્ટરીઓ સાથે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મુંબઈ ખાતે અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી 2.96 કરોડનું પેમેન્ટના ચૂકવી વેપારીએ સિરામિક ફેક્ટરીઓ સાથે છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મોરબીના રવાપર રોડ પરના રહેવાસી વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિ કિશોર પાઉં (રહે રોયલ પ્લાઝા, […]

Top Stories Gujarat Others
mantavya 274 મોરબીની સિરામિક ફેક્ટરીઓને કરોડોનો ચૂનો, ફુંલેકું ફેરવનાર મુંબઇમાં મ્હાલે છે

મોરબી,

મોરબીની સિરામિક ફેક્ટરીઓ સાથે વધુ એક છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મુંબઈ ખાતે અલગ અલગ પેઢીના નામે માલ મંગાવી 2.96 કરોડનું પેમેન્ટના ચૂકવી વેપારીએ સિરામિક ફેક્ટરીઓ સાથે છેતરપીંડી કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મોરબીના રવાપર રોડ પરના રહેવાસી વિશાલ જીવરાજભાઈ અમૃતિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી રવિ કિશોર પાઉં (રહે રોયલ પ્લાઝા, વડોદરા)એ અલગ અલગ પેઢીઓ મુંબઈ-મહારાષ્ટ્ર ખાતે બનાવી તેમની કેરા વિટ્રીફાઈડ ફેક્ટરીમાંથી તેમજ અન્ય 16 એકમો પાસેથી વોલ ટાઈલ્સ અને વિટ્રીફાઈડ ટાઈલ્સ ખરીદી કરી હતી.

પ્રથમ મંગાવેલ ટાઈલ્સના રૂપિયા સમયસર ચૂકવી વિશ્વાસ સંપાદન કરીને બાદમાં ખરીદી કરેલા માલના રૂપિયા 2.96 કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીએ કેરા વિટ્રીફાઈડ તેમજ સ્કાજેન વિટ્રીફાઈડ, ક્રીપ્તોન ગ્રેનેટો, રામેસ્ટ ગેનેટો, સેઝ વિટ્રીફાઈડ, સિલ્ક ટચ વિટ્રીફાઈડ, કેવીટા ગ્રેનેટો, સોરેન્તો ગ્રેનેટો, એલીકા વિટ્રીફાઈડ, મોડ સિરામિક લી. કેદીલેક ગ્રેનીટો, હોલીસ વિટ્રીફાઈડ, મલ્ટી સ્ટોન ગ્રેનીટો, ઈટકોસ ગ્રેનાઈટો, ડોનાટો વિટ્રીફાઈડ અને ફ્રીઓરેન્ઝા ગ્રેનીટો પ્રા.લી. એમ 17 સિરામિક ફેક્ટરીમાંથી એક વર્ષ દરમિયાન માલ મંગાવીને ૨.૯૬ કરોડથી વધુનું પેમેન્ટ નહિ ચૂકવીને છેતરપીંડી આચરી હોવાની જીલ્લા એસપી સમક્ષ ફરિયાદ કરી છે.

મોરબીમાં કરોડોનું ફુંલેકું ફેરવનાર મુંબઇમાં મ્હાલે છે. મુંબઇ ઉપરાંત મહારાષ્ટ્રમાં અલગ અલગ પેઢીઓ બનાવી મોરબીથી કરોડોની ટાઇલ્સ મંગાવનાર વિરૂધ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.