Gujarat NIA Raid/ એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના કેસના સંદર્ભમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સમગ્ર દેશમાં પાડેલા દરોડામાં ગુજરાતમાં અમદાવાદ, નવસારી, સુરતઅને બનાસકાંઠામાં 15 જેટલા શકમંદોની અટકાયત કરી છે.

Top Stories Gujarat
Gujarat NIA Raid એનઆઇએના દરોડામાં ગુજરાતમાંથી 15 શકમંદોની અટકાયત

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ)ના Gujarat NIA Raid કેસના સંદર્ભમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ સમગ્ર દેશમાં પાડેલા દરોડામાં ગુજરાતમાં અમદાવાદ, નવસારી, સુરતઅને બનાસકાંઠામાં 15 જેટલા શકમંદોની અટકાયત કરી છે. રાજકોટમાં પણ પીએફઆઈ સાથે કેટલાક શખ્સો જોડાણ ધરાવતા હોવાની શંકાના આધારે સુરક્ષા એજન્સીએ ખાનગી ધોરણે તપાસ આદરી છે. ટૂંક સમયમાં જ રાજકોટના દેશદ્રોહીઓ જાહેર થશે તેવા નિર્દેશ પણ મળી રહ્યા છે.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કચ્છ ગાંધીધામના Gujarat NIA Raid કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના શખસની તપાસ હાથ ધરી છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. પહેલાં પણ બિશ્નોઈ ગેંગને આશરો આપવાના મામલામાં કુલવિંદરનું નામ સામે આવી ચૂક્યું છે. કુલવિંદર સિદ્ધુ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે એવું સૂત્રો જણાવી રહ્યાં છે.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બેહિસાબી નાણાકીય લેવડદેવડ અંગે Gujarat NIA Raid એનઆઇએ દ્વારા રાષ્ટ્રવ્યાપી દરોડા પાડી 200 કરોડના બેહિસાબી વ્યવહારોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પીએફઆઇા એકમો ગુજરાતમાં હોવાનું એનઆઇએના ધ્યાન પર આવતા એટીએસની ટીમને સાથે રાખી અમદાવાદ, નવસારી, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડ્યા હતા અને અત્યાર સુધીમાં 15 જેટલા શખ્સોની અટકાયત કરી છે. રાજકોટના કેટલાક શખ્સોને પણ પીએફઆઇ સાથે જોડાણ હોવાની શંકાના આધારે એનઆઇએએ તપાસ શરૂ કરી છે. ટૂંક સમયમાં જ રાજકોટના દેશદ્રોહીઓ જાહેરથશેતેવા નિર્દેશો પણ મળી રહ્યા છે.

22 નવેમ્બર 2006માં કેરળ નેશનલ ડેમોક્રેટિક ફન્ડ, કર્ણાટક ફોરમ ફોર ડિટિરી Gujarat NIA Raid અને તાલિમનાડુની પાસરાઇ જેવી જુદા જુદા ત્રણ મુસ્લિમ સંગઠોનનું એકીકરણ થયા બાદ દેશના 20 જેટલા રાજયમાં પીએફઆઇ એકમો સ્થાપી દીધા હતા. પીએફઆઇના પ્રમુખ ઓએમએ સલામ અને ઉપપ્રમુખ ઇએમ અબ્દુલ રહીમાન છે. પીએફઆઇ વિશ્ર્વના 20 જેટલા દેશમાં એકમો સ્થાપ્યા છે. પીએફઆઇ દ્વારા અંદાજે 200 કરોડનો બેહિસાબી વહીવટ અને વ્યવહાર કરવામાં આવ્યાની માહિતીની આધારે એનઆઇના 150 જેટલા ટોચના અધિકારીઓ દ્વારા છેલ્લા એક સપ્તાહથી પીએફઆઇના દેશના 15 રાજયમાં જુદા જુદા એકમો પર દરોડા પાડી હવાલા સહિતનો બેહિસાબી વહીવટ પકડી પાડયો છે.

 

આ પણ વાંચોઃ Bidenzelenski/ યુએસ પ્રમુખ તેમની પત્ની સાથે વોશિંગ્ટનની રેસ્ટોરન્ટથી 24 કલાક પછી સીધા કીવમાં જોવા મળ્યા

આ પણ વાંચોઃ Politics/ બાળકો પસંદ છે તેમ છતાં 52 વર્ષની ઉંમર સુધી કેમ કુંવારા છે રાહુલ ગાંધી, આપ્યો આ જવાબ

આ પણ વાંચોઃ NIA Raid/ પંજાબ-હરિયાણા સહિત આઠ રાજ્યોમાં 70 સ્થળો પર દરોડા, ગેંગસ્ટર કેસ અંગે NIAની કાર્યવાહી