ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટી 132.77 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2.73 લાખથી વધારે ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની આવકના ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવક વધતા નર્મદા ડેમના 15 ગેટ ખોલાયા છે.
ઓમકારેશ્વર ડેમમાં પાણીના આવક 2,73,832 ક્યુસેક થઈ છે. નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવતા નર્મદા નદીમાં 2,43,207 ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે. . ડેમના RBPH તેમજ CHPHના તમામ પાવર હાઉસ ચાલુ તો કેવડિયાનો ગોરા બ્રિજ હજુ પણ ડૂબેલો હોવાથી વાહનવ્યવહાર બંધ છે કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબેલો હોવાથી વાહન વ્યવહાર બંધ થયો છે.
નોંધનીય છે કે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ છે. પરંતુ પ્રવાસીઓ ટિકીટ લઈને નર્મદા ડેમ જોવા માટે જઈ શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
