Not Set/ સૌરાષ્ટ્રમાં ફરી એક મગફળી કાંડ/ પુરવઠા મામલતદારે કબૂલ્યું કે, -મગફળી બદલાઈ ગઈ છે

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર હવે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીનું કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડ દ્વારા મગફળીની જે ખરીદી થઇ રહી છે, તેમાં મોટા પાયે ગોલમાલ થતી હોવાની બાતમીનાં આધારે જુનાગઢ જિલ્લા કિશાન કોંગ્રેસનાં અઘ્યક્ષ મનીષ નંદાણીયા, કિશન કાંતી અને કિશોર પાટડીયાએ જનતા રેડ કરી હતી. જેમાં અનેક પ્રકારની ગોલમાલ સામે આવી હતી. આ […]

Top Stories Gujarat Others
email 3 સૌરાષ્ટ્રમાં ફરી એક મગફળી કાંડ/ પુરવઠા મામલતદારે કબૂલ્યું કે, -મગફળી બદલાઈ ગઈ છે

સૌરાષ્ટ્રમાં ફરી એકવાર હવે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળી ખરીદીનું કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડ દ્વારા મગફળીની જે ખરીદી થઇ રહી છે, તેમાં મોટા પાયે ગોલમાલ થતી હોવાની બાતમીનાં આધારે જુનાગઢ જિલ્લા કિશાન કોંગ્રેસનાં અઘ્યક્ષ મનીષ નંદાણીયા, કિશન કાંતી અને કિશોર પાટડીયાએ જનતા રેડ કરી હતી. જેમાં અનેક પ્રકારની ગોલમાલ સામે આવી હતી. આ અંગેની પૂરવઠા અધિકારીઓને જાણ થતા હલકી ગુણવતાવાળી મગફળીની 156 બોરીઓ સીઝ કરી દેવાઇ હતી.

અધિકારીઓએ પણ મગફળી ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો સ્વીકાર કર્યો હતો. પુરવઠા મામલતદાર એમ.એસ ભગોરાએ કબૂલ્યું કે મગફળી બદલાઈ ગઈ છે.

અનેક ગુણીઓનાં ટેગ-તૂટેલા નજરે પડયા હતા. આ ઉપરાંત ગુણીઓ પણ તૂટેલી નજરે પડી હતી. આ ઉપરાંત ગુણીઓમાંથી જે મગફળી નીકળી તે પણ સાવ હલકી ગુણવતતાની હોવાનું બહાર આવેલ હતું.  આ કૌભાંડની તપાસ કરવા કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ક્યારે આ કૌભાંડીઓ ઝડપાશે તે જોવુ રહ્યું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.