Not Set/ આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓનો ઉગ્ર વિરોધ

નવસારી નવસારી જિલ્લાના આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે અને ચીખલી તાલુકાના ૩૦૦થી વધુ આદિવાસીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગ્રામજનોને અંધારામાં રાખીને ઉદ્યોગ માટે જમીનની ફાળવણી કરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ ઉભો થયો હતો. ખાંભડા ગામ સાથે અન્ય ગ્રામજનોએ પણ તેમની સાથે મળીને વિરોધ કર્યો છે અને […]

Gujarat
nvasari આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓનો ઉગ્ર વિરોધ

નવસારી

નવસારી જિલ્લાના આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે અને ચીખલી તાલુકાના ૩૦૦થી વધુ આદિવાસીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગ્રામજનોને અંધારામાં રાખીને ઉદ્યોગ માટે જમીનની ફાળવણી કરી દેવાતા ગ્રામજનોમાં આક્રોશ ઉભો થયો હતો. ખાંભડા ગામ સાથે અન્ય ગ્રામજનોએ પણ તેમની સાથે મળીને વિરોધ કર્યો છે અને તાત્કાલિક ધોરણે ઉદ્યોગો સ્થાપિત કરવાના કામ અટકાવવાની માંગણી કરી હતી.

navsari. આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓનો ઉગ્ર વિરોધ

૯૦ ટકા આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં ઉદ્યોગ આવતા સ્થાનિકો કુદરતના રક્ષણ માટે લડત આપવાની તૈયારીઓ બતાવી રહ્યાં છે. આદિવાસી વિસ્તારમાં ઉદ્યોગો આવશે તો પર્યાવરણ અને ખેતી માટે પણ ખતરાની ઘંટી પુરવાર થશે.. જે તમામ બાબતની ચિંતાને લઈને કલેકટરે પણ સમગ્ર બાબતમાં તથ્યો શું છે. તે માટે આદિવાસીઓને હૈયા ધરપત આપી છે.

nvasari.1 આદિવાસી પંથકનું ઉદ્યોગીકરણ કરવાની પેરવી સામે આદિવાસીઓનો ઉગ્ર વિરોધ

નવસારીના કલેકટર રવી અરોરાએ જણાવ્યું હતું કે, ખાંભડા ગામના સરપંચ અને બીજા ગામના સરપંચે આવીને ઉદ્યોગ માટે જમીનની ફાળવી જે રહેઠાણ નજીક છે જેના કારણે પ્રદૂષણ તેવું વધી શકે છે જેના માટે થઈને વાંધા પત્રક આપીને ગયા છે. જેણી તપાસ કરવામાં આવશે, સ્થાનિકોને કેટલો તેના વિશે વાંધો છે, તેમની સાથે વાત કરવામાં આવશે. તેમની કઈ કઈ તકલીફ પડી રહી છે પછી તેના વિશે યોગ્ય નિર્યણ લેવામાં આવશે.