Not Set/ અમદાવાદ/ અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં યુવકને લોકોએ ઝડપ્યો, થઇ ધરપકડ

અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા.આટલુ જ નહિ યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો. આ મામલે મળતી માહિતી અનુસાર નિરમા યુનિ. પાસે આવેલા […]

Ahmedabad Gujarat
aaaaaaaaaaaaaaaa 4 અમદાવાદ/ અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં યુવકને લોકોએ ઝડપ્યો, થઇ ધરપકડ

અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો હતો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા.આટલુ જ નહિ યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર નિરમા યુનિ. પાસે આવેલા તિરૂપતિ આકૃતિ ગ્રીન પાસે આ ઘટના બની હતી. અહીં રાત્રે જીગ્નેશભાઇ નામના સ્થાનિક તેમના મિત્રો સાથે રોડ પરથી પસાર થતા હતા.ત્યારે આસપાસની ઝાડીઓમાં કાંઇક અજુગતુ થતું હોવાની તેઓને શંકા જતા તેઓ ત્યાં ટોર્ચ લઇને જોયું તો ત્યાં જમીન પર નગ્ન હાલતમાં એક યુવતી પડી હતી અને તે પણ લોહીલુહાણ હાલતમાં. આ સ્ત્રી ઉપર એક પૂરૂષ પણ નગ્ન હાલતમાં હતો.

લોકોએ આ શખસને પકડી પોલીસને જાણ કરી અને પોલીસે ત્યાં જઇને તપાસ કરી તો આ યુવતીની હાલત ગંભીર હતી જેને પગલે પોલીસે મહિલાને  સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેની પૂછપરછ કરી પણ તે કાંઇ બોલી શક્તી ન હતી અને માનસિક અસ્થિર જેવી જણાતા પોલીસે ડોક્ટરને જાણ કરીને તેની પર બળાત્કાર થયો છે કે કેમ તેનો રિપોર્ટ આપવા જણાવ્યું.

આપને જણાવી દઈએ કે યુવતીની સાથે નગ્ન હાલતમાં જોવા મળે યુવકની ઓળખ રાજકુમાર મંડલ તરીકે થઇ છે.લોકોએ તેને પકડી પોલીસના હવાલે કર્યો હતો.આરોપી એટલો શાતિર છે કે તે પોલીસને આ બાબતે કઈ જણાવતો નથી.

આ મામલે પોલીસ પણ તેની હવે કડક હાથે પૂછપરછ કરી રહી છે.આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે અને અહીં મજૂરી કામ કરે છે.પણ તે આ યુવતીને ઓળખે છે કે કેમ તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે.માનસિક બીમાર યુવતીની મજબૂરી કે એકલતાનો લાભ લઈને આરોપીએ આ કૃત્ય આચર્યું છે કે કેમ તે યુવતીના નિવેદન બાદ જ જાણવા મળશે.

30 વર્ષીય રાજકુમાર મંડલ સામે પોલીસે હત્યાની કોશિશ અને  દુષ્કૃત્ય કરવાના ઇરાદે ઈજાઓ પહોંચાડવાનો ગુનો નોંધી કરી તો છે. પરંતુ હવે ડોકટર બળાત્કાર બાબતે અભિપ્રાય આપશે ત્યારબાદ આ ઘટનામાં નવો વળાંક આવી શકે છે.જેને લઈ પોલીસે પણ આરોપીની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ શરુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.