Not Set/ સતત વરસાદને કારણે મોરબીના 6 ડેમો ઓવરફ્લો

મોરબી, મોરબીમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે છ ડેમો ઓવરફલો થયા છે. આ ઉપરાંત પાંચ ડેમોના દરવાજા પણ હાલ  ખુલ્લા છે. 4 ડેમોની  સ્થિતિ જોઈએ તો મચ્છુ-3 ડેમ 67 ટકા, ડેમી-3 ડેમ 77.65 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 75 ટકા અને બ્રાહ્મણી-2 ડેમ 89 ટકા ભરાયો છે. મોરબી જિલ્લામા ગત શુક્રવાર અને  શનિવાર દરમિયાન  ભારે વરસાદ […]

Gujarat Others
aaaao 18 સતત વરસાદને કારણે મોરબીના 6 ડેમો ઓવરફ્લો

મોરબી,

મોરબીમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે છ ડેમો ઓવરફલો થયા છે. આ ઉપરાંત પાંચ ડેમોના દરવાજા પણ હાલ  ખુલ્લા છે. 4 ડેમોની  સ્થિતિ જોઈએ તો મચ્છુ-3 ડેમ 67 ટકા, ડેમી-3 ડેમ 77.65 ટકા, બ્રાહ્મણી-1 ડેમ 75 ટકા અને બ્રાહ્મણી-2 ડેમ 89 ટકા ભરાયો છે.

મોરબી જિલ્લામા ગત શુક્રવાર અને  શનિવાર દરમિયાન  ભારે વરસાદ પડતા મોરબી જિલ્લાના 10 ડેમોમાંથી મચ્છુ-1, મચ્છુ-2, ડેમી-1, ડેમી-2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમ ઓવરફ્લો થયા છે.આ સાથે તંત્ર દ્વારા પણ એલર્ટ જાહેર કરાયા છે

તમામ ડેમોની સ્થિતિ જોઈએ તો મચ્છુ-1મા 2475 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 0.15 મીટર ઓવરફ્લો થયો છે. જ્યારે મચ્છુ-2 ડેમમા 646 ક્યુસેક પાણીની આવક થતા પાણીનો જથ્થો 3104 એમસીએફટી થયો છે. જેના કારણે ડેમ ઓવરફ્લો થતા હાલ એક દરવાજો એક ફુટે ખોલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.