Not Set/ ભારે વરસેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા

ભારે પવન સાથે વરસેલા વરસાદે જિલ્લાના ખેડૂતોને રડાવ્યા. ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને વરસાદને કારણે થયું મોટા પાયે નુકશાન. ઓલપાડના કુદસદમાં મોટા ભાગના ખેડૂતોનો ડાંગનો ઉભો પાક વરસાદ ને કારણે નાશ થયો હતો. ડાંગરનો ઉભો પાક નાશ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું. ખેડૂતોએ સરકાર પાસે રાહતની માંગ કરી છે. સુરત જિલ્લામાં ગત રાત્રીએ […]

Gujarat
466510 3x2 ભારે વરસેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા

ભારે પવન સાથે વરસેલા વરસાદે જિલ્લાના ખેડૂતોને રડાવ્યા. ડાંગર અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને વરસાદને કારણે થયું મોટા પાયે નુકશાન. ઓલપાડના કુદસદમાં મોટા ભાગના ખેડૂતોનો ડાંગનો ઉભો પાક વરસાદ ને કારણે નાશ થયો હતો. ડાંગરનો ઉભો પાક નાશ થતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું. ખેડૂતોએ સરકાર પાસે રાહતની માંગ કરી છે.

સુરત જિલ્લામાં ગત રાત્રીએ પડેલા વરસાદે ખેડૂતોને રડાવ્યા છે. કમોસમી વરસેલા વરસાદને કારણે ઓલપાડના કુદસદ ગામ સહિત જિલ્લાના મોટા ભાગના ડાંગરના ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. ખેડૂતો પોતાના ખેતરોમાં અતિશય મહેનત કરી મબલક પાકના ઉત્પાદનની આશા કરતા હોય છે ત્યારે જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો ની આ આશા ઉપર પાણી ફેરવી નાખ્યું છે અને ખેડૂતો ને ચિંતામાં મૂકી દીધા છે એક તરફ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળતાં નથી જેને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી તરફ આવી કુદરતી આફતને કારણે ખેડૂતોની મુશ્કેલી માં વધારો થયો છે. કમોસમી વરસાદને પગલે જિલ્લાના મોટા ભાગના ખેડૂતોના ડાંગરના ઉભા પાકને નુકશાન થયું છે ભારે પવન સાથે વરસેલા વરસાદે ડાંગરના ખેતરોને નાશ કરી નાખ્યા છે જેને લઈ ખેડૂતોએ લાખો રૂપિયાની નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે રાહતની માંગણી કરી રહ્યા છે.