Not Set/ સુરતમાં નાનાએ જ નવજાત દીકરીને ઝાડીમાં નાંખી દીધી,પોલીસે 4 કલાકમાં પરિવારની કરી શોધ

સુરત,  સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ રામજી મંદિરની સામે ઝાડીમાંથી એક ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. ત્યથી પસાર થતાં એક રાહદારીને આ બાળકી મળી આવી હતી. બાળકી મળતા રાહદારીએ બાળકી વિશે પોલીસને જાણ કરી હતી. બાળકીના હાથમાં સિવિલ હોસ્પિટલનું ટેગ હોવાથી પોલીસે ગણતરીનાં કલાકમાં બાળકીના પરિવારને શોધી કાઢ્યો હતો.પોલીસે બાળકીની માતાની પૂછપરછ કરી […]

Top Stories Gujarat Surat
aaaaaaaaaamahi pp 3 સુરતમાં નાનાએ જ નવજાત દીકરીને ઝાડીમાં નાંખી દીધી,પોલીસે 4 કલાકમાં પરિવારની કરી શોધ

સુરત, 

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદ ગામ રામજી મંદિરની સામે ઝાડીમાંથી એક ત્યજી દીધેલી બાળકી મળી આવી હતી. ત્યથી પસાર થતાં એક રાહદારીને આ બાળકી મળી આવી હતી. બાળકી મળતા રાહદારીએ બાળકી વિશે પોલીસને જાણ કરી હતી.

બાળકીના હાથમાં સિવિલ હોસ્પિટલનું ટેગ હોવાથી પોલીસે ગણતરીનાં કલાકમાં બાળકીના પરિવારને શોધી કાઢ્યો હતો.પોલીસે બાળકીની માતાની પૂછપરછ કરી હતી. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી હતી. બાળકીની માતાએ જણાવ્યુ કે તેના પિતાએ જ બાળકીને સિવિલમાંથી ઘરે જતી વખતે ઝાડીમાં નાંખી દીધી હતી.

મળતી માહિતી અનુસાર 30મી ઓગસ્ટનાં રોજ માતા સંગીતા અને તેના પિતા શંભુ પાસવાન સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે આવ્યાં હતાં. જ્યાં માતાને એક બાળકીને જન્મ આપ્યો હતો. આ બંન્ને જણ સિવિલમાં ડિસ્ચાર્જ લીધા વગર જ ભાગી ગયા હતાં. રસ્તામાં શંભુ પાસવાને દિકરી પાસેથી બાળકીને લઈ મંદિરની સામે ઝાડીમાં ત્યજી દીધી હતી.

જણાવી દઈએ કે સંગીતાના પિતા શંભુને ચાર દીકરીઓ છે. જેના કારણે સંગીતાના પિતાને દીકરીના કુખે દિકરાનો જન્મ થાય તેવી આશા રાખતા હતા. તેને બદલે બાળકીનો જન્મ થતા દીકરી અને તેના પિતા બન્ને અસંતોષ થતાં આ પગલું ભર્યું હોવાનું જાણવામાં મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.